Video: દિવાળી પહેલાં સોનું ખરીદવું કે હજુ ભાવનઘટાડાની રાહ જોવી?

દિવાળી પહેલાં સોનાના ભાવમાં ઘટાડા વચ્ચે હવે ખરીદદારોની નજર આગામી ભાવ પર છે. એનરિચ મનીના સીઈઓ પોનમુડી આરના જણાવ્યા મુજબ, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાને પ્રતિ ઔંસ ચાર હજાર ડોલરની આસપાસ સપોર્ટ મળી રહ્યો છે. જો આ સપોર્ટ તૂટે તો ભાવ 3 હજાર 900 ડોલર સુધી ઘટી શકે છે, જ્યારે 4 હજાર 70 થી 4 હજાર 100 ડોલરનો વિસ્તાર મહત્ત્વનો અવરોધ બની શકે છે. ભારતીય બજારમાં એમસીએક્સ ગોલ્ડ માટે 1 લાખ 40 થી 1 લાખ 41 હજાર રૂપિયાનો સપોર્ટ ઝોન છે. ટેક્નિકલ સંકેતોમાં આરએસઆઈ 31ની આસપાસ હોવાથી સોનું ઓવરસોલ્ડ સ્થિતિની નજીક છે, પરંતુ નકારાત્મક એમએસીડીને કારણે વેચવાલીનું દબાણ યથાવત્ છે. ઘરેણાં ખરીદનારાઓ તબક્કાવાર ખરીદીનો વિકલ્પ અપનાવી શકે છે, જ્યારે રોકાણકારોએ ભાવની દિશા, જોખમ અને પોતાના નાણાકીય લક્ષ્યોને ધ્યાનમાં રાખવા જોઈએ.





