મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

ટ્રંપના ટેરિફને હરાવવા કંપનીઓએ બનાવી મોટી યોજના, ગ્રામીણ વિસ્તારોમાં વધુ ગ્રોથની આશા

ભારતીય કંપનીઓ હવે વ્યવસાય ચાલુ રાખવા માટે નાના શહેરો અને ગામડાઓ પર વધુ આધાર રાખી રહી છે. આ પગલું એવ

ટ્રંપના ટેરિફને હરાવવા કંપનીઓએ બનાવી મોટી યોજના, ગ્રામીણ વિસ્તારોમાં વધુ ગ્રોથની આશા

ભારતીય કંપનીઓ હવે વ્યવસાય ચાલુ રાખવા માટે નાના શહેરો અને ગામડાઓ પર વધુ આધાર રાખી રહી છે. આ પગલું એવા સમયે લેવામાં આવી રહ્યું છે જ્યારે એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા પર યુએસ તરફથી 50% ટેરિફ લાદવાનું જોખમ છે.

બિસ્કિટ ઉત્પાદકોથી લઈને બાંધકામ સામગ્રીના સપ્લાયર્સ સુધી, બધાએ તેમના જૂન ક્વાર્ટરના પરિણામોમાં ગામડાંઓ અને નાના શહેરોમાં સારી માંગ નોંધાવી છે. ઓછા ફુગાવા અને સારા પાકની આશા સાથે, 90 કરોડ ગ્રામીણ ગ્રાહકો ખર્ચ કરવાના મૂડમાં છે. એક રિપોર્ટ મુજબ છેલ્લા છ ક્વાર્ટરમાં શહેરી વપરાશ કરતા ગ્રામીણ વપરાશ વધારે રહ્યો છે. ગ્રામીણ ભારતનું અર્થતંત્ર મુખ્યત્વે કૃષિ પર આધારિત છે, અને તે યુએસ ટેરિફની અસરથી કંઈક અંશે બચી ગયું છે.

નિષ્ણાંતોના મતે કંપનીઓને હવા ગ્રામીણ વિસ્તારોમાં વધારે ગ્રોથ દેખાય છે. જૂન ક્વાર્ટરમાં ભારતનો જીડીપી એક વર્ષ કરતાં વધુ સમયમાં સૌથી ઝડપી દરે વધ્યો. ખાનગી વપરાશમાં 7% નો વધારો થયો, જે મુખ્યત્વે ગ્રામીણ માંગ અને ખેડૂતોના વેતનમાં વધારો થવાને કારણે થયો.

ટેરિફથી શહેરના ઉદ્યોગોને ખતરો

જો કે આ રફતાર વધારે દિવસ સુધી રહેશે કે કેમ એ એક ખતરો છે. ઓગસ્ટથી, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય નિકાસ પર ડ્યુટી 25% થી વધારીને 50% કરી છે. આની સૌથી મોટી અસર કાપડ અને ઝવેરાત જેવા ઉદ્યોગો પર પડશે, જે મોટાભાગે મોટા શહેરોની આસપાસ સ્થિત છે. સિટી ગ્રુપનાં આંકડા પ્રમાણે ગ્રામીણ વેતનમાં સાત વર્ષથી વધુ સમયમાં સૌથી ઝડપી દરે વધારો થયો છે. ગ્રામીણ અને શહેરી વપરાશ વચ્ચેનો તફાવત પણ હવે ઓછો થયો છે.  

સરકાર અને કંપનીઓની તૈયારી
ભારતમાં વપરાશ જીડીપીના અડધાથી વધુ હિસ્સો ધરાવે છે. ગામડાઓમાં ખર્ચાઓ વધવાથી હવે અહીં પણ શહેર જેવું જ માર્કેટ ઊભું થઇ રહ્યું છે. ગયા મહિને, પીએમ નરેન્દ્ર મોદીએ યુએસ ટેરિફની અસર ઘટાડવા માટે કર ઘટાડાની જાહેરાત કરી હતી. યુબીએસ સિક્યોરિટીઝના અર્થશાસ્ત્રી તન્વી ગુપ્તા જૈન માને છે કે આ પગલાંથી આગામી બે-ત્રણ ક્વાર્ટરમાં સ્થાનિક વપરાશમાં વધુ વધારો થશે. ગ્રામીણ-કેન્દ્રિત કંપનીઓના શેર પણ વધી રહ્યા છે.  

આ સમાચાર શેર કરો