છ દિવસની એકધારી તેજી પછી બજાર લગભગ સપાટ બંધ થયું, નિફ્ટી 23,668 પર બંધ
વૈશ્વિક બજારોમાં હકારાત્મક વલણ વચ્ચે મંગળવારે (25 માર્ચ) સ્થાનિક શેરબજારો લ

વૈશ્વિક બજારોમાં હકારાત્મક વલણ વચ્ચે મંગળવારે (25 માર્ચ) સ્થાનિક શેરબજારો લગભગ સપાટ બંધ રહ્યા હતા. બજારે તેનો પ્રારંભિક લાભ ગુમાવ્યો. પ્રોફિટ બુકિંગના કારણે આજે બજારમાં નરમાઈ જોવા મળી હતી. જો કે, બજાર સતત 7મા ટ્રેડિંગ સેશનમાં લીલા નિશાનમાં બંધ થવામાં સફળ રહ્યા હતા.
આજે સેન્સેક્સ તેના દિવસના ઉચ્ચ સ્તરેથી 700 થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાવ્યો હતો અને નિફ્ટી 200 થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો. સેન્સેક્સ 32.81 પોઈન્ટ અથવા 0.04%ના વધારા સાથે 78,017.19 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 10.31 પોઈન્ટ અથવા 0.04%ના વધારા સાથે 23,668.65 પર બંધ થયો. શેરબજારની શરૂઆત સારી થઇ હતી પરંતુ થોડા કલાકોમાં જ મોટા પાયે વેચવાલી નીકળતા માર્કેટ ઉપલા સ્તરેથી પટકાયું હતું.
બીએસઇનો 30 શેરો વાળા પ્રમુખ સેન્સેક્સ આજે મજબૂત વધારા સાથે 78,296.28 પોઈન્ટ પર ખુલ્યા હતા. ટ્રેડિંગ દરમિયાન તે ઝડપથી વધીને 78,741.69 પોઈન્ટ પર પહોંચી ગયો હતો. અંતે, સેન્સેક્સ 32.81 પોઈન્ટ અથવા 0.04% ના નજીવા વધારા સાથે 78,017.19 પર બંધ થયો.
એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ) નો નિફ્ટી-50 પણ આજે 23,751.50 ના ઉછાળા સાથે ખુલ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન તે 23,869.60 પોઈન્ટની ઈન્ટ્રા-ડે હાઈ પર ગયો હતો. અંતે, નિફ્ટી 10.30 પોઈન્ટ અથવા 0.04% ના નજીવા વધારા સાથે 23,668.65 પર બંધ થયો.
ટોપ ગેનર્સ
સેન્સેક્સની 30 કંપનીઓમાં અલ્ટ્રા સિમેન્ટના શેર સૌથી વધુ 3% વધીને બંધ થયા છે. આ ઉપરાંત ઈન્ફોસિસ, બજાજ ફિનસર્વ, એક્સિસ બેંક, એચડીએફસી બેંક, ભારતી એરટેલ, એચસીએલ ટેક, ટીસીએસ અને હિન્દુસ્તાન યુનિલિવરના શેરમાં મોટો ઉછાળો રહ્યો હતો.
ટોપ લૂઝર્સ
સેન્સેક્સમાં બીજી તરફ ઝોમેટો, ઇન્ડસઇન્ડ બેન્ક, મહીન્દ્રા, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના શેરો 5.57 ટકા સુધી ઘટીને બંધ થયા છે.
આઇટી ઇન્ડેન્સમાં ઉછાળો
આજે નિફ્ટી આઇટી ઇન્ડેક્સમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો. આઇટી ઇન્ડેક્સ તે 1.32% મજબૂત થઈને 37,707ના સ્તરે બંધ રહ્યો હતો. બેન્ક નિફ્ટી 0.19% ના ઘટાડા સાથે 53,131 ના સ્તર પર બંધ થયા છે. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 0.92% ના ઘટાડા સાથે 21,738 ના સ્તર પર બંધ થયા છે. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 1.05% ઘટીને 21,543 ના સ્તર પર બંધ થયો. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 1.40% નબળો પડીને 9,133 ના સ્તર પર બંધ થયો હતો.
આગળ કેવી રહેશે બજારની ચાલ?
જિયોજત ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડના રિસર્ચ વિભાગના પ્રમુખ વિનોદ નાયરના મત અનુસાર છ દિવસની રિકવરી રેલી (તેજી) બાદ બ્રોડર માર્કેટમાં નફારૂપી વેચવાલી જોવા મળી હતી. આ ખાસ કરીને નાના અને મીડ કેપ શેરોમાં છે, જ્યાં પ્રીમિયમ વેલ્યુએશન હજી પણ અસ્તિત્વમાં છે. બીજી તરફ, નરમ ટેરિફની અપેક્ષાઓ અને વેલ્યુએશનમાં તાજેતરના સુધારાને કારણે સર્જાયેલા સકારાત્મક વૈશ્વિક સંકેતોની આગેવાની હેઠળ આઇટી સેક્ટરે લાભ નોંધાવ્યો હતો.
નાયરે જણાવ્યું હતું કે, ટૂંકા ગાળાના સેન્ટિમેન્ટમાં રોકાણકારો સાવચેતીનો અભિગમ દાખવી રહ્યા છે. કારણ કે તેઓ અમેરિકા અને ભારત વચ્ચેની વેપાર નીતિ અંગે સ્પષ્ટતાની રાહ જોઈ રહ્યા છે. આ ઉપરાંત રોકાણકારોનું ધ્યાન પણ ત્રિમાસિક પરિણામો તરફ વળી રહ્યું છે. તે જ સમયે, રેટ કટની અપેક્ષાઓ અને રૂપિયાની મૂવમેન્ટ જેવા સાનુકૂળ સૂચકાંકો બજારના સેન્ટિમેન્ટને ટેકો આપવાનું ચાલુ રાખે છે.
અન્ય નિષ્ણાતો કહે છે, "યુએસ ટેરિફનું પરિણામ શું આવશે તે અંગે હજુ સુધી કોઈને ખાતરી નથી. ટેરિફની અનિશ્ચિતતા ઓછી થાય ત્યાં સુધી બજારો અસ્થિર રહેશે."
ટ્રમ્પના તાજેતરના નિવેદન બાદ બજારોમાં થોડી રાહત
સોમવારે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે તેઓ 2 એપ્રિલે લાદવાની યોજના ધરાવે છે તે તમામ ટેરિફ લાદવામાં આવશે નહીં અને કેટલાક દેશોને મુક્તિ આપવામાં આવી શકે છે. ટ્રમ્પ અને યુએસ ટ્રેઝરી સેક્રેટરી તરફથી ટેરિફ પર નવીનતમ ટિપ્પણીઓ સૂચવે છે કે ટેરિફ અપેક્ષા કરતાં ઓછી હશે.
એફઆઇઆઇ એ છેલ્લા 3 સત્રોમાં $1.61 બિલિયનના શેર ખરીદ્યા છે
વિદેશી રોકાણકારો, જેમનું સતત વેચાણ ભારતીય બજારોમાં $1 ટ્રિલિયનના ઘટાડા માટે આંશિક રીતે જવાબદાર હતું. તેણે છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનમાં $1.61 બિલિયનના શેર ખરીદ્યા હતા.
સોમવારે બજાર કેવું હતું?
આ પહેલા સોમવારે બીએસઇ સેન્સેક્સ 1,078.87 પોઈન્ટ અથવા 1.40%ના વધારા સાથે 77,984.38 પર બંધ થયો હતો. એનએસઇ નિફ્ટી 307.95 પોઈન્ટ અથવા 1.32% વધીને 23,658.35 પર પહોંચ્યો હતો. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં પણ ખરીદી જોવા મળી હતી. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 1.3% અને સ્મોલકેપ ઇન્ડેક્સ 1.1% ઉપર હતો








