Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Know this before sharing your credit card with friends or family, otherwise it will cost you dearly!

Business: મિત્રો કે પરિવાર સાથે ક્રેડિટ કાર્ડ શેર કરતાં પહેલાં આ જરૂર જાણી લેજો, નહિંતર પડશે મોઘું!

Timeછેલ્લું અપડેટ : 06 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Business: મિત્રો કે પરિવાર સાથે ક્રેડિટ કાર્ડ શેર કરતાં પહેલાં આ જરૂર જાણી લેજો, નહિંતર પડશે મોઘું!
સોર્સ : GSTV

ક્યારેક આપડે દોસ્તો કે પરિવારના સભ્યોને ક્રેડિટ કાર્ડ શેર કરવામાં કોઇ અજૂગતુ નથી સમજતા. પરંતુ નિષ્ણાતો કહે છે કે આ નાની સુવિધા મોટી નાણાકીય સમસ્યાઓ તરફ દોરી શકે છે. તે માત્ર છેતરપિંડીનું જોખમ જ નહીં, પણ ક્રેડિટ સ્કોરને પણ નુકસાન પહોંચાડી શકે છે અને લાંબા ગાળે તમારી નાણાકીય પરિસ્થિતિને અસર કરી શકે છે.

App Store

તમારી સંપૂર્ણ કાનૂની જવાબદારી રહેશે

ઝગલના ચીફ બિઝનેસ ઓફિસર સૌરભ પુરીના જણાવ્યા અનુસાર જો કાર્ડધારક જાણી જોઈને પોતાનો પાસવર્ડ કે ઓટીપી કોઇની સાથે શેર કરે છે તો બેન્ક એને "માન્ય વ્યવહાર" માને છે. આનો અર્થ એ છે કે કાર્ડધારક બધા ખર્ચ, વ્યાજ અને દંડ માટે સંપૂર્ણપણે જવાબદાર રહેશે, પછી ભલે કોઈ અન્ય વ્યક્તિ કાર્ડનો દુરુપયોગ કરે કે નહીં.

પુરીએ ઉદાહરણ આપીને સમજાવ્યું હતું કે, એક વ્યક્તિએ તેના પિતરાઇને ક્રેડિટ કાર્ડ વાપરવા આપ્યું હતું.  ભાઇએ થોડા ક અઠવાડિયાઓમાં 1.8 લાખ રૂપિયાનો ખર્ચો કરી નાંખ્યો. "કાર્ડધારકે કાર્ડ શેર કર્યું હોવાથી, બેંકે ચાર્જબેક વિનંતીને નકારી કાઢી. આના કારણે, ગ્રાહકની ક્રેડિટ મર્યાદા ઘટી ગઈ અને ક્રેડિટ સ્કોર 70 પોઈન્ટથી વધુ ઘટ્યો," તેમણે કહ્યું.

બીજાનો ખર્ચ પણ તમારા સ્કોરને અસર કરી શકે છે.

જો કોઈ અન્ય વ્યક્તિ કાર્ડનો ઉપયોગ વધુ પડતો ખર્ચ કરવા અથવા મોડી ચુકવણી માટે કરે છે, તો તે તમારા ક્રેડિટ રિપોર્ટમાં નોંધાય છે. પુરી સમજાવે છે:

કાર્ડનો વધુ પડતો ઉપયોગ સ્કોર 20-40 પોઈન્ટ ઘટાડી શકે છે.

માત્ર 30 દિવસ મોડી ચુકવણીથી 60-100 પોઈન્ટ ઘટી શકે છે.

સતત મોડી ચુકવણી 6-12 મહિના સુધી સ્કોરને અસર કરી શકે છે.

આનાથી ભવિષ્યમાં લોન મેળવવાની તમારી ક્ષમતા પર અસર પડે છે, પરંતુ ઘર અથવા વ્યવસાય લોન યોજનાઓ પર પણ અસર પડી શકે છે.

છેતરપિંડીના કિસ્સામાં તમે પણ જવાબદાર છો

જો કાર્ડનો દુરુપયોગ થાય છે, તો બેંક ઘણીવાર તેને બેદરકારી માને છે. પુરી કહે છે, "એડ-ઓન કાર્ડ અથવા ઇરાદાપૂર્વક શેર કરેલા કાર્ડના કિસ્સામાં, પ્રાથમિક કાર્ડધારક 100% જવાબદાર છે, સિવાય કે તે સાયબર છેતરપિંડી સાબિત થાય."

સુરક્ષિત વિકલ્પો અપનાવો

નિષ્ણાતો એવી સલાહ આપે છે કે, બીજાની મદદ કરતી વખતે ઓવા વિકલ્પો અપનાવો કે જે તમારા ખર્ચાઓ સુરક્ષિત રાખે. 

એડ-ઓન કાર્ડ્સ: મર્યાદિત રકમ સાથે ખર્ચને ટ્રેક કરવા માટે સરળ.

સુરક્ષિત કાર્ડ: નવા વપરાશકર્તાઓ ક્રેડિટ ઇતિહાસ બનાવવા માટે ઉપયોગ કરી શકે છે.

RuPay UPI ક્રેડિટ: નાના અને ટ્રેક કરી શકાય તેવા ખર્ચાઓ માટે.

અંતે, ક્રેડિટ કાર્ડને વ્યક્તિગત રાખવું એ ફક્ત સારી આદત નથી, પરંતુ એક જરૂરી સુરક્ષા છે. થોડી સુવિધા માટે મહિનાઓના નાણાકીય મરમ્મતને  જોખમમાં ન નાંખો.