મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

SEBI એક્શન મોડમાં : HDFC સાથે સંબંધિત ઇનસાઇડર ટ્રેડિંગ કેસ, ફટકાર્યો 10 લાખનો દંડ

બજાર નિયામક સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એ એચડીએફસી લિમિટેડ અને એચડીએફસી બેન્કના વિલિનીકરણ સાથે જોડાયેલા

SEBI એક્શન મોડમાં : HDFC સાથે સંબંધિત ઇનસાઇડર ટ્રેડિંગ કેસ, ફટકાર્યો 10 લાખનો દંડ

બજાર નિયામક સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એ એચડીએફસી લિમિટેડ અને એચડીએફસી બેન્કના વિલિનીકરણ સાથે જોડાયેલા મામલામાં ઇન્સાઇડર ટ્રેડિંગનો આરોપ લગાવ્યો છે. સાથે જ આ મામલે સખ્ત પગલાં લેતા રૂપેશ સતીષ દલાલ  એચયુએફ પર રૂ. દસ લાખનો દંડ ફટકાર્યો  છે. છેવટે આ કેસ શું છે? ઇન્સાઇડર ટ્રેડિંગ પર લાગેલા દંડનો શું છે મામલો?

એચડીએફસી બેંક અને એચડીએફસી લિમિટેડના મર્જરની જાહેરાત 4 એપ્રિલ, 2022ના રોજ કરવામાં આવી હતી. આ જાહેરાત પછી બંને કંપનીઓના શેરના ભાવમાં 9 થી 10%નો ઉછાળો આવ્યો. આ અંગે નેશનલ સ્ટોક એક્સચેન્જ તરફથી ફરિયાદ આવી હતી.

આ કિસ્સામાં જ્યારે સેબી દ્વારા નવેમ્બર 2021થી એપ્રિલ 2022 વચ્ચે થયેલા ટ્રેડિંગની તપાસ કરવામાં આવી, ત્યારે આંતરિક ટ્રેડિંગ પ્રવૃત્તિઓ બહાર આવી. સેબીનું કહેવું છે કે બંને કંપનીઓ વચ્ચેના આ મર્જરનો સીધો સંબંધ ટ્રેડિંગના સમય અને પદ્ધતિ સાથે છે. ગુપ્ત રાખવામાં આવતી માહિતીનો દુરુપયોગ કરીને ટ્રેડિંગ કરવામાં આવ્યું હતું.

મર્જરની જાહેરાત પહેલા શેર પર ઘણા કોલ ઓપ્શન ખરીદવામાં આવ્યા હતા. પછીથી જ્યારે મર્જરની જાહેરાત કરવામાં આવી, ત્યારે તે વેચાઈ ગયા. જેના કારણે કેટલાક લોકોએ ખૂબજ મોટો નફો કર્યો.

આ આરોપ પણ લગાવવામાં આવ્યો હતો

સેબીનું કહેવું છે કે એચડીએફસી બેંક અને એચડીએફસી લિમિટેડના મર્જર પર કામ કરી રહેલી મૂલ્યાંકન ટીમના એક સભ્યએ તેના મિત્ર (રૂપેશ સતીશ દલાલના પુત્ર) ને ગુપ્ત માહિતી આપી હતી.

આ પછી જ રૂપેશ સતીશ દલાલ એચયુએફએ ટ્રેડિંગ કર્યું. મર્જરની જાહેરાત પછી ખરીદેલા કોલ ઓપ્શન્સ વેચીને તેમણે લાખોનો નફો કર્યો.

ઇનસાઇડર ટ્રેડિંગ નિયમોનું ઉલ્લંઘન

સેબીએ તેની તપાસમાં કહ્યું છે કે આ મર્જર દરમિયાન ઇનસાઇડર ટ્રેડિંગના નિયમોનું ઉલ્લંઘન થયું હતું, તેથી રૂપેશ સતીશ દલાલ HUF પર 10 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

જોકે, બ્રોકરે દલીલ કરી છે કે તેણે આ ટ્રેડિંગ તેના ટેકનિકલ વિશ્લેષણના આધારે કર્યું હતું. સેબી દ્વારા આને નકારી કાઢવામાં આવ્યું હતું અને દંડની રકમ 45 દિવસની અંદર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો