UPI પેમેન્ટ સિસ્ટમ ભારતમાં બની સૌથી ઝડપી, ડિજિટલ ચૂકવણીમાં આટલા ટકાનો ઉછાળો
ભારતીય રિઝર્વ બેંક (RBI)ના તાજા આંકડા અનુસાર, દેશમાં માર્ચ 2025 સુધીના સર્વે અનુસાર Digital Payments અપનાવામાં વ

ભારતીય રિઝર્વ બેંક (RBI)ના તાજા આંકડા અનુસાર, દેશમાં માર્ચ 2025 સુધીના સર્વે અનુસાર Digital Payments અપનાવામાં વાર્ષિક ધોરણે 10.7%નો વધારો નોંધાયો છે. કેન્દ્રીય બેંક એક વિશિષ્ટ સૂચકાંક આરબીઆઈ Digital Payment Index(DPI) દ્વારા દેશમાં Digital Paymentના વ્યાપ અને પ્રગતિનું મૂલ્યાંકન કરે છે.
જાણો RBIએ શું કહ્યું
RBIએ નિવેદનમાં જણાવ્યું કે, "આ DPIમાં નોંધાયેલ વધારો, નિર્ધારિત સમયગાળા દરમિયાનના પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સપ્લાઈ-સાઈડ (કરવેરા કાપ, નીચા વ્યાજ દરો અને નિયંત્રણમુક્તિ)ના ઘટકો અને પેમેન્ટ પર્ફોર્મન્સ જેવી ઘટનાઓમાં નોંધાયેલા સુધારાને કારણે થયો છે."
સૂચકઆંકમાં સપ્લાઈ-સાઈડના પરિબળો તરીકે POS ટર્મિનલ, ATM, QR કોડ અને ડિજિટલ સેવાઓ આપતી બેંક શાખાઓનો સમાવેશ થાય છે. પેમેન્ટ પર્ફોર્મન્સમાં યુપીઆઈ (UPI), IMPS, NEFT, RTGS અને ઈન્ટરનેટ બેંકિંગ જેવી પદ્ધતિઓ દ્વારા થયેલા લેવડદેવડની સંખ્યા અને મૂલ્યનો સમાવેશ થાય છે.
અગાઉ પણ RBiએ કર્યું હતું મુલ્યાંકન
માર્ચ 2025 સુધીમાં DPI વધીને 493.22 થયો છે, જે સપ્ટેમ્બર 2024માં 465.33 હતો. આથી સ્પષ્ટ થાય છે કે દેશમાં Digital Paymentની વૃદ્ધિ હજુ પણ મજબૂત છે. અગાઉ RBIએ માર્ચ 2023થી માર્ચ 2024 દરમિયાન DPIમાં 13.3%નો વધારો નોંધાવ્યો હતો, જયારે DPI સ્કોર 445.50 હતો. આ સૂચકઆંક દર વર્ષે 2 વખત એટલે કે, માર્ચ અને સપ્ટેમ્બરમાં બહાર પાડવામાં આવે છે અને દેશમાં Digital Paymentના વ્યાપને દર્શાવે છે. માર્ચ 2018ને આધાર વર્ષ માનીને તેને 100 પોઈન્ટ આપવામાં આવ્યા હતા.
DPI 5 મુખ્ય માપદંડો પરથી નિર્ધારિત કરવામાં આવે છે
Digital Payment Index(DPI) એ સામાન્ય રીતે મુખ્ય 5 માપદંડો પર નિર્ધારિત હોય છે. જેમાં Payment Maker (25%), માંગ તરફની પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (10%), સપ્લાઈ તરફની પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (15%), પેમેન્ટ પર્ફોર્મન્સ (45%) અને ગ્રાહક કેન્દ્રીતા (5%) જેવા માપદંડોનો સમાવેશ થાય છે.
UPIએ Visaને પણ પાછળ મૂક્યુ
આ નવા આંકડા ત્યારે આવ્યા છે જ્યારે UPIએ વૈશ્વિક પેમેન્ટ જાયન્ટ Visaને પણ પાછળ મૂક્યુ છે. UPI હવે ભારતના લગભગ 85% ડિજિટલ લેવડદેવડ અને વૈશ્વિક સ્તરે તમામ રીઅલ ટાઈમ ડિજિટલ પેમેન્ટના આશરે 50% હિસ્સા પર કબ્જો જમાવે છે. માત્ર જૂન મહિનામાં UPIએ 18.39 અબજ ટ્રાન્ઝેક્શન દ્વારા 24.03 લાખ કરોડ રૂપિયાથી વધુ પેમેન્ટ પ્રક્રિયા કરી હતા.








