મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

વિક્રમ સંવત 2081માં પણ રહેશે પડતર દિવસ, 20 ઓક્ટોબરે દિવાળી અને 22મીએ બેસતું વર્ષ

દિવાળી બાદ પડતર દિવસની પળોજણ આવતા વર્ષે પણ જોવા મળશે. વિક્રમ સંવત 2081માં 20 ઓક્ટોબર-સોમવારે દિ

વિક્રમ સંવત 2081માં પણ રહેશે પડતર દિવસ, 20 ઓક્ટોબરે દિવાળી અને 22મીએ બેસતું વર્ષ

દિવાળી બાદ પડતર દિવસની પળોજણ આવતા વર્ષે પણ જોવા મળશે. વિક્રમ સંવત 2081માં 20 ઓક્ટોબર-સોમવારે દિવાળી, 21મીએ પડતર દિવસ જ્યારે 22 ઓક્ટોબર-બુધવારના બેસતું વર્ષ છે. અગાઉ વર્ષ 2023માં પણ પડતર દિવસ હતો.

આ પણ વાંચોઃ- દિવાળી પર મોંઘવારીની માર, LPG સિલિન્ડર થયા મોંઘા, જાણો તમારા શહેરના નવા ભાવ

પડતર દિવસ અંગે શાસ્ત્રવિદોનું માનવું છે કે, ચંદ્રની કળાઓને 30 ભાગમાં વહેંચાયેલી છે. જ્યારે હકીકતમાં ચંદ્ર એ 30 કળાઓને 30 દિવસ કરતા ઓછા સમયમાં પુર્ણ કરી લે છે. આથી દર મહીને પંચાંગમાં એકાદ તિથિનો ક્ષય કે વૃદ્ધિ થતી જોવા મળે છે. વ્યવહારિક સરળતા ખાતર ચંદ્રની તિથિ સૂર્યોદય સમયે જે હોય તેને આખા દિવસ માટે ગણી લેવામાં આવે છે. દિવસ દરમ્યાન તિથિ બદલાઇ જતી હોય તેવું પણ શક્ય છે.

ધોકાને દિવસે સૂર્યોદય સમયે હજુ અમાસ હોય છે અને નવા વર્ષની પહેલી તિથિ શરૂ નથી થઈ હોતી. નવા વર્ષની શરૂઆત તો સવારે દેવ-દર્શનથી જ થવી જોઈએ એવી માન્યતા ને લીધે એ તુરત જ પછીના દિવસે સવારે પહેલી તિથિ ચાલુ હોય એ દિવસને નવા વરસનો પહેલો દિવસ ગણવામાં આવે છે. આમ બે વરસની વચ્ચે બે માંથી એક પણ વરસનો ભાગ ન હોય એવો એક દિવસ ક્યારેક આવી જાય છે.

આ સમાચાર શેર કરો