Gold-Silver Price Today: સોનું 1.58 લાખને પાર, ચાંદીમાં તોતિંગ વધારો, જાણો આજના નવા ભાવ

Gold-Silver Price Today: આજે 23 ફેબ્રુઆરીના રોજ સોના ચાંદીના ભાવમાં તેજી જોવા મળી, ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિએશન(IBJA) મુજબ, 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 3,154 રૂપિયા વધી 1,58,220 સુધી પહોંચી ગયો છે. જે પહેલા 1,55,066 રૂપિયા હતો.
ચાંદીની કિંમતમાં 13,761 રૂપિયાનો વધારો
તેવામાં એક કિલો ચાંદીની કિંમત 13,761 રૂપિયા વધી 2,64,075 રૂપિયા પર આવી ગઈ છે. ગઈકાલે તેની કિંમત 2,50,314 રૂપિયા પ્રતિ કિલો હતી. એક્સપર્ટ મુજબ આવનારા દિવસોમાં સોના-ચાંદીની કિંમતમાં સારો એવો વધારો થઈ શકે છે.
ચાલુ વર્ષ ગોલ્ડ-સિલ્વરમાં જોરદાર તેજી
મહત્ત્વનું છે કે આ વર્ષે સોનું 23 હજાર તો ચાંદી 33 હજાર રૂપિયા મોંઘી થઈ છે. ચાલુ વર્ષમાં સોના ચાંદીની કિંમતોમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. 29 જાન્યુઆરીના રોજ સોનાએ 1.76 લાખ તો ચાંદીએ 3.86 લાખનો ઓલ ટાઈમ હાઈ રૅકોર્ડ બનાવ્યો હતો.
સોનાના ભાવ (કેરેટ મુજબ - પ્રતિ 10 ગ્રામ)
14 કેરેટ: 92,559
18 કેરેટ: 1,18,665
22 કેરેટ: 1,44,930
24 કેરેટ: 1,58,220
મુખ્ય શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ (પ્રતિ 10 ગ્રામ)
અમદાવાદ: 1,61,400
મુંબઈ: 1,61,350
દિલ્હી: 1,61,500
જયપુર: 1,61,500
લખનૌ: 1,61,500
પટના: 1,61,400
ભોપાલ: 1,61,400
કોલકાતા: 1,61,350
રાયપુર: 1,61,350
ચેન્નાઈ: 1,62,110
વર્ષ 2025માં સોનું 75% અને ચાંદી 167% મોંઘી થઈ
31 ડિસેમ્બર 2024ના રોજ 24 કેરેટ સોનાનો ભાવ રૂ.76,162 હતો, જે 31 ડિસેમ્બર 2025 સુધીમાં રૂ.57,033 વધીને રૂ.1,33,195 પર પહોંચ્યો હતો. આ ગાળા દરમિયાન ચાંદીમાં રૂ.1,44,403નો તોતિંગ વધારો થયો. 31 ડિસેમ્બર 2024ના રોજ એક કિલો ચાંદીની કિંમત રૂ.86,017 હતી, જે વર્ષ 2025ના અંતિમ દિવસે રૂ.2,30,420 પ્રતિ કિલો થઈ ગઈ હતી. ટકાવારીની દૃષ્ટિએ જોઈએ તો વર્ષ 2025માં સોનાએ 75% તો ચાંદીએ 167%એ રિટર્ન આપ્યું છે.

