Video: સોનાના ભાવમાં ઉછાળાની શક્યતા, સોનું 2027 સુધી રૂ.2 લાખને પાર કરશે? નિષ્ણાતોનો અંદાજ

આગામી સમયમાં સોનાના ભાવમાં મોટો ઉછાળો આવી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. બજારના અંદાજ મુજબ, વર્ષ 2027 સુધીમાં ભારતમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂપિયા 2 લાખની સપાટી વટાવી શકે છે. જેપી મોર્ગનના જૂન 2026ના અહેવાલ મુજબ, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ 2026ના અંત સુધીમાં પ્રતિ ઔંસ 6 હજાર ડોલર અને 2027ના અંત સુધીમાં 6 રહજાર 300 ડોલર સુધી પહોંચવાની સંભાવના દર્શાવાઈ હતી. સોનાના ભાવને અમેરિકી ડોલરની સ્થિતિ, વ્યાજદર, વૈશ્વિક તણાવ, મોંઘવારી અને કેન્દ્રીય બેંકોની ખરીદી જેવા પરિબળો અસર કરે છે. જોકે, આ ભાવવધારાનો અંદાજ છે, તેની કોઈ ખાતરી નથી. રોકાણકારોએ સોનામાં રોકાણ કરતાં પહેલાં બજારની સ્થિતિ અને પોતાના નાણાકીય લક્ષ્યોને ધ્યાનમાં લેવા જરૂરી છે.




