મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

Gold-Silver Rate: સોનાના ભાવમાં વધારો! સતત બીજા દિવસે સસ્તું થયા બાદ આજે ઉછાળો, ચાંદીના ભાવમાં ઘટાડો

બજારમાં અત્યારે સોના અને ચાંદીના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. સોનામાં રોકાણ કરનારા લોકો હંમેશા ભ

Gold-Silver Rate: સોનાના ભાવમાં વધારો! સતત બીજા દિવસે સસ્તું થયા બાદ આજે ઉછાળો, ચાંદીના ભાવમાં ઘટાડો

બજારમાં અત્યારે સોના અને ચાંદીના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. સોનામાં રોકાણ કરનારા લોકો હંમેશા ભાવ ઘટવાની રાહ જોતા હોય છે. જોકે, આજે શનિવારે સોનાની કિંમતમાં તેજી નોંધાઈ રહી છે.

બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,43,930 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે એક દિવસ પહેલા સોનું ₹1,43,550 પ્રતિ 10 ગ્રામ પર હતું.

આજે 22 કેરેટ સોનાના ભાવમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. બજારમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹1,31,950 પ્રતિ 10 ગ્રામ છે, જે અગાઉના દિવસે ₹1,31,600 હતો.

18 કેરેટ સોનાના ભાવમાં પણ તેજી છે. આજે 18 કેરેટ સોનાનો ભાવ ₹1,07,990 પ્રતિ 10 ગ્રામ છે, જે એક દિવસ પહેલા ₹1,07,700 હતો.

ચાંદીની કિંમત

સોનાની વિપરીત ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. 17 જાન્યુઆરીની સવારે દેશમાં ચાંદીની કિંમત ₹2,91,900 પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર ભાવ ઘટીને 90.33 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગયો છે. આ અગાઉ ચાંદીએ 93.57 ડોલરનો રેકોર્ડ હાઈ સ્પર્શ્યો હતો.

અમેરિકન વહીવટીતંત્રે ચાંદી અને અન્ય જરૂરી ધાતુઓ પર આયાત વેરો (Import Tax) લાદવાનું ટાળ્યા બાદ કિંમતોમાં ઘટાડો આવ્યો છે. જોકે, ઘરેલું બજારમાં ચાંદીની કિંમત વર્ષ 2026માં અત્યાર સુધીમાં 22.4% વધી ચુકી છે.

આ સમાચાર શેર કરો