મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

વાયદા બજારમાં હાહાકાર : ચાંદીમાં 9%નો કડાકો, સોનું પણ લપસ્યું, જાણો લેટેસ્ટ રેટ

Silver and Gold Price Crash : દેખીતી રીતે આજે સોના અને ચાંદીના બજારમાં

વાયદા બજારમાં હાહાકાર : ચાંદીમાં 9%નો કડાકો, સોનું પણ લપસ્યું, જાણો લેટેસ્ટ રેટ

Silver and Gold Price Crash : દેખીતી રીતે આજે સોના અને ચાંદીના બજારમાં મોટો કડાકો જોવા મળ્યો છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં 9% જેવો તોતિંગ ઘટાડો નોંધાયો છે, જેનાથી રોકાણકારોમાં ચિંતા પ્રસરી ગઈ છે.

ચાંદીમાં મોટું ગાબડું

MCX પર ચાંદીના ભાવમાં ₹24,196નો ઘટાડો થતા ભાવ ₹2,44,654 પર પહોંચી ગયા છે. જ્યારે સોનાના ભાવમાં ઉતાર-ચઢાવ વચ્ચે ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. એક જ દિવસમાં ચાંદી 9% જેટલી તૂટી પડતા બજારમાં ભારે હલચલ મચી ગઈ છે. ચાંદીમાં આજે વેચવાલીનું ભારે દબાણ જોવા મળ્યું છે, જેના કારણે ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે:

જૂનો બંધ ભાવ (Prev. Close): ચાંદી અગાઉ ₹2,68,850.00 પર બંધ થઈ હતી.

આજનો ઓપન ભાવ (Open): આજે બજાર ખુલતાની સાથે જ ચાંદી ₹2,58,096.00 પર ખૂલી હતી.

વર્તમાન સ્થિતિ: ચાંદી અત્યારે ₹24,196.00 (-9.00%) તૂટીને ₹2,44,654.00 પર ટ્રેડ થઈ રહી છે.

દિવસનો નીચો ભાવ (Low): ચાંદી ઘટીને ₹2,44,654.00 સુધી પહોંચી ગઈ હતી.

સોનાના ભાવની સ્થિતિ 

સોનાના ભાવમાં પણ ગઇકાલની સરખામણીએ ફેરફાર જોવા મળ્યો છે. જોકે ચાંદીની તુલનાએ આજે સોનામાં ધીમો કડાકો જોવા મળ્યો. જેના કારણે રોકાણકારોને મોટું નુકસાન નહોતું થયું. 

જૂનો બંધ ભાવ (Prev. Close): સોનું અગાઉ ₹1,53,809.00 પર બંધ થયું હતું.

આજનો ઓપન ભાવ (Open): આજે સોનું ₹1,51,948.00 ના સ્તરે ખૂલ્યું હતું.

વર્તમાન સ્થિતિ: સોનાના ભાવમાં તેજી બાદ ફરી ઘટાડો જોવા મળી રહ્યો છે, જે હાલ ₹1,51,564.00 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. જોકે આજે સોનું 148455ના નીચલા સ્તરને સ્પર્શી આવ્યું હતું. જે અંદાજે 4થી 5 હજારનો કડાકો દર્શાવે છે. 

બજારમાં કડાકાનું કારણ

સોના અને ચાંદીમાં આવેલા આ અચાનક ઘટાડા પાછળ વૈશ્વિક બજારમાં ડોલરની મજબૂતી અથવા આંતરરાષ્ટ્રીય સ્તરે બદલાતા આર્થિક સમીકરણો જવાબદાર હોઈ શકે છે. ખાસ કરીને ચાંદીમાં 9% જેવો ઘટાડો છેલ્લા ઘણા સમયનો સૌથી મોટો ઘટાડો માનવામાં આવી રહ્યો છે.

આ સમાચાર શેર કરો