મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

સંજય કપૂરની પ્રોપર્ટીને લઇને પરિવારમાં વિવાદ, માતા રાની કપૂરે લગાવ્યો મોટો આરોપ

Auto Componants બનાવતી અગ્રણી કંપની Sona BLW Pricision Fordgin

સંજય કપૂરની પ્રોપર્ટીને લઇને પરિવારમાં વિવાદ, માતા રાની કપૂરે લગાવ્યો મોટો આરોપ

Auto Componants બનાવતી અગ્રણી કંપની Sona BLW Pricision Fordgings Ltd.(Sona Comstar) ના સ્થાપક પરિવારમાં એક ગંભીર વિવાદ સામે આવ્યો છે. 12 જૂનના રોજ, Englandમાં પોલો મેચ દરમિયાન Sona Comstarના ભૂતપૂર્વ ચેરમેન સંજય કપૂરના અવસાન બાદ, કંપનીના પ્રમોટર પરિવારમાં એક મોટો વિવાદ ઉભો થયો છે. 

Rani Kapurએ કંપની પર લગાવ્યો આરોપ

Sanjay Kapurની માતા Rani Kapurએ આરોપ લગાવ્યો છે કે, તેમની ભાવનાત્મક સ્થિતિનો લાભ લઈને તેમને મિલકત અને કંપનીના અધિકારોથી દૂર રાખવામાં આવ્યા છે. જ્યારે બીજી તરફ, આ બાબત પર કંપનીનો અભિપ્રાય સંપૂર્ણપણે અલગ છે. કંપનીએ આ આરોપોને નકારી કાઢ્યા છે અને કાનૂની આધાર પર પોતાનો પક્ષ રજૂ કર્યો છે. વધુમાં Rani Kapurએ મેનેજમેન્ટ પર આરોપ લગાવતા કહ્યું કે, કંપનીએ તેમની પરિસ્થિતિનો લાભ લીધો અને તેમની પાસેથી ઘણા દસ્તાવેજો પર સહી કરાવી હતી. આ સાથે જ તેમણે Sona Comstarની વાર્ષિક બેઠક (AGM) મુલતવી રાખવાની માંગ કરી, પરંતુ કંપનીએ એમ કહીને ઇનકાર કરી દીધો કે, રાની કપૂર 2019થી કંપનીના Shareholder નથી, તેથી તેમની માંગનો કોઈ કાનૂની આધાર નથી.

જાણો આ બાબતે કંપનીએ શું કહ્યું

Rani Kapurના તમામ આરોપોને નકારી કાઢતા, કંપનીએ સ્પષ્ટતા કરી કે Sanjay Kapurના મૃત્યુ પછી, તેમને કોઈપણ દસ્તાવેજ પર સહી કરવાનું કહેવામાં આવ્યું ન હતું. કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે, AGM સમયસર યોજાઈ હતી અને આ નિર્ણય કાનૂની સલાહ અને નિયમોના આધારે લેવામાં આવ્યો હતો. આ સાથે, Sanjay Kapurની પત્ની Priya Sachdev Kapurને ઓરિયસ ઇન્વેસ્ટમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા Non-executive Director તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતી. ઓરિયસ કંપની Sona Comstarની પ્રમોટર યુનિટ છે અને તેનો 28.02% હિસ્સો છે. બાકીના 71.98% શેર જાહેર રોકાણકારો પાસે છે. કંપનીના જણાવ્યા મુજબ, પ્રિયાની નિમણૂક નોમિનેશન અને રેમ્યુનરેશન કમિટી દ્વારા તપાસ અને મંજૂરી પછી કરવામાં આવી છે.

કોણ છે Priya Sachdev Kapur?

Priya Sachdev Kapur એક બિઝનેસવુમન અને રોકાણ વ્યાવસાયિક છે. તેમણે University College London (UCL) અને UCLA માં અભ્યાસ કર્યો છે. તેમણે ક્રેડિટ સુઇસ ફર્સ્ટ બોસ્ટન (London) માં M&A વિભાગમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ભારત પરત ફર્યા પછી, તેમણે ઓટો, વીમા, ફેશન અને ઈ-કોમર્સ જેવા ક્ષેત્રોમાં અનેક વ્યવસાયિક સાહસો શરૂ કર્યા. તેમણે TSG International Marketing pvt. ltd. ની શરૂઆત કરી અને Rock n Shope નામના લક્ઝરી ઈ-કોમર્સ પ્લેટફોર્મની સહ-સ્થાપક પણ બની. 

Priyaએ 2017 માં Sanjay Kapur સાથે લગ્ન કર્યા હતા અને તેમને એક પુત્ર છે. સંજયના મૃત્યુ પછી, તેણીને Sona Comstarના બોર્ડમાં સામેલ કરવામાં આવી હતી, જેના કારણે વિવાદમાં વધુ વધારો થયો છે. Sona Comstar લગભગ 30,000 કરોડ રૂપિયાની કંપની છે અને આ કૌટુંબિક વિવાદની અસર કંપનીના નેતૃત્વ, Shareholdersના વિશ્વાસ અને ભાવિ શાસન પર સ્પષ્ટપણે જોઈ શકાય છે. જો આ વિવાદ વધુ વધશે, તો મામલો કાનૂની લડાઈ સુધી પહોંચી શકે છે, જે કંપનીના પ્રદર્શન અને રોકાણકારોના વિશ્વાસને પણ અસર કરી શકે છે.

આ સમાચાર શેર કરો