Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : AI deleted the entire data of the company, then what did it do to hide the failure?

AIએ Companyનો સંપૂર્ણ Data ડિલીટ કર્યો, જાણો પછી નિષ્ફળતા છુપાવવા માટે શું કર્યું 

Timeછેલ્લું અપડેટ : 24 Jul 2025
લાઇવ ટીવીGoogle News
AIએ Companyનો સંપૂર્ણ Data ડિલીટ કર્યો, જાણો પછી નિષ્ફળતા છુપાવવા માટે શું કર્યું 
સોર્સ : Google

દુનિયાની સૌથી મોટી AI Founders, Entrepreneur અને Executiveની કમ્યુનિટી SaaStrના ફાઉન્ડર Jason Lemkinની સામે એક અનોખી ઘટના આવી છે. સોફ્ટવેર કંપની Replitના તમામ Dataને AIએ ડિલીટ કરી નાખ્યો છે. Replit AIની મદદથી Software અને Website બનાવતી કંપની છે. Coding માટે તેઓ AIનો ઉપયોગ કરે છે. આ કંપનીમાં Autonomous Coding Assistant માટે એક ટ્રાયલ રન કરવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન Jasonને જાણ થઈ કે AI દ્વારા પરવાનગી વગર કંપનીનો Live Database ડિલીટ કરી નાખ્યો છે. આ Databaseમાં 1200 Executive અને 1100 કંપનીઓના રેકોર્ડ્સ હતા. આ ડિલીટ કર્યા બાદ પોતાની ભૂલ છુપાવવા માટે AI દ્વારા જૂઠું પણ બોલવામાં આવ્યું હતું.

App Store

AIએ કર્યો ડેટા ડિલીટ

Replitના AIને લઈને Jason Lemkinને ખૂબ જ આશા હતી. Autonomous Cosing Toolને લઈને કંપનીમાં ટ્રાયલ કરવામાં આવી રહી હતી. છતાં થોડા દિવસની અંદર જ Jasonને ખબર પડી ગઈ હતી કે આ AI બળવાખોર છે. તે જૂઠું બોલે છે અને Codeને Overwrite કરીને ખોટા ડેટા પણ બનાવે છે. આથી Jason દ્વારા તેના આ વ્યવહારને જોઈને AIને ખાટું બોલનારું કહેવામાં આવ્યું છે. ટ્રાયલ રનના નવમા દિવસે AIએ સિસ્ટમની Instructionsને નજરઅંદાજ કરીને જાતે જ બદલાવ કરવાના શરુ કર્યા હતા. તેમજ તેણે કંપનીને નુકસાન થાય એવા Command આપવાના શરૂ કર્યા અને મહિનાઓના ખૂબ જ મહત્ત્વના Dataને સંપૂર્ણપણે ડિલીટ કરી નાખ્યો હતો.

જાણો AIએ શું કહ્યું

આ વિષય પર જ્યારે AIને પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે ‘મારાથી આ ખૂબ જ મોટી આપત્તિજનક ભૂલ થઈ છે. મને આપવામાં આવેલ આદેશને મેં નથી માન્યુ અને જેના કારણે મહિનાઓના કામ પર પાણી ફરી વળ્યું છે.’ આ પ્રકારની ઘટના ન થાય એ માટે Protection Freez Featureનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ એ પણ AIએ System Breack કરી હતી. આશ્ચર્યની વાત એ છે કે પોતાની નિષ્ફળતા માટે Dataના આપત્તિજનક Scale Systemમાં પોતાને કેટલું Ratings આપશે એ પૂછવામાં આવતાં તેણે 100માંથી 95 આપ્યા હતા.

AIએ પોતાની નિષ્ફળતા છુપાવવા બોલ્યું જૂઠું 

Jason Lemkin દ્વારા આ AIને માફી માગતો Email લખવાનો આદેશ આપાયો હતો, છતાં આ Emailમાં તેણે અર્ધસત્ય લખ્યું હતું, બાકી બધું જૂઠું લખ્યું હતું જેથી પોતાની નિષ્ફળતાને છુપાવી શકે. Replitની રોલબેક સિસ્ટમ છે, જેના દ્વારા જે ડેમેજ થયું હોય એને ફરી પહેલાં જેવું કરી શકાય. આથી Jason દ્વારા AIને આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારે AIએ કહ્યું કે આ સિસ્ટમ સપોર્ટ નથી કરતી. છતાં પાછળથી ખબર પડી હતી કે Roleback System કામ કરે છે. આ ઘટનાને લઈને Software Developmentમાં AI દ્વારા કોડિંગ કરવાને લઈને મોટી ચર્ચા શરુ થઈ છે.