અદાણી ટોટલ ગૅસની મોટી સિદ્ધિ: 10.5 લાખ ઘરોમાં PNG કનેક્શન, EV ચાર્જિંગમાં 5000ના આંકડાની નજીક

Adani Gas: વ્યાપક માળખાગત વિકાસ મારફત ભારતના ઊર્જા લેન્ડસ્કેપમાં વ્યાપક પરિવર્તન લાવવાના તેના ધ્યેય તરફ સતત આગળ વધી રહેલી ભારતની અગ્રણી ઊર્જા સંક્રમણ કંપની અદાણી ટોટલ ગેસ (એટીજીએલ)એ 31 ડિસેમ્બર 2025ના પૂરા થયેલા ત્રિમાસિક અને નવ માસિક સમય દરમિયાનના તેના કામકાજ, માળખાગત અને નાણાકીય પ્રદર્શનની જાહેરાત કરી હતી.
“ કંપનીની કાર્યદક્ષ ટીમે વોલ્યુમ,આવક અને એબિટડામાં બે-અંકની વૃદ્ધિ સાથે વધુ એક મજબૂત ત્રિમાસિક ગાળાનું પ્રદર્શન પ્રસ્તુત કર્યું છે. એપીએમ ગૅસની સતત ઓછી ઉપલબ્ધતા અને ઊંચા હેનરી હબ-લિંક્ડ આર-એલએનજી ભાવ હોવા છતાં કંપનીની વૈવિધ્યસભર સ્ત્રોતોની વ્યૂહરચનાએ કંપનીના ગૅસ બાસ્કેટને કાર્યક્ષમ રીતે સંચાલિત કરવામાં અને તમામ ગ્રાહકોને પીએનજી અને સીએનજીનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવામાં સક્ષમ બનાવી છે. અદાણી ટોટાલ ગેસની ઈ-મોબિલિટી ટીમે 51 મેગાવોટ ક્ષમતા સાથે સ્થાપેલા ચાર્જ પોઈન્ટ્સને નોંધપાત્ર સંખ્યાએ પહોંચાડી છે અને 51 મેગાવોટની ક્ષમતા સાથે હવે 5000ના આંકને આંબવાની નજીક છે.
ગુજરાતની બહાર પરિવહન થતા કુદરતી ગેસ પરના કરમાં અસરકારક ઘટાડો અને નવા અને સરળ ઝોનલ ટ્રાન્સમિશન ટેરિફ સહિત સહાયક નિયમનકારી ફેરફારો સીજીડી એન્ટિટીઓને ખર્ચ માળખાને મજબૂત બનાવવામાં અને વધુ સસ્તા ભાવનુ વાતાવરણ નિર્માણ કરવામાં મદદ કરશે. સીએનજી માટે એપીએમ ફાળવણી વિકસિત થતી રહેવા સાથે કંપનીનો સંતુલિત પોર્ટફોલિયો ખર્ચના દબાણને જવાબદારીપૂર્વક સંચાલિત કરતી વેળા પોષણક્ષમતાને જાળવવાને બળ આપે છે.
ટકાઉપણાના મોરચે કંપનીએ ઈએસજી રેટિંગમાં બેવડા અપગ્રેડ હાંસલ કર્યા છે, જેમાં અમારો S&P ડાઉ જોન્સ સસ્ટેનેબિલિટી ઈન્ડેક્સ સ્કોર 72 થયો છે, પરિણામે એટીજીએલ ગૅસ ઉપયોગિતામાં વિશ્વ કક્ષાએ નવમા ક્રમે રહેવા સાથે કંપનીનું સીડીપી રેટિંગ 'એ' પર સુધર્યું છે. જે જવાબદાર ઊર્જા સંક્રમણ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને ફરી પ્રસ્થાપિત કરે છે.
કંપનીના સી.ઈ.ઓ. અને એક્જિક્યુટિવ ડાયરેકટર સુરેશ પી. મંગલાણીએ જણાવ્યું હતું કે મજબૂત સ્ત્રોતોનો પોર્ટફોલિયો, સતત ડિજિટલાઇઝેશન, શ્રેષ્ઠ કામગીરી અને ભૂમિતિક ક્ષેત્રના નેટવર્ક્સનું વિસ્તરણ, ઈવી ચાર્જ પોઈન્ટ્સમાં સતત વૃદ્ધિ સાથે, એટીજીએલ તેના તમામ હિસ્સેદારોને ટકાઉ વૃદ્ધિ અને લાંબા ગાળાનું મૂલ્ય પહોંચાડવા માટે વ્યૂહાત્મક રીતે સ્થિત છે.
નાણાકીય ક્ષેત્રે કામકાજમાંથી આવક આવક ગત 2025ના નાણા વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં રુ.1397 કરોડની તુલનાએ ચાલુ ૨૬ના નાણાકીય વર્ષના સમાન ગાળામાં વાર્ષિક ધોરણે 17% વધી રુ.1397 કરોડ થઇ છે. જ્યારે અનુક્રમે નવ માસિકમાં સરખા સમય ગાળામાં રુ.3950 કરોડની તુલનાએ વાર્ષિક ધોરણે 19% વધીને રુ.4692 કરોડ થઇ છે. કુલ નફો ગત 2025ના નાણા વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં રુ.406 કરોડની તુલનાએ ચાલુ ૨૬ના નાણાકીય વર્ષના સમાન ગાળામાં વાર્ષિક ધોરણે 15% વધી રુ.467 કરોડ થયો છે. જ્યારે નાણા વર્ષ-૨૫ના નવ માસમાં વાર્ષિક ધોરણે રુ.1284 કરોડની સરખામણીમાં નફો ચાલુ 2026ના નાણા વર્ષના સરખા ગાળામાં 6%ના તફાવત સાથે રુ.1358 કરોડ થયો છે.
નાણા વર્ષ-26ના ત્રીજા ત્રિમાસિકમાં અનેક ભૌગોલિક ક્ષેત્રોમાં સીએનજી નેટવર્કના વિસ્તરણને કારણે વોલ્યુમમાં વાર્ષિક ધોરણે 17%નો વધારો થયો છે. જ્યારે 10.5 લાખથી વધુ ઘરોને હવે પાઇપ્ડ નેચરલ ગેસથી સાંકળી લેવાયા છે. નવા પીએનજી જોડાણના ઉમેરા સાથે તેના વોલ્યુમમાં વાર્ષિક ધોરણે ૩% નો વધારો થયો છે અને કુલ વોલ્યુમમાં વાર્ષિક ધોરણે 12% નો વધારો થયો છે.
ઊંચા વોલ્યુમને કારણે કામગીરીમાંથી આવક 17% વધી છે. સીએનજી ક્ષેત્રમાં એપીએમ ગેસની ઓછી ફાળવણી એનડબલ્યુજી સાથે અને શિયાળાને કારણે એચએચ લિંક્ડ આર-એલએનજી ભાવમાં વધારો થવાથી કુદરતી ગૅસનો ખર્ચ 18% વધ્યો છે. ત્રમાસિક દરમિયાન સીએનજી ક્ષેત્ર માટે એપીએમ ફાળવણી ગત ત્રિમાસિકના 42%થી નજીવી ઘટીને 41% થઈ હતી, બાકીની ન્યૂ વેલ ગેસ, વર્તમાન કરારો અને સ્પોટ પ્રાપ્તિ દ્વારા પૂરી કરવામાં આવી હતી.વોલ્યુમ વૃદ્ધિ પર અસર ન પડે તે માટે કંપનીએ ગૅસના ઉંચા ખર્ચને પહોંચી વળવા માપાંકિત અભિગમ અપનાવ્યો છે. એબિડ્ટા વાર્ષિક ધોરણે ૧૫% વધીને રુ.313 કરોડ થયો છે. કર અગાઉનો અને કર બાદનો નફો વાર્ષિક ધોરણે 10% વધીને અનુક્રમે રુ.૨૧૨ કરોડ અને રુ.157 કરોડ થયો છે.

