મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

Adani: અદાણી એન્ટરપ્રાઇઝનો,હિસ્સાના વેચાણથી નફો વધ્યો

અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝે મંગળવારે ચાર નવેમ્બરે ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસ

Adani: અદાણી એન્ટરપ્રાઇઝનો,હિસ્સાના વેચાણથી નફો વધ્યો

અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝે મંગળવારે ચાર નવેમ્બરે ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ સપ્ટેમ્બરમાં ચોખ્ખો નફો 83.7 ટકા વધીને રૂ. 3,198 કરોડ નોંધાવ્યો હતો, જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં રૂ. 1,741.75 કરોડ હતો.

હિસ્સાના વેચાણથી નફો વધ્યો

અદાણી એન્ટરપ્રાઇઝે એક નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે તેના ત્રિમાસિક નફામાં અદાણી વિલ્મર લિમિટેડમાં આંશિક હિસ્સાના વેચાણથી ₹2,968.72 કરોડ (કર પછી ₹2,455.57 કરોડ) નો અપવાદરૂપ ફાયદો શામેલ છે. આ ઉપરાંત, અદાણી સિમેન્ટેશન લિમિટેડના અંબુજા સિમેન્ટ્સ લિમિટેડ સાથેના મર્જરથી 614.56 કરોડ રૂપિયાનો નફો પણ ઉમેરાયો છે.
નાણાકીય વર્ષ 2025-26 ના બીજા ક્વાર્ટરમાં અદાણી એન્ટરપ્રાઇઝની કામગીરીમાંથી આવક રૂ. 21,248.51 કરોડ રહી, જે વાર્ષિક ધોરણે 6 ટકા અને પાછલા ક્વાર્ટર કરતા 3.3 ટકા ઓછી છે.

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, "એરપોર્ટ, ડેટા સેન્ટર અને રોડ સેગમેન્ટમાં અમારું મજબૂત પ્રદર્શન અમારા મુખ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પોર્ટફોલિયોની ગતિને પ્રતિબિંબિત કરે છે. ગૂગલ સાથેની અમારી ભાગીદારી ભારતનું સૌથી મોટું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઇ) ડેટા સેન્ટર બનાવી રહી છે." સાથે જ ગ્રીન એનર્જી સેક્ટરમાં ઝડપી પ્રગતિ થઇ રહી છે.  આ પ્રયાસો દ્વારા, અદાણી એન્ટરપ્રાઇઝિસ ભારતને ટકાઉ અને ટેકનોલોજી-સંચાલિત ભવિષ્ય તરફ ઝડપથી આગળ વધારી રહી છે.

આ દરમિયાન, અદાણી એન્ટરપ્રાઇઝિસના શેર બીએસઇ પર 2.05 ટકા અથવા 50.65 રૂપિયા ઘટીને 2418.90 રૂપિયા પર બંધ થયા હતાં. 

આ સમાચાર શેર કરો