Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Adani Group: Market cap of 10 shares of Adani Group crosses Rs 15 lakh crore - what are the reasons?

 Adani Group: અદાણી ગૃપના 10 શેરનું માર્કેટ કેપ રૂપિયા 15 લાખ કરોડને પાર - શું છે કારણો ?

Timeછેલ્લું અપડેટ : 22 Sept 2025
લાઇવ ટીવીGoogle News
 Adani Group: અદાણી ગૃપના 10 શેરનું માર્કેટ કેપ રૂપિયા 15 લાખ કરોડને પાર - શું છે કારણો ?
સોર્સ : GSTV

Adani Group: અદાણી ગૃપના 10 શેરનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન માત્ર બે ટ્રેડિંગ સત્રમાં 1.7 લાખ કરોડ રૂપિયા વધીને 15 લાખ કરોડ રૂપિયાને પાર થઈ ગયું છે.

App Store

સોમવારે અદાણી ગૃપના શેરમાં જોરદાર તેજી જોવા મળી. અદાણી પાવરના શેરમાં 19 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો, જ્યારે અદાણી ગ્રીન 11 ટકાથી વધુના વધારા સાથે બંધ થયો. આ સાથે અદાણી ગૃપના દસ શેરોનું માર્કેટ કેપિટલાઇઝેશન માત્ર બે કારોબારી સત્રમાં રૂ. 1.7 લાખ કરોડથી વધીને 15 લાખ કરોડની પાર પહોંચી ગયું. ગૃપના શેરમાં તેજી થાય તે પહેલાં, બજાર નિયમનકાર સેબીએ હિંડનબર્ગ કેસમાં ગૌતમ અદાણીને ક્લીનચીટ પણ આપી હતી.

શેરમાં તેજીના કારણો શું છે?

અદાણી પાવરના શેરમાં છેલ્લા બે ટ્રેડિંગ સત્રોમાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો, જેમાં 35%નો વધારો થયો. સેબી દ્વારા માર્કેટ મેનિપ્યુલેશનના આરોપોને ફગાવી દેવા અને 1:5 સ્ટોક સ્પ્લિટ વચ્ચે મોર્ગન સ્ટેનલીએ શેર પર ઓવરવેઇટ રેટિંગ જાળવી રાખ્યું હતું.

એક્સ-બોનસ ટ્રેડિંગ શરૂ થતાં જ અદાણી પાવરના શેર દિવસભરમાં 20 ટકાની ઉપરની સર્કિટ પર પહોંચી ગયા હતા. અદાણી ટોટલ ગૅસ આ સમયગાળાનો બીજો સૌથી મોટો ગેઇનર હતો, જે આજે 19 ટકા વધ્યો હતો, જેનાથી તેનો કુલ બે દિવસનો વધારો લગભગ 27 ટકા થયો હતો.

મોર્ગન સ્ટેનલીનું ઓવરવેઈટ રેટિંગ

અદાણી ગ્રીન એનર્જી અને અદાણી એનર્જી સોલ્યુશન્સના શેરમાં પણ લગભગ 12%નો વધારો જોવા મળ્યો. અદાણી પાવર માટે સૌથી મોટું ટ્રિગર મોર્ગન સ્ટેનલી તરફથી આવ્યું હતું, જેણે ગયા અઠવાડિયે કંપનીને ઓવરવેઇટ રેટિંગ અને પ્રતિ શેર રૂ. 818નો ભાવ લક્ષ્યાંક આપ્યો હતો.

બ્રોકરેજ અદાણી પાવરને ભારતના સૌથી મોટા ખાનગી કોલસા આધારિત સ્વતંત્ર વીજ ઉત્પાદક તરીકે સૂચિબદ્ધ કરે છે, જેની કાર્યકારી ક્ષમતા 18.15 ગીગાવોટ છે. વધુમાં, કંપનીની ક્ષમતા નાણાકીય વર્ષ 2032 સુધીમાં લગભગ અઢી ગણી વધીને 41.9 ગીગાવોટ થવાનો અંદાજ છે.