ભૂલથી પણ આ જગ્યાએ ઇન્સ્ટોલ ન કરો WiFi Router, ઓછી થઈ જાય છે ઈન્ટરનેટની સ્પીડ
જો WiFi રાઉટર યોગ્ય જગ્યાએ ઇન્સ્ટોલ નથી કરેલું, તો ઈન્ટરનેટની સ્પીડ ઘટી શકે છે. આને કારણે, તમારું કામ

જો WiFi રાઉટર યોગ્ય જગ્યાએ ઇન્સ્ટોલ નથી કરેલું, તો ઈન્ટરનેટની સ્પીડ ઘટી શકે છે. આને કારણે, તમારું કામ અધવચ્ચે જ અટકી શકે છે, જે તમે ક્યારેય ઇચ્છતા નથી. જો તમે આ સમસ્યાથી બચવા માંગતા હોવ તો આજે અમે તમને કેટલીક એવી જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં તમારે વાઈફાઈ રાઉટર ઇન્સ્ટોલ ન કરવું જોઈએ.
ભૂલથી પણ આ જગ્યાઓ પર WiFi ઇન્સ્ટોલ ન કરો
ગ્રાઉન્ડ ફ્લોર પર
જો તમારું ઘર બહુમાળી છે તો તમારે ફક્ત વચ્ચેના માળે વાઈફાઈ ઇન્સ્ટોલ કરવાનો પ્રયાસ કરવો જોઈએ અને તેનું કારણ એ છે કે તે ઉપર અને નીચેના બંને માળ પર ઈન્ટરનેટ કનેક્ટિવિટી પ્રદાન કરે છે જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર વાઈફાઈ ઇન્સ્ટોલ કરવાથી ઈન્ટરનેટ કનેક્ટિવિટી એક કે બે માલ સુધી જ મળશે.
સ્ટૂલ અથવા ટેબલ પર
ઘણા ઘરોમાં જોવા મળે છે કે વાઈફાઈ રાઉટર સ્ટૂલ અથવા ટેબલ પર રાખવામાં આવે છે, જેના કારણે ઈન્ટરનેટ રેન્જ પ્રભાવિત થાય છે. વાઈફાઈ રાઉટર હંમેશા અમુક ઊંચાઈ પર ઇન્સ્ટોલ કરવું જોઈએ, આ દરેક જગ્યાએ સમાન રેન્જ પ્રદાન કરે છે અને ઈન્ટરનેટ કનેક્ટિવિટી સારી રહે છે.
બંધ રૂમમાં
જો તમે ઘરના બંધ રૂમમાં તમારું વાઈફાઈ રાઉટર ઇન્સ્ટોલ કર્યું છે, તો એવી પ્રબળ સંભાવના છે કે આખા ઘરમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી ન મળે, બંધ રૂમમાં ઈન્ટરનેટની રેન્જ પ્રભાવિત થાય છે.
કવર કરીને ન રાખો
જો તમે તમારું વાઈફાઈ રાઉટરઈન્સ્ટોલ કરીને તેને કોઈ વસ્તુથી કવર કરી ડો છો, તો તેના કારણે વાઈફાઈની રેંજ બગડી જાય છે. તેથી તમારે તેને કવર કરીને રાખવાનું ટાળવું જોઈએ.








