https://www.gstv.in/why-is-the-smartphone-camera-on-the-left-side/
પહેલા મોબાઈલ ફોનનો ઉપયોગ દૂર બેઠેલા પ્રિયજનો સાથે વાત કરવા માટે થતો હતો, પરંતુ હવે

પહેલા મોબાઈલ ફોનનો ઉપયોગ દૂર બેઠેલા પ્રિયજનો સાથે વાત કરવા માટે થતો હતો, પરંતુ હવે મોબાઈલ ફોન એકદમ એડવાન્સ થઈ ગયો છે અને લોકોના જીવનનો એક અભિન્ન ભાગ બની ગયો છે. આપણા અનેક કાર્યો હવે મોબાઈલ ફોનની મદદથી મિનિટોમાં પૂર્ણ થઈ જાય છે. મહત્ત્વપૂર્ણ કાર્યો કરવા સાથે મોબાઈલ મનોરંજનનું સાધન પણ બની ગયું છે. આપણે તેમાં વીડિયો જોઈ શકીએ છીએ અને કેમેરાની મદદથી આપણી યાદગાર પળોને ફોટા કે વીડિયોમાં કેદ કરી શકીએ છીએ. શું તમે ક્યારેય વિચાર્યું છે કે સ્માર્ટફોનનો કેમેરો જમણી બાજુ કેમ નથી હોતો? આજે અમે તમને તેની પાછળનું કારણ જણાવીશું.
ફોનમાં કેમેરા
શરૂઆતમાં મોટાભાગના લોકો પાસે નાના ફોન હતા, પછી ધીમે-ધીમે સ્માર્ટફોન માર્કેટમાં આવ્યા. આ ફોન્સમાં કેમેરા મધ્યમાં હતો. પરંતુ પછી ધીમે ધીમે તમામ કંપનીઓએ કેમેરાને મોબાઈલની ડાબી બાજુએ શિફ્ટ કરી દીધા. પણ સવાલ એ છે કે આવું કેમ કરવામાં આવ્યું? જાણો શું હતું તેની પાછળનું કારણ.
આઇફોને કરી હતી શરૂઆત
જાણકારી અનુસાર, iPhone એ સૌથી પહેલા ડાબી બાજુએ કેમેરા આપવાનું શરૂ કર્યું હતું. આ પછી, ધીમે ધીમે મોટાભાગની કંપનીઓએ આ જ પેટર્ન અપનાવી અને કેમેરાને ફોનની ડાબી બાજુએ શિફ્ટ કરી દીધા. કેમેરાને ડાબી બાજુએ મૂકવો એ કોઈ ડિઝાઇન નથી, પરંતુ તેની પાછળનું કારણ ખૂબ જ રસપ્રદ છે.
ડાબી બાજુના કેમેરાનું કારણ
દુનિયામાં મોટાભાગના લોકો મોબાઈલનો ઉપયોગ ડાબા હાથથી કરે છે. આવી સ્થિતિમાં, મોબાઇલની પાછળ અને ડાબી બાજુએ લગાવેલા કેમેરાથી ફોટા લેવા અથવા વીડિયો શૂટ કરવાનું સરળ છે. આ સિવાય મોબાઈલને ફેરવીને લેન્ડસ્કેપ મોડમાં ફોટો લેવાનો હોય ત્યારે મોબાઈલનો કેમેરો ઉપરની તરફ રહે છે, જેના કારણે લેન્ડસ્કેપ મોડમાં પણ ફોટો સરળતાથી લઈ શકાય છે. આ કારણોસર, મોબાઇલમાં કેમેરા ડાબી બાજુ મૂકવામાં આવે છે.








