Ferrato Disruptor ઇલેક્ટ્રીક બાઇક: 25 પૈસા પ્રતિ કિલોમીટર ચાલતી આ બાઇક ભારતમાં થશે લોન્ચ
Ferrato Disruptor ઇલેક્ટ્રીક બાઇક: આવતીકાલે એટલે કે 2જી મેના રોજ, Okaya EV તેની પ્રીમિયમ બ્રાન્ડ 'Ferrato' હેઠળ

Ferrato Disruptor ઇલેક્ટ્રીક બાઇક: આવતીકાલે એટલે કે 2જી મેના રોજ, Okaya EV તેની પ્રીમિયમ બ્રાન્ડ 'Ferrato' હેઠળ નવી ઇલેક્ટ્રિક બાઇક Ferrato Disruptor લોન્ચ કરશે. આ બાઇકની ડિઝાઇનની કેટલીક ઝલક જોવા મળી છે જેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જો કિંમત યોગ્ય રાખવામાં આવે તો તે પેટ્રોલથી ચાલતી બાઇકને જોરદાર સ્પર્ધા આપી શકે છે.
તેની રનિંગ કોસ્ટ ઘણી ઓછી છે અને રેન્જ સારી હોવાનું કહેવાય છે. તે હાઇ સ્પીડ ઇલેક્ટ્રિક બાઇકના રૂપમાં આવશે. તેનું પ્રી-બુકિંગ માત્ર 500 રૂપિયામાં શરૂ થયું છે. બુકિંગ માટે તમારે કંપનીની વેબસાઈટ પર જવું પડશે.
25 પૈસા પ્રતિ કિમી ચાલશે
કંપનીનો દાવો છે કે નવી Farrato Disruptor ઇલેક્ટ્રીક બાઇકની રનિંગ કોસ્ટ પ્રતિ કિલોમીટર માત્ર 25 પૈસા છે. તેમાં 3.97 kWh LFP બેટરી છે, જે ફુલ ચાર્જ થવા પર 129km ચાલશે. તેની ટોપ સ્પીડ 95kmph હશે. આ બાઇક 6.37 kWનો પાવર અને 228 Nmનો ટોર્ક જનરેટ કરશે.
સ્પોર્ટી ડિઝાઇન
આ નવી ઇલેક્ટ્રિક બાઇકની ડિઝાઇન ખૂબ જ સ્પોર્ટી છે. તેમાં સંપૂર્ણ ડિજિટલ સ્પીડોમીટર હશે. આ બાઇકને રોજિંદા ઉપયોગ માટે ડિઝાઇન કરવામાં આવી છે. તેમાં એડવાન્સ બ્રેકિંગ સિસ્ટમ, બેસ્ટ ક્વોલોટી સસ્પેન્શન, આરામદાયક બેઠક, સ્માર્ટ કનેક્ટિવિટી ફીચર્સ સામેલ કરવામાં આવ્યા છે. કંપની અનુસાર, આ ઇલેક્ટ્રિક બાઇકમાં જબરદસ્ત પાવર, અત્યાધુનિક ડિઝાઇન અને એડવાન્સ ટેક્નોલોજી જેવા ફીચર્સ છે.
સારી બ્રેકિંગ
આ નવી ઈલેક્ટ્રિક બાઇક Ferrato Disruptorની મસ્ક્યુલર ટાંકી તેને સ્પોર્ટી લુક આપવામાં મદદ કરે છે. તેમાં આગળના ભાગમાં પરંપરાગત ટેલિસ્કોપિક ફોર્ક અને પાછળના ભાગમાં મોનો-શોક યુનિટ હશે. ABS સાથે ડિસ્ક બ્રેક બાઇકના બંને વ્હીલમાં ઉપલબ્ધ હશે. મતલબ કે આ બાઇક ખરાબ રસ્તાઓ પર સરળતાથી મુસાફરી કરી શકે છે અને તેમાં શાનદાર બ્રેક આપવામાં આવ્યા છે.








