મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

હવે કોઈનું સ્ટેટસ મિસ નહીં થાય! WhatsApp લાવી રહ્યું છે વધુ એક શાનદાર ફીચર

WhatsApp પર એક પછી એક અદ્ભુત ફીચર્સ જોવા મળી રહ્યા છે. ફરી એકવાર WhatsApp તેના નવા ફીચર સાથે દેખાવા જઈ રહ્યું છે. આ ફીચ

હવે કોઈનું સ્ટેટસ મિસ નહીં થાય! WhatsApp લાવી રહ્યું છે વધુ એક શાનદાર ફીચર

WhatsApp પર એક પછી એક અદ્ભુત ફીચર્સ જોવા મળી રહ્યા છે. ફરી એકવાર WhatsApp તેના નવા ફીચર સાથે દેખાવા જઈ રહ્યું છે. આ ફીચર સ્ટેટસ અપડેટ્સ સાથે સંબંધિત છે, જેના માટે યુઝર્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. જાણકારી અનુસાર, આ ફીચરમાં કંપની હવે યુઝર્સને કોઈપણ કોન્ટેક્ટના અનસીન અપડેટની સૂચના આપશે.

દર વખતની જેમ આ વખતે પણ WABetainfo એ ફીચર વિશે માહિતી આપતા તેનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. આ અપડેટ WhatsApp બીટા ફોર Androidના 2.24.8.13 વર્ઝનમાં જોવામાં મળ્યું છે. તે ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. સ્ક્રીનશોટમાં સ્પષ્ટપણે બતાવવામાં આવ્યું છે કે કોઈ કોન્ટેક્ટના અનસીન અપડેટનું નોટિફિકેશન યુઝરને આવશે. આ ફીચરની ખૂબ ચર્ચા થઈ રહી છે. એવું પણ માનવામાં આવે છે કે આ WhatsApp સ્ટેટસ ટેગનો એક ભાગ છે.

અગાઉ, એક નવા ફીચર વિશે માહિતી આપવામાં આવી હતી કે ટૂંક સમયમાં જ WhatsApp યુઝર્સ તેમની સ્ટોરી અથવા સ્ટેટસમાં કોન્ટેક્ટ એડ કરી શકશે. ઉદાહરણ તરીકે, જો તમે કોઈની સાથે સ્ટેટસ પોસ્ટ કરી રહ્યા છો, તો તમે તે વ્યક્તિને તમારા સ્ટેટસ પર ટેગ પણ કરી શકો છો. આ ફીચર બિલકુલ એવું જ હશે જે પહેલાથી ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં છે. તમે તમારા સ્ટેટસમાં જેને પણ ટેગ કરશો, તે વ્યક્તિને પણ નોટિફિકેશન મળશે.

ફીચરમાં કસ્ટમાઇઝેશન ઓપ્શન મળી શકે છે

એવું માનવામાં આવે છે કે નવું સ્ટેટસ અપડેટ નોટિફિકેશન ફીચર યુઝરને સ્ટેટસ અપડેટમાં ટેગ થવા પર તેની જાણ કરશે. કંપની સ્ટેટસ અપડેટ નોટિફિકેશન માટે કસ્ટમાઇઝેશન પણ આપી શકે છે, જેમાં યુઝર્સ એવા કોન્ટેક્ટ્સને પસંદ કરી શકશે કે જેના સ્ટેટસ અપડેટ નોટિફિકેશન તેઓ મેળવવા માંગે છે.

આ સમાચાર શેર કરો