એન્ડ્રોઈડ પછી iPhone પર પણ આવી રહ્યું છે WhatsAppનું નવું ફીચર, હવે આ કામ નહીં કરી શકે યુઝર્સ
WhatsApp પર પ્રાઈવસીને લઈને સતત નવા પગલા લેવામાં આવી રહ્યા છે અને હવે કંપની વધુ એક મહત્ત્વપૂર્ણ ફીચર તૈયાર કરી રહી છ

WhatsApp પર પ્રાઈવસીને લઈને સતત નવા પગલા લેવામાં આવી રહ્યા છે અને હવે કંપની વધુ એક મહત્ત્વપૂર્ણ ફીચર તૈયાર કરી રહી છે. માહિતી મળી હતી કે કંપની ફેબ્રુઆરીથી સ્ક્રીનશોટ્સને બ્લોક કરવાના ફીચર પર કામ કરી રહી છે, અને હવે તેને iOS માટે રજૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. WABetaInfo તરફથી મળેલી માહિતી અનુસાર, WhatsAppના iOS યુઝર્સ માટે પ્રોફાઈલ ફોટોના સ્ક્રીનશોટ બ્લોક કરવાનું ફીચર પણ આવી રહ્યું છે.
WABetaInfo અહેવાલ આપે છે કે iOS માટે WhatsAppના બીટા પ્રોગ્રામનું નવીનતમ અપડેટ, વર્ઝન 24.10.10.70, TestFlight દ્વારા ઉપલબ્ધ છે, જે સૂચવે છે કે એપ્લિકેશન માટે નવા સિક્યોરીટી ફીચરનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
આગામી અપડેટ iOS યુઝર્સને પ્રોફાઈલ ફોટાના સ્ક્રીનશોટ લેવાથી અટકાવશે. તમને જણાવી દઈએ કે આ ફીચર એન્ડ્રોઈડ યુઝર્સ માટે પહેલાથી જ લાગુ કરવામાં આવ્યું છે. WABetaInfoએ આના સંબંધમાં એક સ્ક્રીનશોટ શેર કર્યો છે જે બતાવે છે કે જ્યારે આ ફીચર લોન્ચ કરવામાં આવશે ત્યારે કેવી રીતે કામ કરી શકે છે.
જ્યારે iOS યુઝર્સ પ્રોફાઇલ ફોટોનો સ્ક્રીનશોટ લેવાનો પ્રયાસ કરે છે, ત્યારે યુઝર્સને પ્રતિબંધ વિશે જાણ કરટુ પોપ-અપ નોટિફિકેશન પ્રાપ્ત થઈ શકે છે. નોટિફિકેશનમાં કહેવામાં આવશે કે યુઝર્સની પ્રાઈવસીને સુરક્ષિત રાખવા માટે પ્રોફાઈલ ફોટોના સ્ક્રીનશોટ લેવાનું ડિસેબલ કરવામાં આવ્યું છે.
દેખાવ અને રંગ બદલાયો
આ સિવાય તાજેતરમાં જ WhatsAppએ iOS યુઝર્સ માટે થીમને ગ્રીન ઇન્ટરફેસમાં બદલી છે. ભારતમાં iOS યુઝર્સને ગયા મહિને WhatsAppનું નવું અપડેટ મળ્યું છે, જેમાં ઇન્ટરફેસ નિયમિત બ્લુને બદલે ગ્રીન થીમ આધારિત હતું.
જ્યારે એન્ડ્રોઈડ ડિવાઈસ પર વોટ્સએપનું ઇન્ટરફેસ પહેલાથી જ ગ્રીન છે. પરંતુ આઇફોનમાં બ્લુ ઇન્ટરફેસનો ઉપયોગ થતો હતો. સ્ટેટસ બારથી લઈને ચેટ-લિસ્ટ વિન્ડો સુધીની દરેક વસ્તુની ડિઝાઇનમાં કેટલાક ફેરફારો જોવામાં આવ્યા છે.








