મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

WhatsAppમાં હવે તમારી ઈચ્છા મુજબ બનાવી શકો છો સ્ટીકર્સ, કંપનીએ કરોડો યુઝર્સ માટે રજૂ કર્યું નવું ફીચર

WhatsApp એક લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન છે. મોટાભાગના સ્માર્ટફોન યુઝર્સ આ એપ્

WhatsAppમાં હવે તમારી ઈચ્છા મુજબ બનાવી શકો છો સ્ટીકર્સ, કંપનીએ કરોડો યુઝર્સ માટે રજૂ કર્યું નવું ફીચર

WhatsApp એક લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન છે. મોટાભાગના સ્માર્ટફોન યુઝર્સ આ એપ્લિકેશનનો ઉપયોગ સમગ્ર વિશ્વમાં એકબીજા સાથે જોડાયેલા રહેવા માટે કરે છે. લગભગ 3 બિલિયન લોકો તેમના ફોન પર વોટ્સએપનો ઉપયોગ કરે છે અને તેના પરથી તેની જરૂરિયાતનો અંદાજ લગાવી શકાય છે. તેના યુઝર્સની સુવિધા અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, કંપની સમયાંતરે નવા ફીચર્સ લાવતી રહે છે.

વોટ્સએપ હાલમાં તેના યુઝર્સ માટે ઘણા ફીચર્સ પર કામ કરી રહ્યું છે. વોટ્સએપ ઈન્ફોના રિપોર્ટ અનુસાર વોટ્સએપના ઘણા રસપ્રદ ફીચર્સ ડેવલપમેન્ટના તબક્કામાં છે. આ સિરીઝમાં વોટ્સએપ દ્વારા એક આકર્ષક ફીચર રજૂ કરવામાં આવ્યું છે. નવું ફીચર યુઝર્સને ચેટિંગમાં સંપૂર્ણપણે નવો અનુભવ આપવા જઈ રહ્યું છે. ચાલો તમને તેના વિશે વિગતવાર જણાવીએ.

ચેટિંગ દરમિયાન ઈમોજીસ અને સ્ટીકર્સનો વ્યાપક ઉપયોગ થાય છે. ચેટિંગને વધુ રસપ્રદ બનાવવા માટે કંપનીએ પ્લેટફોર્મ પર કસ્ટમ સ્ટીકરની સુવિધા ઉમેરી છે. આ ફીચરનો સૌથી મોટો ફાયદો એ થશે કે હવે યુઝર્સ ચેટીંગ માટે પોતાની પસંદ મુજબ સ્ટીકર્સ બનાવી શકશે અને સરળતાથી પોતાની લાગણીઓ શેર કરી શકશે.

વોટ્સએપે લાઈબ્રેરીને અપગ્રેડ કરી 

તમને જણાવી દઈએ કે વ્હોટ્સએપે કસ્ટમ સ્ટીકર ફીચર માટે GIPHY સાથે પાર્ટનરશિપ કરી છે. વોટ્સએપે તેની હાલની સ્ટીકર્સ લાઈબ્રેરીને પણ અપગ્રેડ કરી છે. હવે યુઝર્સને તેમની જરૂરિયાત મુજબ સ્ટીકર ડિઝાઇન કરવાની સ્વતંત્રતા પણ મળી ગઈ છે. અત્યાર સુધી, લાખો WhatsApp યુઝર્સ નવા સ્ટીકર માટે થર્ડ પાર્ટી એપ્સ પર નિર્ભર હતા. વોટ્સએપના નવા ફીચરના આવ્યા બાદ અન્ય એપ્સ પરની નિર્ભરતા પણ ખતમ થઈ જશે.

હવે તમે તમારા પોતાના ફોટા અથવા કોઈપણ GIFથી સ્ટીકર્સ બનાવી શકો છો. તમે તમારી ચેટ્સમાં પણ આ સ્ટીકર્સનો સરળતાથી ઉપયોગ કરી શકશો. તમને જણાવી દઈએ કે GIPHYની લાઈબ્રેરીમાં લાખો GIF અને સ્ટીકર્સ છે. તમે તેમને બ્રાઉઝ કરી શકો છો તેમજ ડાઉનલોડ કરી શકો છો.

આ સમાચાર શેર કરો