મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

WhatsAppમાં જૂની ચેટ સર્ચ કરવી બનશે સરળ, ટૂંક સમયમાં આવશે નવું ફિલ્ટર

જ્યારે પણ ઇન્સ્ટન્ટ મેસેજિંગની વાત થાય છે, ત્યારે સૌથી પહેલી એપ્લિકેશન મનમાં આવે છે તે છે WhatsApp. વિશ્

WhatsAppમાં જૂની ચેટ સર્ચ કરવી બનશે સરળ, ટૂંક સમયમાં આવશે નવું ફિલ્ટર

જ્યારે પણ ઇન્સ્ટન્ટ મેસેજિંગની વાત થાય છે, ત્યારે સૌથી પહેલી એપ્લિકેશન મનમાં આવે છે તે છે WhatsApp. વિશ્વભરમાં 3.5 અબજથી વધુ લોકો ચેટિંગ માટે આ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. WhatsApp તેના યુઝર્સની સુવિધા માટે સતત નવા ફીચર્સ લાવે છે. હવે WhatsApp એક નવા ફીચરનું પરીક્ષણ કરી રહ્યું છે જે તમને તમારી ચેટ્સને ઓર્ગેનાઈઝ કરવામાં મદદ કરશે.

કંપનીના અપડેટ્સ અને આવનારા ફીચર્સ પર નજર રાખતી વેબસાઈટ Wabetainfo દ્વારા તેના એક રિપોર્ટમાં WhatsAppના આગામી ફીચર્સ વિશે માહિતી આપવામાં આવી છે. Wabetainfo અનુસાર, WhatsApp Android 2.24.22.5 બીટા અપડેટથી આવતા ફિલ્ટર ચેટ ફીચર વિશે માહિતી પ્રાપ્ત થઈ છે.

ચેટ સેક્શન માટે નવું ફિલ્ટર

WhatsAppનું આ નવું ફીચર યુઝર્સને ચેટ લિસ્ટમાંથી સીધું નવું લિસ્ટ બનાવવામાં મદદ કરશે. લિસ્ટ બની ગયા બાદ WhatsApp આપોઆપ એક ફિલ્ટર બનાવશે. આમાં તમને ફક્ત સિલેક્ટેડ કોન્ટેક્ટ્સ અને ગ્રુપ ચેટ્સ જ બતાવવામાં આવશે. આ ફિલ્ટરની મદદથી યુઝર્સ ચોક્કસ ચેટને સરળતાથી સર્ચ કરી શકશે.

WhatsAppનું આ ફીચર હાલમાં ટેસ્ટિંગ મોડમાં છે અને હાલમાં બીટા યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે. ટેસ્ટીંગ પૂર્ણ થયા પછી, તે સામાન્ય યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે WhatsApp યુઝર્સને નવો અનુભવ આપવા માટે નવા ફીચર્સ પર કામ કરી રહ્યું છે. કંપનીએ તાજેતરમાં iOS યુઝર્સ માટે અલગ-અલગ ચેટ થીમ્સનું ફીચર બહાર પાડ્યું હતું. અગાઉ, કંપનીએ એન્ડ્રોઇડ યુઝર્સ માટે મેંશન નામનું ફીચર રજૂ કર્યું હતું. WhatsAppના મેંશન ફીચરમાં, તમે તમારા સ્ટેટસમાં તમારા કોન્ટેક્ટમાં હાજર કોઈપણ વ્યક્તિને મેંશન કરી શકો છો.

આ સમાચાર શેર કરો