મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

સુપર હાઈ IQ, અઠવાડિયામાં 80 કલાક કામ... જાણો DOGE માટે કેવા લોકો શોધી રહ્યો છે એલોન મસ્ક, ટ્રમ્પે આપી છે જવાબદારી

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ એલોન મસ્કને મહત્ત્વની જવાબદારી મળી છે. ટ્રમ્પે એલોન મસ્ક અન

સુપર હાઈ IQ, અઠવાડિયામાં 80 કલાક કામ... જાણો DOGE માટે કેવા લોકો શોધી રહ્યો છે એલોન મસ્ક, ટ્રમ્પે આપી છે જવાબદારી

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ એલોન મસ્કને મહત્ત્વની જવાબદારી મળી છે. ટ્રમ્પે એલોન મસ્ક અને વિવેક રામાસ્વામીને DOGE (ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફીસીયન્સી) ની જવાબદારી સોંપી છે. હવે આ વિભાગ માટે લોકોની નિમણૂક કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: સરકારની ડિજિટલ સ્ટ્રાઈક! 1.77 કરોડ સિમ કાર્ડ બ્લોક, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર DOGE ના એકાઉન્ટ પર એક પોસ્ટ કરવા આવી છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, DOGE એ X પર તેનું એકાઉન્ટ બનાવ્યું છે, જેના પર ફોલોઅર્સની સંખ્યા 14 લાખ સુધી પહોંચી ગઈ છે.

DOGEમાં કામ કરવા માટે જરૂરી છે આ સ્કિલ્સ

ગુરુવારે, DOGE એ તેના X એકાઉન્ટ પર નોકરી માટે એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં, DOGE એ હજારો અમેરિકનોનો આભાર વ્યક્ત કર્યો છે જેઓ DOGE ને મદદ કરવા માંગે છે. વિભાગે સ્પષ્ટ કર્યું છે કે તેમને 'પાર્ટ ટાઈમ આઈડિયા જનરેટર' ની જરૂર નથી.

તેઓ એવા લોકોની શોધમાં હોય છે જેમનું IQ સુપર હાઈ હોય. વિભાગને એવા લોકોની જરૂર છે જે અઠવાડિયામાં 80 કલાકથી વધુ કામ કરી શકે. જો તમારી પાસે આ પ્રકારની પ્રતિભા છે અને તમે અઠવાડિયામાં 80 કલાકથી વધુ કામ કરવા તૈયાર છો, તો તમે DOGEને DMમાં તમારું CV મોકલી શકો છો. પોસ્ટ મુજબ, CV મોકલનારા ઉમેદવારોમાંથી ટોપના 1 ટકાનો રીવ્યુ એલોન મસ્ક અને વિવેક રામાસ્વામી દ્વારા કરવામાં આવશે.

જો કે, DOGEમાં કામ કરવા માટે તમારે કેટલા અનુભવની જરૂર પડશે અથવા તમારે શું શિક્ષણ હોવું જોઈએ તે વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. વિભાગે ઉમેદવારોને તેમનું CV ફક્ત X પર જ DM કરવાનું કહ્યું, આ સુવિધા માટે X પર પૈસા ચૂકવવા પડશે.

તમને જણાવી દઈએ કે X પર DM ફીચરનો ઉપયોગ કરવા માટે તમારી પાસે સબસ્ક્રિપ્શન હોવું જરૂરી છે, જેની કિંમત $8 પ્રતિ માસ છે. મસ્કે તેના વિશે લખ્યું છે કે તે ચોક્કસપણે એક થકવી નાખનારું કામ છે, જેમાં તમારા ઘણા દુશ્મનો હશે અને તમને કોઈ વળતર નહીં મળે.

DOGEનું કામ શું હશે?

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ જ ડોનાલ્ડ ટ્રમ્પે આ વિભાગની જાહેરાત કરી છે, જેની જવાબદારી એલોન મસ્ક અને વિવેક રામાસ્વામીને આપવામાં આવી છે. આ વિભાગ અન્ય સરકારી એજન્સીઓને સુધારવા માટે કામ કરશે. આ વિભાગ સરકારને બહારથી મદદ કરશે.

આ વિભાગનું કામ મોટી સંખ્યામાં ફેડરલ એજન્સીઓને બંધ કરીને બ્યુરોક્રેસીને સાફ કરવાનું છે. DOGE બિનજરૂરી સરકારી ખર્ચ ઘટાડવા પર પણ કામ કરશે. માનવામાં આવે છે કે આ અભિયાન પછી અમેરિકાની ઘણી મોટી એજન્સીઓ બંધ થઈ શકે છે.

આ સમાચાર શેર કરો