મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

ચોમાસામાં આ રીતે રાખો બાઈકના ટાયરની કાળજી, તમે સુરક્ષિત રહેશો અને પૈસાની પણ થશે બચત

દેશના લગભગ તમામ સ્થળોએ વરસાદી માહોલ જામ્યો છે. ચોમાસાની ઋતુમાંમાં બાઈક ચાલકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જ

ચોમાસામાં આ રીતે રાખો બાઈકના ટાયરની કાળજી, તમે સુરક્ષિત રહેશો અને પૈસાની પણ થશે બચત

દેશના લગભગ તમામ સ્થળોએ વરસાદી માહોલ જામ્યો છે. ચોમાસાની ઋતુમાંમાં બાઈક ચાલકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેમાં મોટેભાગે રોડ પર ટાયર સ્લીપ થવાના કારણે અકસ્માતનો ભય રહે છે. આને ધ્યાનમાં રાખીને, અમે તમને અહીં જણાવી રહ્યા છીએ કે વરસાદની સિઝનમાં તમારા બાઈકના ટાયરની કેવી રીતે કાળજી રાખવી જોઈએ.

યોગ્ય ટાયર પસંદ કરો

જ્યારે તમે તમારી બાઇક માટે ટાયર પસંદ કરો છો, ત્યારે બ્રાન્ડેડ કંપનીના ટાયર પસંદ કરો. આ સાથે, ખાસ કરીને વરસાદની રુરુ માટે, એવા ટાયર પસંદ કરો કે જેમાં ડીપ ટ્રેડ હોય. ડીપ ટ્રેડ રસ્તા પર સારી પકડ પૂરી પાડે છે.

ટાયરમાં એર પ્રેશર જાળવી રાખો

ટાયરમાં યોગ્ય એર પ્રેશર જાળવવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. અંડરફ્લેટેડ ટાયરમાં સ્લિપ થવાનું જોખમ વધારે છે. તેથી, જો શક્ય હોય તો, ટાયરમાં એર પ્રેશર ચેક કરો અને જો જરૂરી હોય તો, તેને યોગ્ય લેવલે  ભરો.

ધીમેથી બ્રેક મારો

જ્યારે તમારે વરસાદમાં બાઈક ચલાવતી વખતે બ્રેક મારવીપડે તો તેને હળવા હાથે મારો. અચાનક બ્રેક મારવાથી ટાયર સ્લિપ થઈ શકે છે. તેથી સામાન્ય બ્રેકિંગનો ઉપયોગ કરો.

બાઈક ધીમે ચલાવો

વરસાદમાં હંમેશા બાઈક ધીમે ચલાવો. વધુ ઝડપે બાઈક ચલાવવાથી રસ્તા પરના ટાયરની પકડ ઓછી થઈ શકે છે, જેના કારણે અકસ્માતનું જોખમ વધી જાય છે.

ટાયરની નિયમિત જાળવણી કરો

વરસાદની ઋતુમાં સમયાંતરે તમારા બાઈકના ટાયરની જાળવણી કરો. થોડા થોડા દિવસે ટાયર ચેક કરતા રહો, જો કોઈ નુકસાન દેખાય તો તરત ઠીક કરાવો.

આ વાતોનું પણ ધ્યાન રાખો

જો તમે વરસાદમાં બાઈક અથવા સ્કૂટર પર મુસાફરી કરી રહ્યા છો, તો પછી તેને પાણીથી ભરેલા ખાડાઓમાં ન ચલાવો. કારણ કે ટાયર ઊંડા ખાડામાં ફસાઈ શકે છે અને તમારું સંતુલન બગડી શકે છે.

જો તમારે પાણીથી ભરેલા ખાડાને પાર કરવો હોય, તો ઓછી ઝડપે અને અત્યંત સાવધાની સાથે વાહન ચલાવો. જો વરસાદ પડી રહ્યો હોય તો તમારે લાંબી મુસાફરી કરવાનું ટાળવું જોઈએ. જો તમારે લાંબા અંતરની મુસાફરી કરવી હોય તો વરસાદ બંધ થવાની રાહ જુઓ.

આ સમાચાર શેર કરો