સ્માર્ટ ટીવીમાં વારંવાર ઉદભવે છે આવી સમસ્યાઓ, આ પદ્ધતિઓથી પળવારમાં કરો દૂર
જો તમે સ્માર્ટ ટીવીનો ઉપયોગ કરો છો, તો તમને સિગ્નલ ન મળવું, સ્લો પર્ફોર્મન્સ, ઈન્ટરનેટ કનેક્શન, એપ ક્રેશિંગ અને ફ્રીઝિં

જો તમે સ્માર્ટ ટીવીનો ઉપયોગ કરો છો, તો તમને સિગ્નલ ન મળવું, સ્લો પર્ફોર્મન્સ, ઈન્ટરનેટ કનેક્શન, એપ ક્રેશિંગ અને ફ્રીઝિંગ, ઓડિયો સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
આ તમામ સમસ્યાઓ મોટાભાગના સ્માર્ટ ટીવી યુઝર સાથે સંકળાયેલી છે. સારી વાત એ છે કે આ સમસ્યાઓ તમે જાતે જ ઠીક કરી શકો છો. આ લેખમાં અમે આ સમસ્યાઓ અને તેના ઉકેલ વિશે જણાવી રહ્યા છીએ.
સિગ્નલની સમસ્યા
જો સ્માર્ટ ટીવીમાં સિગ્નલની સમસ્યા હોય તો તેને ત્રણ સ્ટેપમાં ઠીક કરી શકાય છે. સૌ પ્રથમ કેબલ કનેક્શન તપાસવું મહત્ત્વપૂર્ણ છે. આ પછી, સોર્સ અને ઈનપુટ સેટિંગ્સને ચકાસો અને છેલ્લા સ્ટેપમાં કનેક્ટેડ ડિવાઇઝ અને ટીવીને રીબૂટ કરો.
સ્લો પર્ફોર્મન્સ
જો તમે સ્માર્ટ ટીવીના સ્લો પર્ફોર્મન્સની સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો પછી કેશ અને કૂકીઝ ફાઈલ સાફ કરો. આ સિવાય જે એપ્સ જરૂરી ન હોય તેને ડિલીટ કરો. લેટેસ્ટ સોફ્ટવેર અપડેટ્સ ચેક કરો.
ઇન્ટરનેટ કનેક્શનની સમસ્યા
જો તમે સ્માર્ટ ટીવી પર ઇન્ટરનેટ કનેક્શનની સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો તમે રાઉટર અને મોડેમને રીસ્ટાર્ટ કરી શકો છો.
એપ ક્રેશિંગ
જો તમારા સ્માર્ટ ટીવીને કોઈ ચોક્કસ એપમાં મુશ્કેલી આવી રહી છે, તો આ એપને અપડેટ કરો. આ સિવાય તમે એપની કેશ ફાઈલ અને ડેટા ડિલીટ કરી શકો છો. તમે એપના ફેક્ટરી રીસેટ વિકલ્પનો પણ ઉપયોગ કરી શકો છો.
ઓડિયોની સમસ્યા
જો તમે સ્માર્ટ ટીવીમાં ઓડિયો સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો ટીવી અને એક્સટર્નલ ડિવાઇઝના ઓડિયો સેટિંગ્સને ચેક કરો. બંને ડિવાઇઝના કેબલ કનેક્શન પણ ચેક કરો.
ચેનલની સમસ્યા
કેટલીકવાર સ્માર્ટ ટીવીમાં કેટલીક ચેનલો શોધવામાં મુશ્કેલી પડે છે. આ ચેનલો અદૃશ્ય થઈ જાય છે. જો આવું થાય, તો તમે ટીવી સેટિંગ્સમાં ચેનલને ફરીથી સ્કેન કરી શકો છો.
વધુમાં, કેબલ અને સેટેલાઇટ પ્રદાતાના ચેનલ પેકેજો ચેક કરવા જોઈએ. જો ચેનલ ઉપલબ્ધ ન હોય તો તમે કસ્ટમર સપોર્ટની મદદ લઈ શકો છો.








