મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

વરરાજાની કારનું ટાયર ફાટતા થયો અકસ્માત! આ ભૂલો બની રહી છે મોતનું કારણ, જાણો તેનાથી બચવાના ઉપાય

20 એપ્રિલ શનિવારની રાત્રે ગ્રેટર નોઈડાના રહેવાસી સંતોષ પટેલના લગ્નની જાન નોઈડાથી નીકળી હતી. જે 21મી એપ્રિલે દેવરિયા પહોંચવાની હ

વરરાજાની કારનું ટાયર ફાટતા થયો અકસ્માત! આ ભૂલો બની રહી છે મોતનું કારણ, જાણો તેનાથી બચવાના ઉપાય

20 એપ્રિલ શનિવારની રાત્રે ગ્રેટર નોઈડાના રહેવાસી સંતોષ પટેલના લગ્નની જાન નોઈડાથી નીકળી હતી. જે 21મી એપ્રિલે દેવરિયા પહોંચવાની હતી. પરંતુ યમુના એક્સપ્રેસ વે પર 21 એપ્રિલની સવારે જ વરરાજાની કારનું આગળનું ટાયર જોરદાર અવાજ સાથે ફાટ્યું અને કાર કાબુ બહાર થઈ ગઈ હતી.

જેથી કાર પલટી મારીને ડિવાઈડર સાથે અથડાઈ અને એટલો ગંભીર અકસ્માત સર્જાયો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જેમાં વરરાજાના ભાઈ સહિત પાંચ લોકોના મોત થયા હતા. એક્સપ્રેસ વે પર કારના ટાયર ફાટવાની બાબતે લોકોનું ઘ્યાન ખેંચ્યું હતું. એવામાં તેનાથી કેવી રીતે બચી શકાય તે સમજવું મહત્ત્વપૂર્ણ છે.

કારના ટાયર કેમ ફાટે છે?

કારના ટાયરમાંથી દબાણયુક્ત હવા ઝડપથી બહાર નીકળી જતી હોવાથી ટાયર ફાટે છે. એ સિવાય ટાયરમાં છિદ્ર અથવા અમુક પ્રકારના લિકેજથી હવા બહાર નીકળવાનો પ્રયાસ કરે છે અને સ્ટ્રક્ચર તૂટી જાય છે. જેથી વિસ્ફોટ સાથે ટાયર ફાટી જાય છે.

ટાયરના સ્ટ્રક્ચરને નુકસાન

રસ્તા પર દોડતી કારનું ટાયર અચાનક કોઈ ખાડામાં જાય અથવા તો ખરાબ રસ્તો હોય તો પણ ટાયર ઘસાય છે. જેથી ટાયરના સ્ટ્રક્ચરને નુકસાન પહોંચે છે.

તાપમાન વધતા

આ ઉપરાંત ઉનાળામાં ટાયરના તાપમાનમાં વધારો થતા પણ ટાયર ફાટે છે. આ સિવાય ઘર્ષણના કારણે પણ ટાયરના તાપમાનમાં વધારો થાય છે. તેથી પણ ટાયર ફાટવાની ઘટના વધી જતી હોય છે.

હવા ઓછી હોવાથી

75 ટકા ટાયર ફાટવાના કેસમાં જાણવા મળ્યું છે કે અકસ્માત દરમિયાન ટાયરમાં ઓછી હવા હોય છે. જેના કારણે ઘર્ષણ વધુ થાય છે. દબાણ અને રસ્તા પર થતા ઘર્ષણના કારણે ટાયર ગરમ થાય છે અને ફાટી જાય છે.

વધુ ઝડપ તેમજ ઓવરલોડિંગ

દરેક ટાયરની અલગ અલગ ગુણવતા પ્રમાણે તેની સ્પીડ લિમીટ નક્કી કરવામાં આવે છે. તે સ્પીડ લિમીટથી સ્પીડ વધી જતા રસ્તા અને ટાયર વચ્ચેના ઘર્ષણ વધુ થાય છે અને ટાયર ફાટી જાય છે.

જ્યારે કારમાં કેપેસિટી કરતા વધુ લોકો બેસે છે અથવા વધારે પડતો સામાન લોડ કરવામાં આવે છે ત્યારે પણ દબાણ વધી જતું હોય છે અને અકસ્માત સર્જાય છે.

કેવી રીતે બચી શકાય?

હવા ભરતી વખતે ધ્યાન રાખવું. કારના મેન્યુઅલમાં આપેલા નિર્દેશ અનુસાર હવા ભરવી જોઈએ.

જો ટાયર વધુ પડતા ઘસાઈ ગયા હોય તો તેને તત્કાલીક બદલી નાખવા જોઈએ. ઓવરલોડિંગથી પણ બચવું જોઈએ.

કારમાં હંમેશા સારી ક્વોલીટીના ટાયરનો જ ઉપયોગ કરવો. તેમજ કારમાં ટાયર બદલી વખતે કાર ઉત્પાદકોની મેન્યુઅલને ખાસ અનુસરવી જોઈએ.

લાંબા અંતરની મુસાફરી અને એક્સપ્રેસવે જેવા રસ્તાની સ્થિતિ માટે કારમાં નાઈટ્રોજન હવાનો ઉપયોગ કરવો જોઈએ. તે કારના ટાયરનું તાપમાન ઓછું રાખવામાં મદદ કરે છે.

આ સમાચાર શેર કરો