મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

37kmની માઇલેજ આપશે Marutiની આ કાર, આ ખાસ ટેકનોલોજી સાથે થશે લૉન્ચ

મારૂતિ સુઝુકીની કાર વધુ માઇલેઝ આપવા માટે જાણીતી છે. ગ્રાહક પણ આ કારને સૌથી વધુ ખરીદવાનું પસંદ કરે છે જે વધારે મા

37kmની માઇલેજ આપશે Marutiની આ કાર, આ ખાસ ટેકનોલોજી સાથે થશે લૉન્ચ

મારૂતિ સુઝુકીની કાર વધુ માઇલેઝ આપવા માટે જાણીતી છે. ગ્રાહક પણ આ કારને સૌથી વધુ ખરીદવાનું પસંદ કરે છે જે વધારે માઇલેજ આપે છે. મારૂતિનું વેચાણ આ કારણે સૌથી વધારે રહે છે. કંપની હવે હાઇબ્રિડ કાર પર ફોકસ કરી રહી છે.

માઈક્રો હાઈબ્રિડથી લઈને મજબૂત હાઈબ્રિડ ટેક્નોલોજી સુધી મારુતિની કારમાં જોવા મળી રહી છે.જાણકારી માટે તમને જણાવી દઈએ કે હાલમાં મારુતિ સુઝુકી પોતાની લોકપ્રિય SUV Fronxને હાઈબ્રિડ ટેક્નોલોજી સાથે લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે, જેને આવતા વર્ષે લૉન્ચ કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે નવી Fronx દેશની સૌથી વધુ માઈલેજ આપનારી કાર પણ બની જશે.

1.2L હાઇબ્રિડ એન્જિન

મારૂતિ સુઝુકી નવી ફ્રોંક્સ (Fronx)માં Z12E સિરીઝનું 1.2 લીટર હાઇબ્રિડ એન્જિન સામેલ કરશે જે 3 સિલિન્ડર ધરાવતું હશે. સોર્સ અનુસાર આ એન્જિન હાઇબ્રિડ+ફ્યૂલ પર 37 કિલોમીટરની માઇલેજ આપશે. આ એન્જિન નવી સ્વિફ્ટને પાવર આપે છે પરંતુ તેમાં હાઇબ્રિડ ટેકનોલોજી નથી. માનવામાં આવે છે કે સ્વિફ્ટમાં પણ હાઇબ્રિડ ટેકનોલોજીને સામેલ કરવામાં આવી શકે છે.

પેટ્રોલ અને CNGનું ઓપ્શન

મારૂતિ સુઝુકી નવી ફ્રોંક્સ (Fronx)ને તમે પેટ્રોલ અને CNG ઓપ્શન સાથે ખરીદી શકો છો. દિલ્હીમાં તેની એક્સ-શો રૂમ કિંમત 7.51 લાખ રૂપિયાથી લઇને 12.87 લાખ રૂપિયા સુધી જાય છે પરંતુ જ્યારે આ કાર હાઇબ્રિડ ટેકનોલોજી સાથે આવશે ત્યારે તેની કિંમત થોડી વધારે રહેવાની સંભાવના છે.

એન્જિન અને પાવર

વર્તમાન Fronxમાં બે એન્જિન ઓપ્શન મળે છે જેમાં 1.21L K-Seriesની એડવાન્સ્ડ Dual Jet, Dual VVT પેટ્રોલ એન્જિન અને 1.0 Lનું પેટ્રોલ એન્જિન સામેલ છે. આ એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ અને 6 સ્પીડ ઓટોમેટિક ગિયરબૉક્સથી લેસ છે. આ સિવાય તેમાં Start Stop ટેકનોલોજીથી લેસ છે. આ સિવાય આ ગાડી CNGમાં પણ ઉપલબ્ધ છે. CNG મોડ પર 28.51 કિલોમીટરની માઇલેજ મળે છે. FRONXના લોન્ચ થયે 10 મહિના કરતા વધુ સમય થઇ ગયો છે અને અત્યાર સુધી તેના 1.37 લાખ કરતા વધુ યૂનિટ્સ વેચાઇ ગયા છે.

Fronxમાં સૌથી વધુ સ્પેસ

બલેનો પછી Fronx એક એવી કાર છે જેમાં સ્પેસ ઘણી સારી મળે છે. 5 લોકોના બેઠવાની જગ્યા તેમાં આપવામાં આવી છે. Fronxની લંબાઇ 3995 mm છે, પહોળાઇ 1765 mm, ઉંચાઇ 1550 mm છે તેમાં 308 લીટર બૂટ સ્પેસ મળે છે જેને કારણે તમને ઘણી જગ્યા મળી જાય છે અને પાછળની સીટને ફોલ્ડ કરવામાં આવે તો વધારે સ્પેસ મળે છે.

આ કારનું કેબિન પણ પ્રીમિયમ છે અને ઘણા સારા અને એડવાન્સ્ડ ફીચર્સ મળે છે. કારમાં હેડઅપ ડિસપ્લે, ટર્ન બાય ટર્ન નેવિગેશન, 360 ડિગ્રી કેમેરા, વાયરલેસ સ્માર્ટફોન ચાર્જર અને 9 ઇંચ HD સ્માર્ટ પ્લે પ્રો પ્લસ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે અને આ વાયર એપ્પલ કર પ્લે અને એન્ડ્રોઇડ ઓટો કનેક્ટિવિટીથી લેસ છે. સેફ્ટી માટે કારમાં એન્ટી લૉક બ્રેકિંગ સિસ્ટમથી લઇને 6 એરબેગ્સ જેવા ફીચર્સ મળે છે.

આ સમાચાર શેર કરો