મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

પહાડો પર ડ્રાઇવિંગ કરતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન, નહીં થાય અકસ્માત!

પહાડોમાં ડ્રાઇવિંગ કરવું એક રોમાંચક અનુભવ હોઈ શકે છે, પરંતુ તે જોખમી પણ હોઈ શકે છે. સામાન્ય

પહાડો પર ડ્રાઇવિંગ કરતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન, નહીં થાય અકસ્માત!

પહાડોમાં ડ્રાઇવિંગ કરવું એક રોમાંચક અનુભવ હોઈ શકે છે, પરંતુ તે જોખમી પણ હોઈ શકે છે. સામાન્ય રસ્તાઓ કે હાઇવે પર ડ્રાઇવિંગ કરવું અને પહાડો પર ડ્રાઇવિંગ કરવું એ વચ્ચે ઘણો તફાવત છે. ઘણીવાર લોકો આ બાબતને ગંભીરતાથી લેતા નથી અને અકસ્માતનો ભોગ બને છે. જો તમને પહાડો પર વાહન ચલાવવાનો અનુભવ ન હોય તો તમારે વધુ સાવચેત રહેવું જોઈએ. જો તમારે સુરક્ષિત રહેવું હોય અને અકસ્માતોથી બચવું હોય તો તમારે કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.

ધીમે ચલાવો

પહાડોમાં રસ્તાઓ સાંકડા, વળાંકવાળા અને ઘણીવાર ખરાબ સ્થિતિમાં હોય છે. તેથી વાહનને હંમેશા ધીમે ચલાવો. રસ્તાની સ્થિતિ અનુસાર તમારી કાર કે બાઈકની સ્પીડ પણ એડજસ્ટ કરો. પહાડો પર ડ્રાઇવિંગ કરતી વખતે તમારી કારની સ્પીડ માત્ર 30-35 રાખો. આનાથી વધુ ઝડપથી વાહન ચલાવવાનું ટાળો જેથી જો કોઈ વ્યક્તિ અચાનક સામે આવી જાય તો તમને વાહન પર નિયંત્રણ કરવાનો સમય મળે.

ઓવરટેક કરવાનું ટાળો

પર્વતીય રસ્તાઓ પર ઓવરટેકિંગ ખૂબ જોખમી બની શકે છે. જો તમારે કોઈ વાહનને ઓવરટેક કરવું હોય તો હોર્ન વગાડો અને આગળના વાહનનો ડ્રાઇવર સાઈડ આપે ત્યારે જ ઓવરટેક કરો. એ પણ ખાતરી કરો કે તમારી પાસે ઓવરટેક કરવા માટે પૂરતી જગ્યા છે.

વળાંક પર સાવચેત રહો

પર્વતીય રસ્તાઓ પરના વળાંકો ઘણીવાર તીક્ષ્ણ હોય છે. વળાંક લેતી વખતે હંમેશા તમારી સ્પીડ ઓછી કરો અને લાઇનમાં રહો. વળાંક લેતી વખતે કોઈ વાહનને ઓવરટેક કરવાની ભૂલ ન કરો.

હોર્ન વગાડો

જ્યારે તમે વળાંક લેતા હોવ અથવા વળાંકની નજીક આવો ત્યારે હોર્ન વગાડો. આનાથી અન્ય ડ્રાઇવરોને તમારા આગમનની જાણ થશે.

આગળના વાહનથી અંતર રાખો

આગળના વાહનથી સુરક્ષિત અંતર જાળવો. આમ કરવાથી ક્યારેક અચાનક બ્રેક લગાવવી પડે તો તમને પૂરતો સમય મળી શકે. જો તમારું વાહન આગળના વાહનથી ખૂબ નજીક હશે, તો અકસ્માતનું જોખમ વધી જશે.

હેડલાઇટનો ઉપયોગ કરો

જો તમે ઓછા પ્રકાશમાં વાહન ચલાવતા હોવ, તો તમારા વાહનની હેડલાઇટ ચાલુ રાખો. આ તમને રસ્તાને વધુ સારી રીતે જોવામાં મદદ કરશે.

થાકેલા હોવ ત્યારે વાહન ન ચાલવો

લાંબા અંતરની મુસાફરી કરતી વખતે થાક લાગ્યો હોય તો વાહના ન ચલાવો. તમારી સાથે અન્ય કોઈ વ્યક્તિ હોય તો તેમને વાહન ચલાવવા માટે કહો, આવું કોઈ વ્યક્તિ સાથે ન હોય જે વાહન ચલાવી શકે, તો આરામ કરવા માટે ક્યાંક રોકાઈ જાવ.

ખરાબ હવામાનમાં વાહન ન ચલાવો

પહાડોમાં હવામાન ઝડપથી બદલાઈ શકે છે. જો વરસાદ પડી રહ્યો હોય અથવા બરફ પડી રહ્યો હોય, તો વાહન ધીમે ચલાવો અને વધુ સાવધાની રાખો. જો હવામાન ખરાબ હોય તો વાહન ચલાવવાનું ટાળો.

આ સમાચાર શેર કરો