મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

પાણીમાં પલળી ગયેલો ફોન માત્ર યુટ્યુબ વીડિયો જોવાથી થઈ જશે ઠીક? જાણો વાયરલ વીડિયોની હકીકત

સ્માર્ટફોન આજકાલ આપણાં જીવનનો એક આવશ્યક ભાગ છે. આ કારણે લોકો તેને દરેક જગ્યાએ પોતાની સાથે લઈ જાય છ

પાણીમાં પલળી ગયેલો ફોન માત્ર યુટ્યુબ વીડિયો જોવાથી થઈ જશે ઠીક? જાણો વાયરલ વીડિયોની હકીકત

સ્માર્ટફોન આજકાલ આપણાં જીવનનો એક આવશ્યક ભાગ છે. આ કારણે લોકો તેને દરેક જગ્યાએ પોતાની સાથે લઈ જાય છે. આવી સ્થિતિમાં, કેટલીકવાર કેટલાક લોકોનો સ્માર્ટફોન પાણીમાં ભીનો થઈ જાય છે અથવા પાણીમાં પડી જાય છે. આવી સ્થિતિમાં યુઝર્સ તરત જ તેને સૂકવવાનું શરૂ કરે છે, જેથી મોંઘા ફોનને નુકસાન ન થાય. આજકાલ એક યુટ્યુબ વીડિયોની પણ ચર્ચા થઈ રહી છે, જે ભીના સ્માર્ટફોનને સૂકવે છે.

હવે સવાલ એ થાય છે કે, ભીના મોબાઈલને માત્ર એક વીડિયોની મદદથી રિપેર કેવી રીતે કરી શકાય? જ્યારે આ પ્રશ્નને ઈન્ટરનેટ પર સર્ચ કરવામાં આવ્યો ત્યારે એક રિપોર્ટ સામે આવી છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સ્માર્ટફોનની અંદર રહેલા પાણીને ખરેખર યુટ્યુબ વીડિયો ચલાવીને બહાર કાઢી શકાય છે.

વીડિયો પર ઘણી બધી કોમેન્ટ્સ અને વ્યુઝ

યુટ્યુબ પર એક વીડિયો છે, જેનું નામ સાઉન્ડ ટુ રીમુવ વોટર ફ્રોમ ફોન સ્પીકર (ગેરંટી) છે. આના પર આવી ઘણી કોમેન્ટ જોવા મળશે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે તેમનો સ્માર્ટફોન કોઈને કોઈ કારણસર ભીનો થઈ ગયો છે. આ પછી તેણે પોતાના સ્માર્ટફોનને કાગળ અથવા કપડાથી સૂકવ્યો અને પછી આ યુટ્યુબ વીડિયો પ્લે કર્યો. આ પછી તેનો સ્માર્ટફોન ઠીક થઈ ગયો.

વીડિયોની અંદર શું છે?

આ વીડિયોની અંદર એક સ્લો મોશન સર્કલ છે જે, ધીમી ગતિએ ફરે છે. આમાં લો બાસ સાઉન્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બે મિનિટ 6 સેકન્ડના આ વીડિયોમાં અવાજના વિવિધ સ્તરો જનરેટ થાય છે.

આની પાછળનો સિદ્ધાંત શું છે?

વાસ્તવમાં, જ્યારે સ્પીકરની અંદર હવા હોય છે અને તે પછી પાણી પણ ત્યાં પ્રવેશ કરે છે, તો સ્પીકરમાં અવાજ જનરેટ કરીને, સ્પીકર નીચલા ટોનમાં સૌથી મોટો અવાજ વગાડીને ઉપકરણની અંદરથી પાણીને બહાર કાઢવાનું કામ કરી શકે છે. આ માહિતી બોસના રિસર્ચના વરિષ્ઠ નિર્દેશક એરિક ફ્રીમેને આપી હતી.

એપલ વૉચમાં છે ખાસ ફીચર

વાસ્તવિક જીવનમાં આનું એક ઉત્તમ ઉદાહરણ એપલ વૉચ છે, જેમાં એક વિશેષ સુવિધા છે. આ ફીચરની મદદથી, જો તમારી ઘડિયાળમાં પાણી આવી જાય છે, તો તે એક ફીચરની મદદથી યુઝર્સ સરળતાથી ઉપકરણમાંથી પાણીને દૂર કરી શકે છે.

ચાર અલગ-અલગ ફોન પર ટેસ્ટિંગ

રિપોર્ટમાં આ વીડિયોને ચાર સ્માર્ટફોન પર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આમાં iPhone 13, Pixel 7 Pro, Pixel 3 અને Nokia 7.1નો સમાવેશ થાય છે, જે કોઈપણ નિયમો વિના પસંદ કરવામાં આવ્યા હતા.

1 મિનિટ માટે પાણીમાં ડુબાડી રાખો

આ હેન્ડસેટ્સને લીલા રંગના પાણીમાં 1 મિનિટ સુધી ડૂબાડીને રાખવામાં આવ્યા હતા, ત્યારબાદ ઉપકરણને સાફ કરવામાં આવ્યું હતું અને પછી આ વીડિયો ચલાવવામાં આવ્યો હતો. આ પછી, આ હેન્ડસેટ આખી રાત માટે છોડી દેવામાં આવ્યા હતા.

સવારે સ્થિતિ કેવી હતી?
આ પછી, જ્યારે તેઓએ સવારે ચારેય ફોન પર નજર કરી તો તેમને ખબર પડી કે, પાણી સંપૂર્ણપણે ઓસરી ગયું નથી. આવી સ્થિતિમાં, Pixel 7 Pro થોડો ડ્રાય હતો, જ્યારે Nokia 7.1 ખૂબ જ ખરાબ થઈ ગયો હતો, જે યોગ્ય રીતે કામ પણ કરી રહ્યો ન હતો. જ્યારે, iPhone 13 અને Pixel 3 કામ કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં, આ ટેસ્ટ દર્શાવે છે કે, સ્માર્ટફોન ભીના થયા પછી તેને નુકસાન થવાનું જોખમ રહેલું છે.

આ સમાચાર શેર કરો