માર્કેટમાં ખૂબ વેચાયા આ કંપનીના ઈલેક્ટ્રિક સ્કૂટર, જાણો બીજું સ્થાન કઈ કંપનીને મળ્યું
ગયા મહિને ઈલેક્ટ્રિક સ્કૂટર્સનું વેચાણ ઘણું સારું રહ્યું હતું. નવી ઈ-વ્હીકલ પોલિસીના અમલ

ગયા મહિને ઈલેક્ટ્રિક સ્કૂટર્સનું વેચાણ ઘણું સારું રહ્યું હતું. નવી ઈ-વ્હીકલ પોલિસીના અમલ પછી, ઈલેક્ટ્રિક વાહનો પરની સબસિડીમાં ઘટાડો કરવામાં આવ્યો છે, તેમ છતાં ઈલેક્ટ્રિક સ્કૂટર માર્કેટમાં લોકોનો ઉત્સાહ અકબંધ છે. Ola Electric, TVS, Bajaj, Ather અને Hero MotoCorp મે 2024માં દેશમાં સૌથી વધુ વેચાતી બ્રાન્ડ્સ હતી. ઓલા ઈલેક્ટ્રિકે ગયા મહિને ઈલેક્ટ્રિક સ્કૂટરના 37,191 યુનિટ વેચ્યા છે. તમને જણાવી દઈએ કે માર્ચ 2024માં કંપનીએ સૌથી વધુ 53,000 યુનિટનું વેચાણ નોંધાવ્યું હતું.
ઓલા ઈલેક્ટ્રિક પછી TVS બીજા સ્થાને હતું જે બજારમાં તેનું iQube ઈલેક્ટ્રિક સ્કૂટર વેચી રહી છે. TVS એ ગયા મહિને ઇલેક્ટ્રિક સ્કૂટરના 11,737 યુનિટ્સનું વેચાણ કર્યું છે. ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર માર્કેટમાં કંપનીનો હિસ્સો 18.42% છે જ્યારે ઓલા ઇલેક્ટ્રિકનો હિસ્સો 49% છે. બજાજની વાત કરીએ તો કંપની તેના ઇલેક્ટ્રિક સ્કૂટર મોડલ ચેતક સાથે માર્કેટમાં છે.
બજાજ ચેતકે ગયા મહિને 9,189 યુનિટ્સનું વેચાણ કર્યું છે અને તેની સાથે કંપનીએ 14.42%ના બજાર હિસ્સાનો દાવો કર્યો છે. બજાજ ઓટો ચેતકના બે વેરિઅન્ટ્સ વેચી રહી છે - અર્બન અને પ્રીમિયમ, જેની માર્કેટમાં ભારે માંગ જોવા મળી રહી છે. કંપનીએ ચેતક ઇલેક્ટ્રિક સ્કૂટરની ડીલરશીપ ભારતના 164 શહેરોમાં વિસ્તારી છે.
મે મહિનામાં સૌથી વધુ સંખ્યામાં ઇલેક્ટ્રિક સ્કૂટર્સ વેચનારી ચોથી કંપની એથર એનર્જી હતી જેણે 6,024 યુનિટનું વેચાણ નોંધાવ્યું હતું. આ સાથે Atherનો માર્કેટ શેર 9.45% પર પહોંચી ગયો છે. Hero MotoCorp તેના Vida ઇલેક્ટ્રિક સ્કૂટરના 2,453 યુનિટના વેચાણ સાથે પાંચમા સ્થાને રહી.
એકંદરે મે 2024માં ભારતમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરના 75,500 યુનિટ વેચાયા હતા. આમાં ઇલેક્ટ્રિક સ્કૂટર તેમજ ઇલેક્ટ્રિક મોટરસાઇકલનો સમાવેશ થાય છે.
.








