મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

સાયબર ક્રાઈમનો સામનો કરવા માટે પહેલ, 18 લાખથી વધુ મોબાઈલ કનેક્શનને ડિસ્કનેક્ટ કરી શકે છે ટેલિકોમ કંપનીઓ

ઓનલાઈન ફ્રોડ અને સાયબર ક્રાઈમમાં સતત વધારો થતા કેન્દ્ર સરકારે દેશવ્યાપી અભિયાન શરૂ કર્યુ છે, જેમ

સાયબર ક્રાઈમનો સામનો કરવા માટે પહેલ, 18 લાખથી વધુ મોબાઈલ કનેક્શનને ડિસ્કનેક્ટ કરી શકે છે ટેલિકોમ કંપનીઓ

ઓનલાઈન ફ્રોડ અને સાયબર ક્રાઈમમાં સતત વધારો થતા કેન્દ્ર સરકારે દેશવ્યાપી અભિયાન શરૂ કર્યુ છે, જેમાં ટેલિકોમ પ્રોવાઈડર્સને સાયબર ક્રાઈમ કરતા 18 લાખથી વધુ મોબાઈલ કનેક્શનને ડિસ્કનેક્ટ કરવા ભલામણ કરી છે.

લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરી એક જ હેન્ડસેટ અથવા તો વિવિધ સીમ કાર્ડ મારફત ફાઈનાન્સિયલ ફ્રોડ અને સાયબર ક્રાઈમને ઓળખી કાઢવામાં આવ્યા છે. તેના મોબાઈલ નેટવર્ક રદ કરવામાં આવશે.

28 હજારથી વધુ ફોન ડિએક્ટિવેટ

મીડિયા સૂત્રો દ્વારા જણાવ્યા અનુસાર, તપાસમાં જાણવા મળ્યું છે કે, સાયબર ગુનેગારો સિંગલ હેન્ડસેટ પરથી જ હજારો મોબાઈલ કનેક્શનનો ઉપયોગ કરી લોકોને છેતરી રહ્યા છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) દ્વારા 9 મેના રોજ જાહેરાત કરવામાં આવી હતી કે, ટેલિકોમ કંપનીઓએ 28,220 મોબાઈલ ડિએક્ટિવેટ કર્યા છે. તેમજ આ ફોન સાથે જોડાયેલા ફ્રોડ મામલે 20 લાખથી મોબાઈલ કનેક્શન પર તપાસ હાથ ધરવામાં આવી છે.

શંકમદ કેસોમાં માત્ર 10 ટકા જ કનેક્શન જ વેરિફાઈડ

એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, અમુક કેસોમાં માત્ર 10 ટકા જ કનેક્શન્સ વેરિફાઈ થઈ શક્યા છે. બાકીના રિ-વેરિફિકેશનમાં ફેઈલ જતા ડિસ્કનેક્ટ કરવામાં આવ્યા છે. આ પગલું દેશભરમાં મોબાઈલ સાથે સંકળાયેલા સાયબર ક્રાઈમની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી લેવામાં આવ્યું છે.

ગતવર્ષે સાયબર ફ્રોડની 7 લાખ ફરિયાદો થઈ

નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ મુજબ, 2023માં ડિજિટલ ફાઈનાન્સિયલ ફ્રોડ મારફત લોકોએ રૂ. 10,319 કરોડ ગુમાવ્યા છે. 2023માં આ મામલે 6,94,000 ફરિયાદો નોંધાઈ હતી.

કૌંભાંડીઓની છટકબારી

ટેલિકોમ કંપનીઓ અને લો એન્ફોર્સમેન્ટ ઓથોરિટી દ્વારા તપાસમાંથી છટકવા કૌંભાંડીઓ સામાન્ય રીતે અન્ય ટેલિકોમ સર્કલ્સમાંથી સિમકાર્ડનો ઉપયોગ કરતા હોય છે. જેમ કે, ઓરિસ્સા અને આસામ સર્કલનું સિમકાર્ડ દિલ્હી એનસીઆરમાં વપરાઈ રહ્યું હોય. તેઓ તે સિમકાર્ડ પરથી ખૂબ ઓછા કોલ્સ કરે છે, અને તરત જ સિમકાર્ડ બદલી નાખે છે. જો એક જ સિમકાર્ડથી અનેક આઉટગોઈંગ કોલ્સ થાય તો તે ટેલિકોમ કંપની દ્વારા ઝડપાઈ જાય છે.

ગતવર્ષે સાયબર ક્રાઈમ સાથે જોડાયેલા 2 લાખ સિમકાર્ડ ડિએક્ટિવેટ કરવામાં આવ્યા હતા. જેમાં મેવાત, હરિયાણામાં 37,000થી વધુ સિમકાર્ડ ડિસ્કનેક્ટ કરવામાં આવ્યા હતા. રોમિંગ ડિટેક્શન સિસ્ટમ દ્વારા ટેલિકોમ કંપનીઓ અન્ય સર્કલના સિમકાર્ડનો ઉપયોગ કરતા લોકોની તપાસ કરે છે. 

આ સમાચાર શેર કરો