10 લાખ કરતા ઓછી કિંમતમાં Tataએ લૉન્ચ કરી નવી કાર, આ ફીચર્સ જોવા મળશે
ટાટા મોટર્સની મોસ્ટ અવેટેડ કારને લૉન્ચ કરવામાં આવી છે. ટાટા કર્વની ભારતીય બજારમાં એન્ટ્રી થઇ છે. 10 લાખ રૂપિયાની કિંમતમાં ટાટા કર્વને

ટાટા મોટર્સની મોસ્ટ અવેટેડ કારને લૉન્ચ કરવામાં આવી છે. ટાટા કર્વની ભારતીય બજારમાં એન્ટ્રી થઇ છે. 10 લાખ રૂપિયાની કિંમતમાં ટાટા કર્વને માર્કેટમાં ઉતારવામાં આવી છે. કંપનીએ પહેલા ઇલેક્ટ્રિક મૉડલને બજારમાં ઉતાર્યો હતો. હવે કર્વના પેટ્રોલ અને ડીઝલ વેરિએન્ટને માર્કેટમાં લૉન્ચ કરવામાં આવ્યું છે.
Tata Curvvની કેટલી છે કિંમત?
ટાટા કર્વ પેટ્રોલ અને ડીઝલ પાવરટ્રેન સાથે ભારતીય બજારમાં આવી છે. ટાટા મોટર્સે કર્વના પેટ્રોલ વેરિએન્ટની એક્સ શો રૂમ પ્રાઇસ 9,99,990 રૂપિયા રાખી છે જ્યારે ડીઝલ વેરિએન્ટની કિંમત 11,49,990 રૂપિયાથી શરૂ કરવામાં આવી છે.
ટાટા કર્વના પેટ્રોલ વેરિએન્ટના ફીચર્સ
ટાટા કર્વની આ કાર પ્રીમિયમ કૂપ ડિઝાઇન સાથે આવી છે. ટાટા મોટર્સની આ કારમાં 500 લીટરનું બૂટ સ્પેસ આપવામાં આવ્યું છે. આ કારમાં 208 mmનું ગ્રાઉન્ડ ક્લીયરન્સ આપવામાં આવ્યું છે. આ કારમાં LED લાઇટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ટાટા કર્વમાં સેફ્ટી માટે 6 એરબેગ્સ પણ આપવામાં આવી છે.
ટાટા કર્વમાં પેનોરમિક સનરૂફ
ટાટા કર્વના હાઇપરિયન GDi વેરિએન્ટમાં વૉઇસ આસિસ્ટન્ટ પેનોરમિક સનરૂફનું ફીચર પણ આપવામાં આવ્યું છે. આ ગાડીમાં 10.25 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ લાગેલી છે. કારમાં એરો ઇન્સર્ટ સાથે R17 અલૉય વ્હીલ્સ લાગેલા છે. ટાટાની આ કારમાં ઓટોમેટિક ટેમ્પરેચર કંટ્રોલનું ફીચર આપવામાં આવ્યું છે.
ટાટા કર્વમાં ક્રૂઝ કંટ્રોલનું ફીચર પણ સામેલ છે. આ સાથે જ પાર્કિગ માટે રિવર્સ કેમેરા પણ લગાવવામાં આવ્યો છે. આ કારમાં ઓટો હેડલેમ્પ્સ લાગેલા છે. આ કારમાં રેન સેંસિંગ વાઇપર્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.
ટાટા કર્વની બુકિંગ શરૂ
ટાટા મોટર્સે 2 સપ્ટેમ્બરથી જ ટાટા કર્વની બુકિંગ શરૂ કરી દીધી છે. કંપની 12 સપ્ટેમ્બરથી આ કારને ડિલીવર કરવાનું પણ શરૂ કરશે.








