WhatsApp પર Meta Al સાથે કરો વાત, ફોલો કરવા પડશે આ સરળ સ્ટેપ્સ
તાજેતરમાં વિશ્વની સૌથી મોટી સોશિયલ મીડિયા કંપની Meta દ્વારા Meta AI નામની નવી જનરેટિવ AI સેવા રજૂ કરવામાં આવી છે.

તાજેતરમાં વિશ્વની સૌથી મોટી સોશિયલ મીડિયા કંપની Meta દ્વારા Meta AI નામની નવી જનરેટિવ AI સેવા રજૂ કરવામાં આવી છે. હવે યૂઝર્સને આ સર્વિસનો લાભ મેટા ફેમિલી એપ્સ (વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ અને મેસેન્જર વગેરે)માં મળશે. WhatsAppમાં પસંદગીના વપરાશકર્તાઓને આની ઍક્સેસ આપવામાં આવી રહી છે અને તેઓ ગ્રુપ ચેટમાં AIની મદદથી મેસેજ અથવા રિપ્લાય લખી શકે છે. જાણો Meta Al સાથે વાત કેવી રીતે કરી શકો છો.
અન્ય જનરેટિવ AI સેવાઓની જેમ જ Meta Al પણ વિવિધ વિષયો વિશે વાત કરી શકે છે, સૂચનો આપી શકે છે અને તમારા પ્રશ્નોના જવાબ આપી શકે છે. આ સિવાય મેસેજ કે રિપ્લાય લખવા, ફોટો જનરેટ કરવા અને મેસેજ ટ્રાન્સલેટ કરવા જેવા કામ પણ તેની મદદથી સરળતાથી કરી શકાય છે. ટૂંક સમયમાં વપરાશકર્તાઓને ચેટ વિન્ડોમાં આ લાઈટ
બ્લૂ અને પિંક શેડવાળા રિંગ આઇકોન સાથે દેખાશે. અત્યારે તે ફક્ત તે જ મેસેજનો જવાબ આપી રહી છે, જેમાં તેને મેન્શન કરવામાં આવી રહ્યું છે.
પસંદ કરેલા યૂઝર્સ સાથે થઈ રહ્યું છે ટેસ્ટિંગ
દરેક માટે WhatsApp પર નવા ફીચર્સ રોલઆઉટ કરતા પહેલા તેનું ટેસ્ટિંગ બીટા વર્ઝનમાં કરવામાં આવે છે. Meta Al સાથે પણ એવું જ છે અને તે ફક્ત પસંદગીના વપરાશકર્તાઓ સાથે જ ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. સૌથી પહેલા WhatsAppને લેટેસ્ટ વર્ઝન પર અપડેટ કરો અને પછી ચેક કરો કે તમને નવું Meta Al ફીચર મળ્યું છે કે નહીં. તમે નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરતા તેનો ઉપયોગ કરી શકશો.
આ સ્ટેપ્સને ફોલોને કરીને ઉપયોગ કરી શકો છો
- જો તમે વહેલા પ્રવેશ મેળવનારા યૂઝર્સમાંથી છો તો એપ્લિકેશન અપડેટ કર્યા પછી તમને કોઈ ફેરફાર દેખાશે નહીં.
- તમારે કોઈપણ વ્હોટ્સએપ ગ્રુપ ચેટ ઓપન કરવી પડશે અને પછી મેસેજ ફીલ્ડમાં @ ટાઈપ કર્યા બાદ Meta Al ઓપ્શન દેખાશે, તેના પર ટેપ કરો.
જો તમને આ વિકલ્પ દેખાતો નથી, તો તમારી પાસે હજી સુધી નવી સુવિધાની ઍક્સેસ નથી
- Meta Alનો મેન્શન કર્યા પછી તમારે તે પ્રશ્ન અથવા પ્રોમ્પ્ટ લખવો પડશે જેના પર AI ટૂલની પ્રતિક્રિયા જોઈએ. આ પછી AIનો જવાબ ચેટમાં જોવા મળશે.
આ પછી તમે AI મેસેજ પર રાઇટ સ્વાઇપ કરીને AI સાથે વાત કરવાનું ચાલુ રાખી શકો છો.
- જોકે, ગ્રુપના અન્ય સભ્યો પણ આ મેસેજ જોઈ શકશે. આવી સ્થિતિમાં જો તમે ઇચ્છો તો તમે AI સાથે વાત કરવા માટે નજીકના લોકો સાથે એક ગ્રુપ બનાવી શકો છો.
હાલ Meta Al ફક્ત અંગ્રેજી ભાષામાં જ જવાબ આપી શકે છે અને તે તે ભાષા છે જે તે સમજે છે. તે ફક્ત તે જ સંદેશાઓનો જવાબ આપે છે જેમાં તેનો મેન્શન કરવામાં આવ્યો છે. બાદમાં ડેકિફેટેડ આઇકન સાથે યૂઝર્સને તેનો સરળતાથી એક્સેસ મળશે. જો આ સુવિધા ઉપલબ્ધ નથી, તો થોડા અઠવાડિયા રાહ જોવી વધુ સારું રહેશે કારણ કે કંપની પરીક્ષણ પછી તેને સ્ટેબલ એપ્લિકેશનનો ભાગ બનાવશે.








