મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

તમારી નોકરી AI ખાઇ જશે! સોફ્ટવેર એન્જિનિયરોના ભાવિ અંગે ગૂગલના CEOએ પણ વગાડી ખતરાની ઘંટડી

ગૂગલના CEO સુંદર પિચાઇએ કંપનીના ત્રીજા ક્વાર્ટરના અનિંગ કોલમાં જણાવ્યું કે ગૂગલના 25

તમારી નોકરી AI ખાઇ જશે! સોફ્ટવેર એન્જિનિયરોના ભાવિ અંગે ગૂગલના CEOએ પણ વગાડી ખતરાની ઘંટડી

ગૂગલના CEO સુંદર પિચાઇએ કંપનીના ત્રીજા ક્વાર્ટરના અનિંગ કોલમાં જણાવ્યું કે ગૂગલના 25 ટકાથી વધારે નવા કોડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા જનરેટ થાય છે અને તેની સમીક્ષા તેના વર્તમાન એન્જિનિયરો કરે છે. સોફ્ટવેર એન્જિનિયરો અને કોડર્સ માટે ખતરાની ઘંટી વાગી છે. આ કારણે કોડિંગ લેન્ડસ્કેપમાં મોટાપાયા પર ફેરફાર થયો છે.

કોડિંગના વર્કલોડમાં હવે AI તેની ભાગીદારી વધારી રહ્યું હોવાથી તેના લીધે આ સેક્ટરમાં ઓછા માનવબળ કે માનવીય બુદ્ધિની જરૂર પડશે. જોકે, આનો અર્થ તેવો ન કરી શકાય કે હાલના લોકો તેની નોકરી ગુમાવશે પરંતુ AI એન્જિનિયરોને ઉચ્ચસ્તરીય પ્રોબ્લેમ સોલ્વિંગ અને ઇનોવેશન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરશે.

ગૂગલના CEOનું કહેવું છે કે ઓટોમેશનથી કાર્યક્ષમતા વધી છે. જોકે, તેની સાથે સાથે એન્ટ્રીલેવલ અને દૈનિક કોડિંગ જોબની ભાવિ જરૂરિયાતોને લઇને પણ સંશય ઊભો થયો છે. આમ AI ડ્રિવન લેન્ડસ્કેપમાં એન્જિનિયરોએ તેમના કૌશલ્યને વધુને વધુ ધારદાર રાખવું પડશે.

કોડરો અને સોફ્ટવેર એન્જિનિયરોએ ઓવરસીઇંગ, રિફાઇનિંગ અને આસિસ્ટન્સ ગૂગલની અંદર જ કામગીરીની સુગમ કરવાના વ્યાપક ટ્રેન્ડનો હિસ્સો છે.આ માટે કંપનીએ તાજેતરમાં તેના રિસર્ચ, મશીન લર્નિંગ અને સિક્યોરિટી ટીમ્સને પ્લેટફોર્મ અને ડિવાઇસીસ ટીમ સાથે જોડ્યા હતા જેથી જેમિની જેવા નવા મોડેલ્સ વધારે ઝડપથી અમલમાં લાવી શકાય.

ગૂગલ AIનો ઉપયોગ આંતરિક પ્રક્રિયાો માટે અને યુઝર્સ માટેની પ્રોડક્ટ્સ માટે કરી રહ્યુ છે જેથી તે ટેક ઇનોવેશનના આગામી મોજાની આગેવાની લઇ શકે. આ ફેરફારનું ધ્યેય તે જોવાનું છે કે સોફ્ટવેર વિકસાવવાની પદ્ધતિમાં કેવો ફેરફાર લાવી શકાય છે અને નવા AI ફીચર્સ સાથે ગૂગલ પ્રોડક્ટ્સની કાર્યક્ષમતામાં કેટલો સુધારો કરી શકાય છે.

આ સમાચાર શેર કરો