સ્વચ્છ ઉર્જા માટે પ્રયાસ, ફિનલેન્ડની 100 મેગા વોટ સેન્ડ બેટરી કચરામાંથી બનાવશે પાવર
એનર્જી સ્ટોરેજ અંગેની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે ફિનલેન્ડની કંપની પોલાર નાઇટ એનર્જી ઇન્ડસ્ટ્રિયલ લેવલની સેન્ડ બેટરી વિષે ખૂબ ચર્ચામાં

એનર્જી સ્ટોરેજ અંગેની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે ફિનલેન્ડની કંપની પોલાર નાઇટ એનર્જી ઇન્ડસ્ટ્રિયલ લેવલની સેન્ડ બેટરી વિષે ખૂબ ચર્ચામાં છે. આ પ્રોજેક્ટ દક્ષિણ ફિનલેન્ડના પોર્નાઇનમાં સ્થિત છે. આ થર્મલ એનર્જી સ્ટોરેજ સિસ્ટમ પાવર જનરેટ કરવા માટે સોપસ્ટોનનો ઉપયોગ કરે છે. સોપસ્ટોન એટલે કે પાવડરનો બનેલો પથ્થરનો ઉપયોગ એનર્જી જનરેટ કરવા માટે કરવામાં આવે છે. આ પ્રોજેક્ટ પર હાલમાં કામ ચાલી રહ્યું છે અને તેને આવતાં વર્ષે શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો : સ્માર્ટફોનની સ્ક્રીન પરના તમામ સ્ક્રેચ ગાયબ થઈ જશે, ઘરે જ અજમાવો આ સરળ રીત
સેન્ડ બેટરી
આ પાવડર સામાન્ય પાવડર નથી હોતું, એમાં ગરમીને સાચવી રાખવાનો પદાર્થ હોય છે. આ માટે કંપની એક ફાયરપ્લેસ મેન્યુફેક્ચરિંગ કંપનીનો કચરો ઉપયોગમાં લે છે. આ પાવડરનો ઉપયોગ બેટરીમાં કરવામાં આવે છે અને તે થર્મલ એનર્જી જનરેટ કરે છે. આ એનર્જીનો ઉપયોગ Loviisan Lämpö ડિસ્ટ્રિક્ટ હિટીંગ નેટવર્કમાં કરવામાં આવશે. આ પ્રોસેસ દ્વારા પર્યાવરણને બચાવવાની સાથે કચરો દૂર કરીને તેમાંથી એનર્જી ઉત્પન્ન કરવામાં આવશે.
સેન્ડ બેટરીની ક્ષમતા
આ સેન્ડ બેટરીમાં 2000 ટન સોપસ્ટોનનો સમાવેશ છે. પોર્નાઇનના ડિસ્ટ્રિક્ટ હિટીંગ નેટવર્ક માટે આ મુખ્ય પાવર સોર્સ છે. આ બેટરી એક મેગાવોટ પાવર જનરેટ કરે છે અને 100 મેગાવોટ કલાક (MWh) એનર્જી સ્ટોર કરી શકે છે. આ બેટરી 13 મીટર ઊંચી અને 15 મીટર પહોળી છે.
ઇન્સ્ટોલેશન
સેન્ડ બેટરીને સોપસ્ટોનથી ભરવામાં આવી છે અને હવે તેની શિયાળાની પરીક્ષા કરવામાં આવશે. આ સેન્ડ બેટરી 2025માં શરૂ થઈ જશે. આ પ્રોજેક્ટને બિઝનેસ ફિનલેન્ડના ન્યૂ ટેકનોલોજી એનર્જી એઇડ પ્રોગ્રામ દ્વારા ફંડ મળ્યું છે. આ ફંડના કારણે આ પ્રોજેક્ટને ખૂબ જ ફાયદો થયો છે અને નવી ટેકનોલોજી વિકસાવવામાં મદદ મળી છે.
સોપસ્ટોનના લાભ
સોપસ્ટોનમાં થર્મલ એનર્જી ઘણી સારી રીતે પ્રવાહિત થઈ શકે છે અને તેમાં ગરમીને સાચવવાની ખૂબ જ ક્ષમતા હોય છે. આ ગુણધર્મો આ સેન્ડ બેટરીમાં એ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ સેન્ડ બેટરીમાંથી એનર્જી ઘરો અથવા બિઝનેસ માટે મોકલવામાં આવે છે.
ક્લીન એનર્જી
સેન્ડ બેટરી સંપૂર્ણ રીતે કચરા પર આધારિત છે. આ એનર્જીને પરિવહન કરવા માટે કોઈ ઇંધણની જરૂર નથી પડતી. આ ટેક્નોલોજી ક્લીન એનર્જી તરફ એક પગલું છે. ફિનલેન્ડના એક ગામના ડિસ્ટ્રિક્ટમાં આ સેન્ડ એનર્જીનો પ્રોજેક્ટ સફળ રહેશે તો આ રીતે વધુ સેન્ડ બેટરી બનાવવામાં આવશે.








