વિશ્વભરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ડાઉન; યુઝર્સે આપી અલગ અલગ પ્રતિક્રિયા
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (જે અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતું હતું) ને વૈશ્વિક વિક્ષેપનો સામનો કરવો પડ્ય

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (જે અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતું હતું) ને વૈશ્વિક વિક્ષેપનો સામનો કરવો પડ્યો છે. હાલ પ્લેટફોર્મ X ડાઉન ચાલી રહ્યું છે જેના કારણે યુઝર્સ મોબાઇલ અને વેબ પ્લેટફોર્મ બંને પર તેની સેવાઓને વાપરવામાં અસમર્થ હતા.
અબજોપતિ એલોન મસ્કની માલિકીના X પ્લેટફોર્મે, "પોસ્ટ્સ હમણાં લોડ થઈ રહી નથી" જેવા સંદેશાઓ પ્રદર્શિત કર્યા યુઝર્સને "ફરી પ્રયાસ કરો" સૂચવ્યું છે.
ભારત અને વિશ્વભરના યુઝર્સએ X પ્લેટફોર્મ ડાઉન છે તેને લઈને અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચર્ચા કરી રહ્યા છે.
X એ આ મામલે કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી અને Xની સંપૂર્ણ સેવાઓ પુનઃસ્થાપિત કરવા માટે કોઈનો કોઈ સમય પણ જણાવ્યો નથી.








