મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

'હું ધોની છું, મારે 600 રૂપિયાની જરૂર...', છેતરપિંડીના નામે સ્કેમર્સનો નવો કીમિયો

હાલમાં IPLની સિઝનના કારણે લોકોમાં ક્રિકેટનો ભારે ક્રેઝ છે, પરંતુ હવે કૌભાંડી

'હું ધોની છું, મારે 600 રૂપિયાની જરૂર...', છેતરપિંડીના નામે સ્કેમર્સનો નવો કીમિયો

હાલમાં IPLની સિઝનના કારણે લોકોમાં ક્રિકેટનો ભારે ક્રેઝ છે, પરંતુ હવે કૌભાંડીઓ તેનો ફાયદો ઉઠાવીને સોશિયલ મીડિયા દ્વારા લોકોને છેતરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તાજેતરમાં એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક સ્કેમરે પહેલા પોતાને ક્રિકેટર એમએસ ધોની તરીકે ઓળખાવ્યો હતો અને બાદમાં વ્યક્તિ પાસેથી પૈસા પડાવી લીધા હતા. આટલું જ નહીં, સ્કેમરે એમએસ ધોનીના ફોટાની સાથે ચેન્નાઈ સુપર કિંગ્સનું સ્લોગન પણ મોકલ્યું છે.

આ પણ વાંચોઃ ક્રિકેટમાં કેવી રીતે કામ કરે છે અલ્ટ્રા-એજ ટેકનોલોજી? હળવો સ્પર્શ પણ કરી શકાય છે ડિટેક્ટ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક યુઝરને એક મેસેજ મળ્યો, જેમાં લખ્યું હતું કે, હાય, હું એમએસ ધોની... હું તમને મારા પ્રાઈવેટ એકાઉન્ટમાંથી મેસેજ મોકલી રહ્યો છું. અત્યારે હું રાંચીની બહારના વિસ્તારમાં છું અને મારું વોલેટ ભૂલી ગયો છું. શું તમે મને PhonePe દ્વારા 600 રૂપિયા ટ્રાન્સફર કરી શકો છો, જેથી હું બસમાં ઘરે પાછો જઈ શકું, હું ઘરે પહોંચતાની સાથે જ આ પૈસા પાછા કરી દઈશ.’

એમએસ ધોનીની સેલ્ફી પણ મોકલી હતી સ્કેમરે

એટલું જ નહીં, સ્કેમરે "mahi77i2" નામના હેન્ડલથી મેસેજ મોકલ્યો હતો. ધોનીના ઓફિશિયલ હેન્ડલ વિશે વાત કરીએ તો તે "mahi7781" છે. સ્કેમરે સેલ્ફી પણ મોકલી અને ચેન્નાઈ સુપર કિંગ્સનું સ્લોગન "વ્હિસલ પોડુ"નો ઉપયોગ કર્યો. સ્કેમર દ્વારા મોકલવામાં આવેલ મેસેજ ધરાવતી આ પોસ્ટ વાયરલ થઈ રહી છે અને સોશિયલ મીડિયા પર લાખો વખત જોવામાં આવી છે.

જો તમને પણ આવો મેસેજ મળે તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. તમે જાણતા ન હોય તેવા કોઈને પૈસા મોકલશો નહીં અને જવાબ આપતા પહેલા એકાઉન્ટની માહિતી ચકાસો. આ સિવાય આઈપીએલ ટિકિટને લઈને પણ છેતરપિંડી થઈ રહી છે. આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં આઈપીએલની ટિકિટ ખરીદતી વખતે લોકો સાથે છેતરપિંડી થઈ રહી છે.

આ સમાચાર શેર કરો