રૉયલ એનફીલ્ડ ક્લાસિક 350 આ તારીખે થશે લૉન્ચ, જાણો શું બદલાવ જોવા મળશે
ટુ-વ્હીલર કંપની Royal Enfield અપડેટેડ ક્લાસિક 350ની લૉન્ચ તારીખની જાહેરાત કરવામાં આવી છે. આ મોટર સાઇ

ટુ-વ્હીલર કંપની Royal Enfield અપડેટેડ ક્લાસિક 350ની લૉન્ચ તારીખની જાહેરાત કરવામાં આવી છે. આ મોટર સાઇકલ 12 ઓગસ્ટે મુંબઇમાં લૉન્ચ કરવામાં આવશે. કંપનીની આ સૌથી વધુ વેચાતી ક્લાસિક બાઇકના નવા મૉડલમાં ફીચર અપડેટ મળવાની આશા છે.
જોકે, કંપનીએ આગામી Royal Enfield Classic 350માં કરવામાં આવેલા ફેરફારોનો ખુલાસો કર્યો નથી. તે Honda CB350 અને Jawa 350ને ટક્કર આપશે.
નવી ક્લાસિક બાઇકમાં મળશે LED લાઇટિંગ
નવી રોયલ એનફિલ્ડ ક્લાસિક 350માં બદલાવ તરીકે LED હેડલાઇટ્સ, LED ટેલ લાઇટ્સ અને LED ટર્ન ઇંડિકેટર્સ મળી શકે છે, જે રોયલ એનફીલ્ડના વર્તમાન મૉડલ્સમાં રજૂ કરવામાં આવ્યા છે. લેટેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, નવા સ્વીચગિયર અને નવા રંગ વિકલ્પો પણ મળવાની સંભાવના છે.
ટુ-વ્હીલરની ફ્યુઅલ ટેન્ક અને સાઇડ બોડી પેનલમાં હળવા ફેરફારો થઈ શકે છે. આ સિવાય ABS સાથે એલોય વ્હીલ અને ટ્યૂબલેસ ટાયરનો વિકલ્પ આપવામાં આવી શકે છે.
વર્તમાન મોડલની પાવરટ્રેન ચાલુ રહેશે
- 2024 ક્લાસિક 350માં વર્તમાન મોડલ જેવું જ 349cc, એર-ઓઇલ કૂલ્ડ એન્જિન મળવાની શક્યતા છે, જે 6,100rpm પર 20.2bhp પાવર અને 4,000rpm પર 27Nm ટોર્ક ઉત્પન્ન કરે છે.
- ટ્રાન્સમિશન માટે, તેને 5-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડવામાં આવશે. સસ્પેન્શન માટે, ટેલિસ્કોપિક ફોર્ક આગળના ભાગમાં અને ટ્વિન શોક એબ્સોર્બર્સ પાછળના ભાગમાં ઉપલબ્ધ હશે, જ્યારે બ્રેકિંગ માટે ડિસ્ક બ્રેક્સ ઉપલબ્ધ હશે.
- તેની કિંમત વર્તમાન મોડલ કરતાં વધુ હશે, જે હાલમાં રૂ. 1.93 લાખ (એક્સ-શોરૂમ)માં ખરીદી શકાય છે.








