મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

ડાર્ક વેબ પર લાખો ભારતીયોની ડિટેલ્સ થઈ લીક, ક્યાંય તમારું નામ પણ સામેલ નથીને?

boAt ભારતની એક લોકપ્રિય કંપની છે. ભારતીય બજારમાં તેની ઘણી સસ્તી પ્રોડક્ટ ઉપલબ્ધ છ

ડાર્ક વેબ પર લાખો ભારતીયોની ડિટેલ્સ થઈ લીક, ક્યાંય તમારું નામ પણ સામેલ નથીને?

boAt ભારતની એક લોકપ્રિય કંપની છે. ભારતીય બજારમાં તેની ઘણી સસ્તી પ્રોડક્ટ ઉપલબ્ધ છે. boAt પાસે ભારતીય બજારમાં ઘણા સસ્તા ઇયરબડ્સ, TWS, સ્પીકર્સ અને સ્માર્ટવોચ વગેરે ઉપલબ્ધ છે, પરંતુ શું તમે જાણો છો કે એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ બ્રાન્ડનો ડેટા લીક થયો છે, જેમાં 75 લાખ સામાન્ય ભારતીય યુઝર્સના નામ પણ સામેલ છે. જી હા, હાલ કંપની તેના સૌથી મોટા ડેટા લીકનો સામનો કરી રહી છે. આ લીકમાં લાખો ભારતીય યુઝર્સની અંગત માહિતી લીક કરવામાં આવી છે જેમાં નામ, સરનામું, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને બેંક કાર્ડની વિગતો સામેલ છે. આ ડેટા ડાર્ક વેબ પર દેખાયો છે. એક રિપોર્ટમાંથી આ માહિતી મળી છે. સાયબર ગુનેગારો આ માહિતીનો દુરૂપયોગ કરી શકે છે અને તમારા બેંક એકાઉન્ટને ખાલી પણ કરી શકે છે.

ફોર્બ્સ અનુસાર, આ ડેટા બ્રીચની માહિતી જાણીતા હેકર્સ ShopifyGUY દ્વારા આપવામાં આવી હતી. તેનો દાવો છે કે તેણે 5 એપ્રિલે બોટ લાઇફસ્ટાઇલનો ડેટાબેઝ એક્સેસ કર્યો હતો. ડાર્ક વેબ પર લગભગ 75 લાખ એન્ટ્રી છે. ડેટા લીકમાં યુઝર્સના નામ, એડ્રેસ, કોન્ટેક્ટ નંબર, ઈમેલ આઈડી, કસ્ટમર આઈડી વગેરે સામે આવ્યા છે.

નિર્દોષ લોકોને પહોંચાડી શકે છે નુકસાન

કોઈપણ હેકર્સ આ ડેટા એક્સેસ કરી શકે છે અને નિર્દોષ લોકોને નુકસાન પહોંચાડી શકે છે. આમાં નાણાકીય છેતરપિંડી, ફિશિંગ કૌભાંડો અને ઓળખ સંબંધિત ડેટાની ચોરી શામેલ હોઈ શકે છે.

સાયબર ગુનેગારો બદનામ કરી શકે છે

એક રિસર્ચરે જણાવ્યું કે આ પ્રકારના ડેટાનો ઉપયોગ કરીને સાયબર ક્રિમિનલ્સ બેંક એકાઉન્ટ વગેરેનો અનઓથોરાઇઝ્ડ એક્સેસ મેળવી શકે છે અને તમારું બેંક એકાઉન્ટ ખાલી પણ કરી શકે છે. તેમજ ક્રેડિટ કાર્ડ વગેરેનો દુરૂપયોગ પણ કરી શકો છો. જોકે, હજી સુધી કંપનીએ આ અંગે કોઈ માહિતી આપી નથી.

ભારતીય બજારમાં બોટની સસ્તી પ્રોડક્ટ્સ

વર્ષ 2016માં boAtની શરૂઆત કરવામાં આવી હતી. પોતાના સસ્તા પ્રોડક્ટ્સને કારણે આ બ્રાન્ડ ઝડપથી લોકપ્રિય બની ગઈ હતી. આ બ્રાન્ડ ઓડિયો પ્રોડક્ટ અને વિયરેબલ પ્રોડક્ટ બનાવે છે. ભારતમાં તેના લાખો ગ્રાહકો છે. સ્માર્ટ વૉચ વગેરેનો ઉપયોગ કરવા માટે, યુઝર્સે boAtની એપ્લિકેશનનો ઉપયોગ કરવો પડે છે, જ્યાં ઘણા યુઝર્સ તેમની પર્સનલ ડિટેલ્સ એન્ટર કરતા હોય છે.

આ સમાચાર શેર કરો