મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

30 દિવસમાં X પર 1.85 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ બૅન, તમે પણ ના કરતા આ ભૂલ

એલન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉના ટ્વિટર)એ 30 દિવસમાં 1 લાખ 80 હજારથી વધુ ભારતીય એકાઉન્ટ પ

30 દિવસમાં X પર 1.85 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ બૅન, તમે પણ ના કરતા આ ભૂલ

એલન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉના ટ્વિટર)એ 30 દિવસમાં 1 લાખ 80 હજારથી વધુ ભારતીય એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. જો તમે પણ Xનો ઉપયોગ કરો છો તો સાવચેત રહો કારણ કે એક ભૂલથી તમારું એકાઉન્ટ બૅન થઈ શકે છે. Xનો દાવો છે કે તેણે 26 માર્ચથી 25 એપ્રિલની વચ્ચે ભારતમાં 1,84,241 એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આ એકાઉન્ટ્સ કંપનીની નીતિના ઉલ્લંઘનમાં બાળ જાતીય દુર્વ્યવહાર અને non consensual nudityને પ્રોત્સાહન આપતા હતા.

એક્સે માસિક રિપોર્ટમાં માહિતી આપી

X એ પણ જણાવ્યું કે માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મે દેશમાં આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે સમાન સમયગાળા દરમિયાન 1,303 એકાઉન્ટ્સ પણ દૂર કર્યા હતા. એકંદરે, X (અગાઉ ટ્વિટર) એ આ સમયગાળા દરમિયાન 1,85,544 એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. કંપનીએ તેના માસિક રિપોર્ટમાં આ જાણકારી આપી છે.

માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મે નવા IT નિયમો, 2021 હેઠળ બહાર પાડવામાં આવેલા તેના માસિક અહેવાલમાં જણાવ્યું હતું કે તેને તેની ફરિયાદ નિવારણ પદ્ધતિ દ્વારા આ સમયગાળા દરમિયાન ભારતમાં વપરાશકર્તાઓ તરફથી 18,562 ફરિયાદો મળી છે. વધુમાં કંપનીએ 118 ફરિયાદો પર કાર્યવાહી કરી જે એકાઉન્ટ સસ્પેન્શન સામે અપીલ કરી રહી હતી.

કેટલાક ખાતાઓનું સસ્પેન્શન ફરી શરૂ કર્યું

કંપનીએ જણાવ્યું કે ''પરિસ્થિતિની વિશિષ્ટતાઓની સમીક્ષા કર્યા પછી અમે આમાંથી ચાર ખાતાઓનું સસ્પેન્શન પાછું ખેંચ્યું છે. બાકીના રિપોર્ટ કરવામાં આવેલા એકાઉન્ટ પર પ્રતિબંધ રહેશે," . "અમને આ રિપોર્ટિંગ સમયગાળા દરમિયાન એકાઉન્ટ વિશે સામાન્ય પ્રશ્નો સંબંધિત 105 વિનંતીઓ પ્રાપ્ત થઈ છે."

ભારતમાંથી મોટાભાગની ફરિયાદો પ્રતિબંધના ઉલ્લંઘનો (7,555), ત્યારબાદ દ્વેષપૂર્ણ આચરણ (3,353), સંવેદનશીલ પુખ્ત સામગ્રી (3,335) અને દુરુપયોગ/સતામણ (2,402) વિશે હતી. 26 ફેબ્રુઆરીથી 25 માર્ચની વચ્ચે Xએ દેશમાં 2,12,627 ખાતાઓ પર પ્રતિબંધ મૂક્યો હતો.

માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મે તેના પ્લેટફોર્મ પર આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે સમાન સમયગાળામાં 1,235 એકાઉન્ટ્સ પણ દૂર કર્યા હતા. તાજેતરમાં એલન મસ્કએ જાહેરાત કરી હતી કે વપરાશકર્તાઓ હવે સ્પામ અને બૉટોને બચવા માટે જવાબોને માત્ર ચકાસાયેલ વપરાશકર્તાઓને જ મર્યાદિત કરી શકે છે.

આ સમાચાર શેર કરો