મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

ChatGPT ગો સબ્સક્રિપ્શન ભારતમાં એક વર્ષ માટે ફ્રી,વધારે ચેટ અને ઇમેજ જનરેટ કરી શકશો

ઓપનએઆઇએ ભારતમાં ચેટજીપીટી ગોનું સબ્સક્રિપ્શન પ્લાન એક વર્ષ માટે ફ્રી કરવાની જાહેરાત કરી છે. આ

ChatGPT ગો સબ્સક્રિપ્શન ભારતમાં એક વર્ષ માટે ફ્રી,વધારે ચેટ અને ઇમેજ જનરેટ કરી શકશો

ઓપનએઆઇએ ભારતમાં ચેટજીપીટી ગોનું સબ્સક્રિપ્શન પ્લાન એક વર્ષ માટે ફ્રી કરવાની જાહેરાત કરી છે. આ ઓફર 4 નવેમ્બર 2025થી ભારતીય યૂઝર્સ માટે એક્ટિવ થશે.

આ સબ્સક્રિપ્શન ભારતમાં 399 રૂપિયા પ્રતિ મહિનો છે. યૂઝર્સને વર્ષમાં 4788 રૂપિયાનો ફાયદો થશે. ચેટજીપીટીના આ પ્લાનમાં વધારે ચેટ અને ઇમેજ બનાવી શકશો.ચેટજીપીટી ગો ઓપનએઆઇનું મિડ-લેવલ પ્રીમિયમ પ્લાન છે. કંપનીનું કહેવું છે કે ભારત તેનુ બીજુ મોટુ અને સૌથી ઝડપી માર્કેટ છે.

ચેટજીપીટી ગો શું છે અને તેમાં શું મળે છે?

ચેટજીપીટીના ફ્રી વર્જનમાં મેસેજ લિમિટ ઓછી હોય છે, ઇમેજ જનરેટ કરવાની સંખ્યા લિમિટેડ રહે છે અને પર્સનલાઇજ્ડ ચેટ્સમાં મેમરી પણ નાની હોય છે પરંતુ ગો વર્જનમાં 

  • ચેટની ડેલી લિમિટ વધારે હશે, એટલે કે કલાકો સુધી ચેટ કરી શકો છો.
  • વધારે ઇમેજ ક્રિએશન અને ફાઇલ્સ/ઇમેજ અપલોડ કરવાની લિમિટ વધારે છે.
  • AI તમારી પાછલી વાતોને વધારે લાંબા સમય સુધી યાદ રાખશે.
  • આ GPT-5 મૉડલ પર ચાલે છે, જે સૌથી એડવાન્સ્ડ AI છે.

અત્યારે કેટલી કિંમત છે અને કેટલો ફાયદો થશે?

વર્તમાનમાં આ સબ્સક્રિપ્શન ભારતમાં 399 રૂપિયા પ્રતિ મહિના છે પરંતુ 4 નવેમ્બરથી આ એક વર્ષ માટે ફ્રી થઇ જશે એટલે કે 4,788 રૂપિયાનો ફાયદો થશે.

આ ઓફર ગો સબ્સક્રાઇબર્સ માટે પણ લાગુ થશે. જો તમે પહેલાથી પે કરી રહ્યા છો તો તે અમાઉન્ટ રિફંડ અથવા ક્રેડિટ મળી શકે છે.

આ સમાચાર શેર કરો