મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

હવે UPI PINમાંથી મળશે મુક્તિ, તમારી ફિંગરપ્રિન્ટ અથવા ચહેરાથી થશે પેમન્ટ

ડિજિટલ પેમેન્ટને સરળ બનાવવા માટે Amazon Payએ એક ઐતિહાસિક પગલું ભર

હવે UPI PINમાંથી મળશે મુક્તિ, તમારી ફિંગરપ્રિન્ટ અથવા ચહેરાથી થશે પેમન્ટ

ડિજિટલ પેમેન્ટને સરળ બનાવવા માટે Amazon Payએ એક ઐતિહાસિક પગલું ભર્યું છે. કંપનીએ ભારતમાં UPI Biometric Authentication ફીચર લોન્ચ કર્યું છે, જેના પછી યુઝર્સને UPI પેમેન્ટ કરવા માટે હવે UPI PIN યાદ રાખવાની કે દાખલ કરવાની જરૂર રહેશે નહીં. હવે તમે ફક્ત ફિંગરપ્રિન્ટ અથવા ફેસ સ્કેન કરીને પેમેન્ટને અપ્રૂવ કરી શકો છો. આ નવું ફીચર ખાસ કરીને એવા લોકો માટે મોટી રાહત છે જેઓ વારંવાર પોતાનો UPI PIN ભૂલી જાય છે અથવા ઝડપી પેમેન્ટ કરવા માંગે છે. Amazon Pay ભારતની પ્રથમ તે કંપનીઓમાં સામેલ થઈ ગઈ છે, જેણે આ સુવિધા શરૂ કરી છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ ફીચર હેઠળ 5,000 રૂપિયા સુધીના UPI ટ્રાન્ઝેક્શન PIN વગર કરી શકાય છે.

પ્રારંભિક ડેટા મુજબ વપરાશકર્તાઓને આ સુવિધા પસંદ આવી રહી છે, 90%થી વધુ યુઝર્સ eligible ટ્રાન્ઝેક્શનમાં બાયોમેટ્રિક ઓપ્શનને સિલેક્ટ કરી રહ્યા છે. આ ફીચર પેમેન્ટને ઝડપી બનાવે છે, સાથે મજબૂત સુરક્ષા પણ પૂરી પાડે છે. કારણ કે બાયોમેટ્રિક ડેટા ડિવાઈસ સાથે જોડાયેલ હોય છે અને કોઈની સાથે શેર કરી શકાતો નથી. હાલમાં, આ સુવિધા Android યુઝર્સ માટે ઉપલબ્ધ છે.

શું છે Amazon Payનું UPI Biometric Authentication

Amazon Payનું નવું UPI Biometric Authentication ફીચર યુઝર્સને ફિંગરપ્રિન્ટ અથવા ફેસ સ્કેનનો ઉપયોગ કરીને પેમેન્ટ કરવાની મંજૂરી આપે છે. આનો અર્થ એ છે કે તમારે હવે દર વખતે તમારો UPI PIN દાખલ કરવાની જરૂર નહીં રહે. ભલે તમે કોઈ મિત્રને પૈસા મોકલી રહ્યા હોવ, સ્ટોર પર QR કોડ સ્કેન કરી રહ્યા હોવ, અથવા તમારું બેલેન્સ ચેક કરી રહ્યા હોવ, તમારો ચહેરો અથવા ફિંગરપ્રિન્ટ તમારી ઓળખ બની જશે.

PIN વગર 5000 રૂપિયા સુધીનું પેમેન્ટ સુરક્ષિત

Amazon Pay અનુસાર, આ સુવિધા 5000 રૂપિયા સુધીના ટ્રાન્ઝેક્શન માટે ઉપલબ્ધ છે. બાયોમેટ્રિક સિક્યોરિટી ડિવાઈસ સાથે જોડાયેલી છે, તેથી તેને કોપી કે શેર કરી શકાતી નથી. આનો અર્થ એ છે કે જો તમારો ફોન સુરક્ષિત છે, તો તમારું પેમેન્ટ પણ સુરક્ષિત છે. આ જ કારણ છે કે કંપની દાવો કરે છે કે આ PIN કરતાં પણ વધુ સુરક્ષિત છે.

આનાથી 2 ગણું ઝડપી થશે પેમેન્ટ

આ સુવિધાનો એક મોટો ફાયદો એ છે કે તમે હવે એક હાથે પેમેન્ટ કરી શકો છો. હવે PIN દાખલ કરવાની જરૂર નથી. ઉપરાંત સ્ક્રીનને વારંવાર ટેપ કરવાની ઝંઝટ નથી.  Amazon Pay દાવો કરે છે કે આ પદ્ધતિ ચુકવણી લગભગ 2 ગણી ઝડપી બનાવે છે. સ્ટોર્સમાં અથવા ઉતાવળમાં ચુકવણી કરતી વખતે આ સુવિધા ખાસ કરીને ઉપયોગી છે.

Amazon Payમાં આ નવી બાયોમેટ્રિક સુવિધા નીચેના બધા ક્ષેત્રોમાં કામ કરશે:

Send Money (પૈસા મોકલો)

Scan & Pay (QR સ્કેન દ્વારા પેમેન્ટ કરવું)

Merchant Payment (દુકાનદારને પેમેન્ટ કરવું)

આનો અર્થ એ છે કે Amazon Pay UPI સાથે જોડાયેલી લગભગ દરેક સર્વિસમાં આ સુવિધાનો ઉપયોગ કરી શકાશે.

આ સમાચાર શેર કરો