મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

Jioના યુઝર્સને હવે નંબરોને બદલે જોવા મળશે કોલ કરનારનું નામ

રિલાયન્સ જિયો તેના વપરાશકર્તાઓ માટે સારા સમાચાર જાહેર કર્યા છે, હવે યુઝર્સને તેમના ફોનની સ્ક્

Jioના યુઝર્સને હવે નંબરોને બદલે જોવા મળશે કોલ કરનારનું નામ

રિલાયન્સ જિયો તેના વપરાશકર્તાઓ માટે સારા સમાચાર જાહેર કર્યા છે, હવે યુઝર્સને તેમના ફોનની સ્ક્રીન પર કોલ કરનારાઓના નામ જોવા મળશે. કંપનીએ કોલર નેમ પ્રેઝન્ટેશન (CNAP) ફીચર લોન્ચ કર્યું છે, જેના દ્વારા અજાણ્યા નંબરોની ઓળખ જાહેર થશે. દાવો છે કે આનાથી વપરાશકર્તાઓ માટે ફોન કોલ્સ વધુ સુરક્ષિત બનશે અને તેમને સ્કેમ કોલ્સથી બચાવી શકાશે.

કોલ કરનારના નંબરને સ્થાને તેનું નામ જોવા મળશે

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)એ નિર્ણય લીધો છે કે Jio ઉપરાંત, Airtel, Vodafone Idea અને BSNLએ પણ તેમના સબ્સ્ક્રાઇબર્સને CNAP લાભો આપવા જોઈએ. આનો અર્થ એ થયો કે હવે વપરાશકર્તાઓને કોલ કરનારના નંબરને સ્થાને તેનું નામ જોવા મળશે. Jioએ આ લાભ આપવાનું શરૂ કરી દીધું છે. આનો લાભ પશ્ચિમ બંગાળ, કેરળ, બિહાર, ઉત્તર પ્રદેશ પૂર્વ, રાજસ્થાન, પંજાબ, આસામ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ અને ઓડિશામાં મળવાનું શરૂ થઈ ગયું છે.

Airtel અને Viએ પણ આની શરૂઆત કરી

જિયો પહેલા, Airtel પણ પસંદગીના વર્તુળોમાં CNAP લાભો આપવાનું શરૂ કરી ચૂક્યું છે. આ રાજ્યોમાં પશ્ચિમ બંગાળ, ગુજરાત, મધ્યપ્રદેશ તેમજ જમ્મુ અને કાશ્મીરનો સમાવેશ થાય છે. તેવી જ રીતે,  Vodafone Idea (Vi)એ મહારાષ્ટ્રમાં આ ફીચર રોલઆઉટ કર્યું છે અને મહારાષ્ટ્રમાં તેની શરૂઆત પણ કરી છે. BSNL હાલમાં પશ્ચિમ બંગાળમાં ટેસ્ટિંગ કરી રહ્યું છે.

આ રીતે કામ કરે છે નવું ફીચર CNAP

ઘણા વપરાશકર્તાઓ હાલમાં કૌભાંડ અને સ્પામ કોલ્સથી બચવા માટે TrueCaller એપનો ઉપયોગ કરે છે. આ એપ પણ સ્ક્રીન પર કોલરનું નામ દર્શાવે છે. જોકે, CNAPF અન્ય કોલર ઓળખ એપથી અલગ છે કારણ કે આમાં ટેલિકોમ પ્રોવાઈડરના રજિસ્ટર્ડ દસ્તાવેજોના આધારે સ્ક્રીન પર નામ દર્શાવવામાં આવે છે. આ અન્ય કોઈપણ એપ કરતાં વધુ વિશ્વસનીય છે.

આ સાથે TRAIએ સાયલન્ટ કોલ્સ અંગે ચેતવણી જારી કરી છે. આ એવા કોલ્સ છે જેમાં કોલ રિસિવ કરવામાં આવે ત્યારે સામે પક્ષેથી કોઈ બોલતું નથી. સ્કેમર્સ ઘણીવાર આવા કોલ્સ ફક્ત નંબર સક્રિય છે કે નહીં તે તપાસવા માટે કરે છે.

આ સમાચાર શેર કરો