મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

Netflix એ કરોડો યુઝર્સને આપ્યો મોટો ઝટકો! હવે આ ડિવાઇસ પર કામ નહીં કરે એપ્લિકેશન

Netflix એક લોકપ્રિય OTT સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ છે. સમગ્ર વિશ્વમાં કરોડો લોકો OTT સ્ટ્રીમિંગ માટે તેનો ઉપયોગ કર

Netflix એ કરોડો યુઝર્સને આપ્યો મોટો ઝટકો! હવે આ ડિવાઇસ પર કામ નહીં કરે એપ્લિકેશન

Netflix એક લોકપ્રિય OTT સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ છે. સમગ્ર વિશ્વમાં કરોડો લોકો OTT સ્ટ્રીમિંગ માટે તેનો ઉપયોગ કરે છે. જોકે, હવે Netflix એ તેના યુઝર્સને મોટો ઝટકો આપ્યો છે. એવા સમાચાર આવી રહ્યા છે કે ઘણા એવી ડિવાઇસ છે જેમાં કંપનીએ સપોર્ટ બંધ કર્યો છે. આવી સ્થિતિમાં, જો તમે પણ તમારા ફોન પર Netflix ચલાવો છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થવાના છે.

તમને જણાવી દઈએ કે Netflix સંબંધિત આ મોટું અપડેટ iPhone યુઝર્સ માટે છે. કંપનીએ ઘણા iPhones પર સપોર્ટ બંધ કર્યો છે. આવી સ્થિતિમાં હવે લાખો iPhone યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. 

Netflix હવે કેટલાક iPhone મોડલ પર નહીં ચાલે. એક રિપોર્ટ અનુસાર Netflix દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે iOS 16 અને iPadOS 16ને એપનો સપોર્ટ નહીં મળે. આનો અર્થ એ છે કે Netflix તે iPhones પર ચાલી નહીં શકે જેને iOS 17 પર અપગ્રેડ નથી કરી શકાતા.

Netflix આ ડિવાઇસ પર કામ નહીં કરે

તમને જણાવી દઈએ કે જે iOS ડિવાઇસ પર હવે Netflix નહીં ચલાવી શકાય તેમાં iPhone 8, iPhone 8 Plus, iPhone X, Appleની ફર્સ્ટ જનરેશનના iPad Pro અને iPad 5નો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં, જો તમારી પાસે આમાંથી કોઈપણ ડિવાઇસ છે, તો તેનો અર્થ એ છે કે હવે તમે તેના પર લોકપ્રિય OTT સ્ટ્રીમિંગ એપનો આનંદ નહીં લિ શકો. 

તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ કંપની જૂની ડિવાઇસ માટે પોતાનો સપોર્ટ બંધ કરી રહી હોય. Netflixની જેમ WhatsApp એ પણ વારંવાર આવા પગલાં લીધાં છે.WhatsApp એ ઘણીવાર જૂની Android અને iOS ડિવાઇસને સપોર્ટ કરવાનું બંધ કર્યું છે. કંપનીઓ ઘણીવાર ગોપનીયતા અને સલામતીને ધ્યાનમાં રાખીને આવા પગલાં લે છે.

આ સમાચાર શેર કરો