મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

ફરી એક વાર માઇક્રોસોફ્ટની સર્વિસ ડાઉન, Microsoft 365નો ઉપયોગ કરતા યુઝર્સને થઈ અસર

માઇક્રોસોફ્ટ 365 ડાઉન થતા હજારો યુઝર્સને તકલીફ પડી હતી. બે મહિના પહેલા સાઈબર સિક્યોરિટી સર્વિસ પ્રોવા

ફરી એક વાર માઇક્રોસોફ્ટની સર્વિસ ડાઉન, Microsoft 365નો ઉપયોગ કરતા યુઝર્સને થઈ અસર

માઇક્રોસોફ્ટ 365 ડાઉન થતા હજારો યુઝર્સને તકલીફ પડી હતી. બે મહિના પહેલા સાઈબર સિક્યોરિટી સર્વિસ પ્રોવાઈડર ક્રાઉડસ્ટ્રાઇક દ્વારા એક ખામી વાળી અપડેટ આપી હોવાથી દુનિયાભરના કોમ્પ્યુટરને અસર થઈ હતી. એ ઘટનાને કારણે માઈક્રોસોફ્ટની દુનિયાભરમાં ટીકા થઈ હતી. એ વાતને હજી બે મહિના નથી થયા ત્યાં ફરી એક વાર માઇક્રોસોફ્ટની સર્વિસ ડાઉન થઈ ગઈ હતી.

માઇક્રોસોફ્ટનું પ્રોડક્ટિવિટી સોફ્ટવેર 365 હજારો યુઝર્સ માટે ડાઉન થઈ ગયું હતું. આ ઘટના ગુરુવારે નોંધાઈ હતી જે આઉટેજ ટ્રેકિંગ વેબસાઈટ Downdetector.com પર નોંધાઈ હતી. અગાઉ લગભગ 8.5 મિલિયન યુઝર્સને અસર થઈ હતી, પરંતુ આ વખતે ફક્ત 365નો ઉપયોગ કરનાર યુઝર્સને જ અસર થઈ હતી.

માઇક્રોસોફ્ટ દ્વારા આ વિશે તરત કોઈ સ્ટેટમેન્ટ આપવામાં નહોતું આવ્યું. જોકે તેની ક્લાઉડ સર્વિસ અઝુરે દ્વારા ટ્વિટ કરવામાં આવી હતી કે ‘AT&T નેટવર્કનો ઉપયોગ કરનાર યુઝર્સને માઇક્રોસોફ્ટની સર્વિસનો ઉપયોગ કરતી વખતે કનેક્ટિંગનો ઇશ્યુ આવી રહ્યો હતો. એ વિશે અમે તપાસ કરી રહ્યા છીએ.’

આ વિશે ટેલિકોમ પાર્ટનરે પણ કોઈ કમેન્ટ નહોતી આપી. આ વિશે અંદાજે 23000 લોકોએ માઇક્રોસોફ્ટ 365માં ઇશ્યુ હોવાનું રિપોર્ટ કર્યુ હતું. આ સાથે જ 4000થી વધુ યુઝરે માઇક્રોસોફ્ટ ટીમ્સમાં પણ ઇશ્યુ આવી રહ્યો હોવાનું કહ્યું હતું.

માઇક્રોસોફ્ટ અઝુરે મુજબ સર્વિસમાં પ્રોબ્લેમ આવતાં જ માઇક્રોસોફ્ટની ઓટોમેટિક સિસ્ટમ દ્વારા ટ્રાફિકને ડાઇવર્ટ કરવામાં આવ્યો હતો. થોડી મિનિટમાં જ આ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો હતો. જોકે એ દરમ્યાન માઇક્રોસોફ્ટની સર્વિસ ચાલુ હતી, પરંતુ ઇશ્યુ કનેક્ટિવિટીમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

આ સમાચાર શેર કરો