સંજીવ કપૂરની કંપનીએ લોન્ચ કર્યું કિચન રોબોટ, AIની મદદથી બનાવશે 200 કરતા વધુ રેસિપી
AI એટલે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, એક એવી નવી તકનીક જેનું

AI એટલે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, એક એવી નવી તકનીક જેનું નામ તમે આજકાલ બધી જ જગ્યાએ સાંભળતા હશો. વાસ્તવમાં આ એક એવી તકનીક છે જે કૃત્રિમ બુદ્ધિ એટલે મનુષ્યના મગજ જેવી વિચારવાની કૃત્રિમ શક્તિઓ સાથે સામાન્ય લોકોના અનેક મુશ્કેલ કામને સરળ બનાવે છે. આ ક્રમમાં ભારતના ફેમસ શેફ સંજીવન કપૂરની કંપની વંડરશેફે પણ એક નવી પ્રોડક્ટ લોન્ચ કરી છે જેનું નામ છે Chef Magic. આ એક કિચન રોબોટ છે જે AI તકનીકની મદદથી તૈયાર કરવામાં આવ્યું છે અને આ કિચનમાં રસોઈ કરનારની ખૂબ મદદ કરી શકે છે.
200 કરતા વધુ રેસિપી લોડ કરેલી છે
કંપનીનું કહેવું છે કે, આ એક કિચન રોબોટ છે જે ઘરે રસોઈ કરવાના અનુભવને સંપૂર્ણ રીતે બદલી નાખશે. તેમાં 200 કરતા વધુ રેસિપી પહેલાથી જ લોડ કરેલી છે જેને યુઝર તેમાં લાગેલી સ્માર્ટફોન જેવી ટચસ્ક્રીનથી પસંદ કરી શકે છે. તમારે માત્ર સ્ક્રીન પર રેસિપી સિલેક્ટ કરવાની છે પછી મશીન બતાવશે કે તે રેસિપીમાં કઈ સામગ્રી નાખવાની છે. આ કિચન રોબોટ ખુદ રેસિપીમાં જરૂર પડતી તમામ સામગ્રીઓને વજન કરીને લેશે અને પછી ખુદ જ આગળની બધી જ પ્રોસેસ કરશે જેમ કે, તેને મિક્સ કરવું, સમારવું, બાફવું, શેકવું વગેરે.
વંડરશેફના સંસ્થાપક અને સીઈઓ રવિ સક્સેનાએ કહ્યું, ‘અમે Chef Magicથી આવનારા 3 વર્ષોમાં 200 કરોડ રૂપિયાના વેચાણનું લક્ષ્ય રાખ્યું છે. આ પ્રોડક્ટ વિદેશી બજારમાં પણ વેચવામાં આવશે. અમેરિકા અને કેનેડા માટે જુદા વોલ્ટેજની મશીન પણ બનાવવામાં આવી છે. અમે જૂનથી આ પ્રોડક્ટ વૈશ્વિક બજારમાં ઉપલબ્ધ કરાવીશું.’ તેમણે આગળ કહ્યું, ‘Chef Magic એક કનેક્ટેડ ડિવાઇસ છે. અમે આ ડિવાઇસને એક્ટિવ રાખીશું અને ગ્રાહકોની પસંદ મુજબ દર અઠવાડિયે તાજા રેસિપી એડ કરીને તેમના અનુભવને વધુ શાનદાર બનાવીશું. ગ્રાહક આ પ્રોડક્ટને પોતાના વાઇ-ફાઇથી કનેક્ટ કરીને નવી રેસિપીને પોતાના ફોનમાં પણ ડાઉનલોડ કરી શકે છે. તમામ મશીનોને નિયમિત રૂપથી રેસિપી અપડેટ મળતું રહેશે.’
બીમાર લોકો માટે ખાસ રેસિપી
Chef Magicમાં શેફ સંજીવ કપૂર દ્વારા 200 કરતા પણ વધુ ભારતીય અને વિદેશી વાનગીઓની રેસિપી લોડ કરવામાં આવી છે. આ એક એવો વિકલ્પ છે જે દુનિયાભરમાં રહેતા ભારતીયો માટે વિકસિત કરવામાં આવ્યો છે. આ લોકપ્રિય ભારતીય વાનગીઓથી લઈને વીગન, જૈન, કોન્ટિનેન્ટલ, થાઈ, ચાઇનીઝ, ઈટાલિયન, મેક્સિકન અને અન્ય વૈદિક રેસિપી સુધી બધુ જ કવર કરી લે છે. તેમાં શાકાહારી, જૈન, આયુર્વેદિક, ડાયાબિટીસ અને હાર્ટના દર્દીઓ માટે પણ વિશેષ વાનગીઓ સામેલ કરવામાં આવી છે.
રવિ સક્સેનાએ કહ્યું, ‘આજકાલ લોકો બહારનું ફૂડ વધુ ખાવા લાગ્યા છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. Chef Magicથી ઘરે જ સરળતાથી સ્વાદિષ્ટ અને હેલ્થી ભોજન બનાવી શકાય છે. અમે હંમેશાથી એવા ઉપકરણને વિકસિત કરવાનું વિચાર્યું છે જે ઘરે રસોઈ બનાવવી પ્રક્રિયાને સરળ અને આનંદકારક બનાવી દે. Chef Magicની સાથે અમે કટિંગ એજ એન્જિનિયરિંગ અને વર્લ્ડ ક્લાસ ફૂડ બનાવવાની આવડતને ઉમેરીને આ પ્રોડક્ટ તૈયાર કર્યું છે જે બધાને પહેલા કરતા વધુ શ્રેષ્ઠ રીતે ઘરે જ ભોજન બનાવવામાં મદદ કરે છે.’
સંજીવ કપૂરે શું કહ્યું?
શેફ સંજીવ કપૂરે જણાવ્યું હતું કે, ‘ભારતના ઘણા લોકો મેદસ્વિતા, હૃદયની સમસ્યાઓ અને ડાયાબિટીસ જેવી બીમારીઓથી પીડિત છે. આજકાલના યુવાનો બહારના ખોરાકનું વધુ સેવન કરવા લાગ્યા છે. બહારના ખોરાકનું નિયમિત સેવન સ્વાસ્થ્ય માટે સારું નથી. Chef Magic એ માત્ર રસોઈ બનાવવાનું સરળ નથી બનાવ્યું પણ તેને રસપ્રદ પણ બનાવ્યું છે, જેથી કોઈપણ વ્યક્તિ સરળતાથી પોતાની પસંદગીનો ખોરાક ઘરે બનાવી શકે છે. વન્ડરશેફમાં અમે સ્વસ્થ ભારત તરફ કામ કરી રહ્યા છીએ." Chef Magicની મોબાઈલ એપ પણ છે, જેનાથી મશીનને રિમોટલી કંટ્રોલ કરી શકાય છે. તમે રેસિપી પસંદ કરી શકો છો અને બાકીનું કામ મશીન ખુદ કરશે. તમે તમારી રેસિપી પણ સેવ પણ કરી શકો છો. શેફ મેજિકની કિંમત રૂ 49,999 છે અને તે વન્ડરશેફની વેબસાઇટ સહિત તમામ ફેમસ રિટેલ સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ છે.








