Maruti Suzukiએ પોતાની કારની કિંમતો ઘટાડી; 5 લાખ કરતા સસ્તી મળશે આ કાર
દેશની સૌથી મોટી કાર બનાવતી કંપની મારુતિ સુઝુકી (Maruti Suzuki)એ પોતાની કારની કિંમતો ઘટાડી છે. કંપનીએ જાહેરાત કર

દેશની સૌથી મોટી કાર બનાવતી કંપની મારુતિ સુઝુકી (Maruti Suzuki)એ પોતાની કારની કિંમતો ઘટાડી છે. કંપનીએ જાહેરાત કરી કે મારૂતિ વેગનઆરથી લઇને અલ્ટો અને ઇગ્નિસ જેવી નાની કારની કિંમતમાં 1.29 લાખ રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. કારની કિંમતમાં ઘટાડો આગામી 22 સપ્ટેમ્બરથી લાગુ થશે.
મારૂતિ સુઝુકી દ્વારા ઓફિશિયલ નિવેદનમાં કહેવામાં આવ્યું કે, તાજેતરમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સુધારાનો ફાયદો ગ્રાહકો સુધી સીધો પહોંચાડવામાં આવશે જેની હેઠલ કંપનીએ પોતાના પોર્ટફોલિયોમાં સામેલ મોડલોની કિંમતમાં ઘટાડાની જાહેરાત કરી છે.
કઇ કારની કિંમતમાં કેટલો ઘટાડો થયો
મારૂતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડના સીનિયર એક્ઝીક્યુટિવ ઓફિસર (માર્કેટિંગ એન્ડ સેલ્સ) પાર્થો બેનરજીએ પ્રેસ વાર્તા દરમિયાન કહ્યું કે, કારની કિંમતમાં કાપ તાજેતરના GST સુધારા હેઠળ કરવામાં આવ્યો છે. કિંમતમાં ઘટાડાને કારણે ચાલતા વાહનના ફિચર્સ અને ટેકનોલોજી વગેરેમાં કોઇ પણ બદલાવ કરવામાં આવ્યો નથી.
અલ્ટો K10 મારૂતિ સુઝુકી કરતા પણ Maruti S-Presso સૌથી સસ્તી કાર થઇ રહી નથી. આ કારની કિંમતમાં સૌથી વધુ 1,29,600 રૂપિયા ઘટાડવામં આવ્યા છે.
Maruti Suzukiની કઇ કારમાં કેટલો ઘટાડો થયો
| મોડલ | કેટલો ઘટાડો થયો | EX શો રૂમ પ્રાઇઝ |
| S-Presso | 129,600 | 349,900 |
| Alto K10 | 107,600 | 369,900 |
| Celerio | 94,100 | 469,900 |
| Wagon-R | 79,600 | 498,900 |
| Ignis | 71,300 | 535,100 |
| Swift | 84,600 | 578,900 |
| Baleno | 86,100 | 598,900 |
| Dzire | 87,700 | 625,600 |
| Fronx | 112,600 | 684,900 |
| Brezza | 112,700 | 825,900 |
| Grand Vitara | 107,000 | 1,076,500 |
Swiftના ભાવ પણ ઘટાડવામાં આવ્યા
મારૂતિ સુઝુકીએ પોતાની જાણીતી કાર સ્વિફ્ટની કિંમતમાં 84,600 રૂપિયાનો ઘટાડો કર્યો છે. હવે સ્વિફ્ટ 5.79 લાખ રૂપિયામાં મળશે. 5 સ્ટાર રેટિંગ ધરાવતી મારૂતિ ડિઝાયરમાં 87,700 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે મારૂતિ ડિઝાયર માત્ર 6.26 લાખ રૂપિયામાં મળશે.
યુટિલિટી વ્હીકલ રેન્જમાં પણ ભારે ઘટાડો
મારૂતિ સુઝુકીએ પોતાના SUV અને MPV રેન્જની કિંમતમાં ભારે ઘટાડો કર્યો છે. કંપનીની સૌથી સસ્તી SUV Fronxની કિંમતમાં 1,12,600 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે Fronx 6.85 લાખ રૂપિયામાં મળશે. બ્રેજાના ભાવ પણ 1,12,700 રૂપિયા સુધી ઘટાડવામાં આવ્યા છે. બ્રેજા 8.26 લાખ રૂપિયામાં તમે ઘરે લઇ જઇ શકશો.
GST સ્લેબમાં શું સુધારો થયો?
4 સપ્ટેમ્બરે GST કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે હવે દેશમાં ચારની જગ્યાએ માત્ર બે GST સ્લેબ (5% અને 18%) જ રહેશે. આ સિવાય લક્ઝરી અને સિન ગુડ્સ પર 40% GST લાગુ થશે. આ નવા સ્ટ્રક્ચર હેઠળ 4,000 મિમીથી ઓછી લંબાઇ ધરાવતી 1,200 સીસી સુધીની પેટ્રોલ કાર અને 1,500 સીસી સુધીની ડીઝલ કારો પર 18% GST લાગશે. પહેલા આ કારો પર 28% GST લાગુ હતો.








