કાર ખરીદવી હોય તો આ મહિને જ કરો પ્લાન, મારૂતિની કાર પર મળી રહ્યું છે 1.5 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
જો તમે પણ મારૂતિની નવી કાર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો એપ્રિલનો મહિનો

જો તમે પણ મારૂતિની નવી કાર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો એપ્રિલનો મહિનો તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે. વાસ્તવમાં મારૂતિ આ મહિને તેની સમગ્ર નેક્સા લાઇન-અપ પર આકર્ષક ઓફર આપી રહી છે, જેમાં ગ્રાન્ડ વિટારા, બલેનો અને ફ્રોંક્સ જેવા પોપ્યુલર મોડલનો સમાવેશ થાય છે. કંપનીની આ ઓફરનો લાભ કેશ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ ઓફર તેમજ કોર્પોરેટ બોનસના રૂપમાં લઈ શકાય છે. કંપની માત્ર ઇન્વિક્ટો એમપીવી પર આ મહિને કોઈ ડિસ્કાઉન્ટ નથી આપી રહી.
મારૂતિ સુઝુકી ફ્રોંક્સ
મારૂતિ સુઝુકી ફ્રોંક્સના ટર્બો-પેટ્રોલ વેરિઅન્ટ પર રૂ. 68,000 સુધીની ઓફર આપી રહી છે. આમાં રૂ. 15,000નું કેશ ડિસ્કાઉન્ટ, રૂ. 30,000ની કિંમતની વેલોસિટી એડિશન એક્સેસરી કિટ, રૂ. 10,000નું એક્સચેન્જ બોનસ અને રૂ. 13,000ના કોર્પોરેટ બેનિફિટનો સમાવેશ થાય છે. જ્યારે રેગ્યુલર પેટ્રોલ અને CNG વેરિઅન્ટ્સ પર અનુક્રમે 20 હજાર અને 10 હજારનું કેશ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે.
મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિટારા
ગ્રાન્ડ વિટારા હાઇબ્રિડ પર રૂ. 79,000 સુધીની ઓફર મળી રહી છે, જેમાં રૂ. 25,000નું કેશ ડિસ્કાઉન્ટ, રૂ. 50,000નું એક્સચેન્જ બોનસ અને રૂ. 4,000 સુધીની કોર્પોરેટ ઓફરનો સમાવેશ થાય છે. તેમજ ગ્રાન્ડ વિટારાના રેગ્યુલર પેટ્રોલ વેરિઅન્ટ પર 30 હજાર રૂપિયાના એક્સચેન્જ બોનસને કારણે તમે રૂ. 59,000 સુધીનો ફાયદો મેળવી શકો છો.
મારૂતિ સુઝુકી જિમ્ની
એપ્રિલમાં નેક્સા લાઇનઅપની જિમ્ની પર સૌથી વધુ બેનિફિટ મળી રહ્યું છે. આ ડિસ્કાઉન્ટ MY2023 યુનિટ્સ માટે ટોપ-સ્પેક આલ્ફા ટ્રીમ પર રૂ. 1.50 લાખના કેશ ડિસ્કાઉન્ટ સાથે ઓફર કરવામાં આવી રહ્યું છે, જ્યારે નવા MY2024 મોડલમાં એન્ટ્રી-લેવલ જેટા ટ્રીમ પર રૂ. 50,000નું કેશ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
મારૂતિ સુઝુકી ઇગ્નિસ
ઇગ્નિસના મેન્યુઅલ અને ઓટોમેટિક બંને વેરિઅન્ટ્સ પર રૂ. 58,000 સુધીના બેનિફિટ્સ મળી રહ્યા છે. જેમાં રૂ. 40,000નું કેશ ડિસ્કાઉન્ટ, રૂ. 15,000નું એક્સચેન્જ બોનસ અને રૂ. 3,000નું કોર્પોરેટ બોનસ સામેલ છે.
મારુતિ સુઝુકી બલેનો
નેક્સા બ્રાન્ડની પાવરફૂલ પરફોર્મર બલેનોના પેટ્રોલ વેરિઅન્ટ પર રૂ. 53,000 સુધીનું બેનિફિટ મળી રહ્યું છે, જેમાં રૂ. 35,000 સુધીનું કેશ ડિસ્કાઉન્ટ, રૂ. 15,000નું એક્સચેન્જ બોનસ અને રૂ. 3,000ના કોર્પોરેટ બેનિફિટનો સમાવેશ થાય છે. જ્યારે CNG વેરિઅન્ટ પર 15,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ મળી છે.
મારૂતિ સુઝુકી સિયાઝ
સિયાઝના તમામ વેરિઅન્ટ્સ પર રૂ. 53,000 સુધીના બેનિફિટ્સ આપવામાં આવી રહ્યા છે, જેમાં 25 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ અને 3 હજારનું એક્સચેન્જ બોનસ સામેલ છે.
મારૂતિ સુઝુકી XL6
મારૂતિ આ મહિને XL6 પર માત્ર 20 હજારનું એક્સચેન્જ બોનસ આપી રહી છે. XL6માં CNG વેરિઅન્ટ પણ ઉપલબ્ધ છે, પરંતુ આ મહિને તેના પર કોઈ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ નથી.








