બજારમાં આવશે નવી મહિન્દ્રા થાર રોક્સ, આવતા મહિને લૉન્ચ થશે નવી SUV
મહિન્દ્રા થાર રોક્સની લૉન્ચ ડેટની જાહેરાત કરવામાં આવી છે. મહિન્દ્રા 5-ડોર આવતા મહિને 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના પ્

મહિન્દ્રા થાર રોક્સની લૉન્ચ ડેટની જાહેરાત કરવામાં આવી છે. મહિન્દ્રા 5-ડોર આવતા મહિને 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના પ્રસંગે લૉન્ચ થવા જઇ રહી છે. મહિન્દ્રાની આ નવી SUVના લોન્ચ થવાની અટકળો પહેલાથી જ લાગતી હતી. હવે મહિન્દ્રા થારે ઓફિશિયલી આ કારને 15 ઓગસ્ટના દિવસે લોન્ચ કરવાની જાહેરાત કરી છે.
મહિન્દ્રા થાર રોક્સ
મહિન્દ્રા રોક્સ, થાર એસયુવીનું 5-ડોર વર્જન છે.આ એસયુવી ઘણા લાંબા સમયથી કારની દુનિયામાં ચર્ચામાં છે. હવે કંપનીએ આ મોડલના લોન્ચિંગના 18 દિવસ પહેલા જ લોન્ચ ડેટ કન્ફોર્મ કર્યું છે.મહિન્દ્રા થારે સોશિયલ મીડિયા પર સોમવાર 29 જુલાઇએ ટીઝર સાથે લૉન્ટ ડેટની જાહેરાત કરી છે. કંપની આ પહેલા પોતાના કેટલાક અન્ય મોડલની લોન્ચિંગ 15 ઓગસ્ટના દિવસે કરી ચુકી છે.
Thar Roxxની ડિઝાઇન
મહિન્દ્રા થાર રોક્સમાં C- શેપ્ડ LED DRLs લાગેલા મળશે. હેડલાઇટ યૂનિટ્સ સાથે નવી ગ્રિલ પણ લાગેલી મળી શકે છે. આ નવી એસયુવીમાં 18 ઇંચના અલોય વ્હીલ્સ પણ લાગેલા મળી શકે છે. આ કારમાં મોટા વ્હીલ બેસને ઇંસ્ટોલ કરવાની સાથે બે અન્ય નવા દરવાજાને આ કારમાં જોડવામાં આવ્યા છે.
Roxxમાં મળી શકે છે આ ફીચર્સ
મહિન્દ્રા થાર રોક્સમાં પાવર્ડ ડ્રાઇવર સીટ આપવામાં આવી શકે છે.આ કારમાં 360-ડિગ્રી કેમેરા પણ લાગેલા મળી શકે છે. કારમાં સેફ્ટી માટે ADAS ફીચર પણ સામેલ કરવામાં આવી શકે છે. આ નવી થારમાં ડુઅલ 10.25 ઇંચની ટચસ્ક્રીન પણ લાગેલી મળી શકે છે.
5- ડોર થારનું પાવરટ્રેન
મહિન્દ્રા થાર રોક્સના પાવરટ્રેનમાં કોઇ બદલાવ કરવામાં નથી આવી શકતો. આ નવી થારમાં 3 ડોર મોડલની જેમ એન્જિન પણ લાગેલુ મળી શકે છે. આ થારમાં 2.0 લીટર ડીઝલ, 2.0 લીટર ટર્બો-પેટ્રોલ અને 2.2 લીટર ડીઝલ એન્જિનનું ઓપ્શન આપવામાં આવી શકે છે. થાર રોક્સની કિંમત 3 ડોર મૉડલની તુલનામાં વધારે હોઇ શકે છે.








